________________
પૌષધના પાંચ અતિચાર :
‘યોગશાસ્ત્ર'માં પૌષધ વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે બતાવ્યા છે : (૧) ભૂમિને જોયા અને પ્રમાર્જન કર્યા વગર મળ-મૂત્રનો ઉત્સર્ગ કરવો.
(૨) પાટ-ચોકી (બાજોટ), શય્યા વગેરે વસ્તુઓ જોયા અને પ્રમાર્જન કર્યા વગર રાખવા અને ઉઠાવવા.
(૩) વગર જોયે, વગર પૂંજે બિસ્ત્રો-આસન બિછાવવું. (૪) પૌષધ વ્રત પ્રતિ અનાદર. (૫) પૌષધ વ્રતની વિસ્મૃતિ.
उत्सर्गादानसंस्ताराननवेक्ष्याप्रमृज्य च । अनादरः स्मृत्यनुपस्थापनं चेति पौषधे ॥
- યોગશાસ્ત્ર, પ્ર.-૩, શ્લોક-૧૧૭ શાસ્ત્રકારે પૌષધના પાંચ અતિચારો આ પ્રમાણે બતાવ્યા છે : (૧) શધ્યા સસ્તારકનું અપ્રતિલેખન અને દુષ્પતિલેખન. (૨) શય્યા વગેરેનું અપ્રમાર્જન અને દુષ્પમાર્જન. (૩) શૌચ ભૂમિનું અપ્રતિલેખન-દુષ્પતિલેખન. (૪) શૌચ ભૂમિનું અપ્રમાર્જન-દુષ્પમાર્જન. (૫) પૌષધ વિધિનું સમ્યફ પાલન ન કરવું.
ઉક્ત અતિચારોથી બચતાં-બચતાં પ્રાચીનકાળના શ્રાવકોની જેમ મહિનામાં ૬ દિવસ કે અમુક દિવસ નિશ્ચિત કરીને પૌષધ વ્રતની આરાધના કરવી જોઈએ, જેનાથી આત્મગુણોને પોષણ મળે અને આત્મશક્તિનો વિકાસ થાય. K ૦૯
અતિથિ સંવિભાગ વ્રત)
શ્રાવકનું બારમું વ્રત અને ચતુર્થ શિક્ષાવ્રત અતિથિ સંવિભાગ દ્રત છે. આ વ્રતમાં શ્રાવકથી એ અપેક્ષા કરવામાં આવી છે કે તે ઔદાર્ય અને દાન ગુણથી વિભૂષિત થાય. ગૃહસ્થ શ્રાવક માટે આધ્યાત્મિક અને સામાજિક દષ્ટિબિંદુઓથી દાન, ધર્મ એ ઔદાર્ય ગુણની અનુપમ મહત્તા પ્રતિપાદિત કરવામાં આવી છે. આ ગુણના વગર શ્રાવકનું શ્રાવકત્વ સફળ નથી થતું. ગૃહસ્થ માટે દાન-ધર્મની આરાધના કરવી આવશ્યક છે. તેથી કહેવાય છે કે -
वीतराग उपदेश में, धर्म चार प्रकार ।।
दान शील तप भावना, शासन का शृंगार ॥ ઉક્ત દોહામાં ધર્મના ચાર પ્રકારોમાં દાન-ધર્મને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે સ્વાર્થની સંકીર્ણ ભાવના તો પશુઓમાં પણ સામાન્ય રીતે જોવા મળે (૮૨) ... જિણધામો