________________
(૫) સામાયિકાનવસ્થિતિ : સામાયિક બેગાર સમજીને જેમ-તેમ અનાદરપૂર્વક કરવું, સામાયિકનો સમય પૂરો થયા પહેલાં જ અજાણતામાં સામાયિક પાર પાડવી, વારંવાર ઘડિયાળ જોવી કે વિચાર કરવો કે સામાયિક પૂર્ણ થઈ કે નહિ વગેરે રૂપથી કમને સામાયિક કરવો.
ઉક્ત પાંચ અતિચારોથી દૂર રહીને શુદ્ધ સામાયિક કરવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. અનુપયોગથી જો ઉક્ત દોષ લાગી જાય તો અતિચાર છે. જો જાણી-જોઈને એવું કરવામાં આવે તો વ્રતનો ભંગ થાય છે. તેથી અતિચારોથી અને સામાયિકના બત્રીસ દોષોથી બચીને શુદ્ધ અંતઃકરણથી પ્રતિદિન સામાયિક કરવી જોઈએ. શુદ્ધ ભાવથી કરેલી સામાયિક હજારો ભવોનાં સંચિત કર્મોને નષ્ટ કરી દે છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ માટે સામાયિક વ્રતની નિર્મળ આરાધના કરવી અત્યંત ઉપયોગી અને કલ્યાણકારી છે.
Loo
દેશાવકાશિક વ્રત) શ્રાવકનાં બાર વ્રતોમાંથી દસમું અને શિક્ષાવ્રતોમાંથી બીજું વ્રત દેશાવકાશિક છે. શ્રાવક અહિંસા વગેરે પાંચ અણુવ્રતોને પ્રશસ્ત બનાવવા અને એમાં ગુણ ઉત્પન્ન કરવા માટે દિક્ પરિમાણ તથા ઉપભોગ-પરિભોગ પરિમાણ નામનું જે વ્રત સ્વીકાર કરે છે, એમાં તે પોતાની આવશ્યકતા અને પરિસ્થિતિ અનુસાર જે મર્યાદા રાખે છે તે જીવનપર્યત હોય છે. પરંતુ શ્રાવક એ બધાનો ઉપયોગ પ્રતિદિન નથી કરતો. તેથી એક દિવસ-રાત માટે એ મર્યાદાને ઘટાડી દેવી. આવાગમનના ક્ષેત્ર અને ભોગ્યોપભોગ્ય પદાર્થોની મર્યાદાને સંકુચિત કરી દેવું દેશાવકાશિક વ્રત છે. આંશિક અવકાશ :
દેશાવકાશિક વ્રત સાધનાની અપેક્ષા રાખે છે. આ સાધનામાં વ્યક્તિને પોતાના શરીર અને શરીર સંબંધિત કાર્યો (વેપાર, નોકરી, શરીર, શૃંગાર, એશઆરામ, આળસ, વિલાસિતા, ઇન્દ્રિય-વિષયોની ભોગાસક્તિ વગેરે દૈનિક કૃત્યો)થી અવકાશ (રજા) લેવી પડે છે. દેશ” શબ્દ અંશનો વાચક છે, અને “અવકાશ' શબ્દ વર્તમાનમાં પ્રચલિત “રજા'નો વાચક છે. આમ, બંને શબ્દો મળી એ ભાવાર્થ થયો કે શરીરથી સંબંધિત કાર્યોથી આંશિક (એક દિવસ-રાતની કે એનાથી પણ ઓછી સમયની) રજા લઈને આત્મ-ચિંતન, આત્મગુણોના મનન, સ્વભાવ રમણ, સ્વરૂપ ચિંતન પાંચ આવોનો નિરોધ કરીને સંવરમાં સંલગ્ન થવું દેશાવકાશિક વ્રત છે. અધ્યાત્મનો બાજોટ :
દેશાવકાશિક વ્રત અધ્યાત્મનો બાજોટ છે. જેમ કે ભોજન કરનાર બ્રાહ્મણ ભોજન કરતાં સમયે જ બાજોટ લગાવે છે અને એ બાજોટમાં કોઈ અપવિત્ર વસ્તુને ઘૂસવા નથી દેતા, એમ જ સગૃહસ્થ શ્રાવક પણ દેશાવકાશિક વ્રત રૂપી બાજોટ લગાવીને આત્મિક ભોજન