________________
ઉપાસક દશાંક સૂત્ર'માં જ સકડાલ પુત્ર શ્રાવકના વર્ણનમાં કહેવામાં આવ્યું છે કે - “મંખલી પુત્ર ગોશાલકના પ્રશ્નોત્તર કર્યા પછી સકલાલપુત્રે ગોશાલકને પાટ વગેરે વસ્તુઓ આપી. આમ, ધર્મબુદ્ધિ કે ગુરુબુદ્ધિથી તો અન્યને દાન આપવાનો નિષેધ છે, પણ વ્યવહાર બુદ્ધિ કે અનુકંપા બુદ્ધિથી દાન આપવાનું શ્રાવક માટે ક્યાંય નિષેધ નથી. તેથી શ્રાવકનું કર્તવ્ય છે કે તે બધા અતિથિઓને દાન આપવા માટે પોતાના ઘરનાં દ્વાર ખુલ્લાં રાખે.”
ઇતિહાસ-પ્રસિદ્ધ જગડુશાહ, ખેમાશાહ વગેરે જૈન શ્રાવકોએ દુષ્કાળના સમયે પોતાના અનાજના ભંડાર બધા માટે ખોલી દીધા હતા. તે ધનના દાસ નહિ, ધનના સ્વામી બનીને રહેતા હતા. તેથી શ્રાવકનું કર્તવ્ય છે કે એની પાસે જે પણ સાધન છે, એ બધા માટે યથાયોગ્ય સંવિભાગ કરીએ. અતિથિ સંવિભાગ વતના પાંચ અતિચારો :
શાસ્ત્રકારોએ અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચારો બતાવ્યા છે. જેમનાથી બચવું શ્રાવક માટે આવશ્યક છે. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે - (૧) સચિત્ત નિક્ષેપણ (૨) સચિત્ત પિધાન, (૩) કાલાતિક્રમ, (૪) પરવ્યપદેશ અને (૫) માત્સર્ય.
(૧) સચિત્ત નિક્ષેપ : જ્યારે શ્રાવક પોતાના અવિવેક કે કૃપતા વગેરે અન્ય કારણવશ અચિત્ત વસ્તુ જે કલ્પનીય, એષણીય તથા મુનિઓ માટે ગ્રાહ્ય છે. એમાં સચિત્ત વસ્તુ ભેળવી દે છે કે એ અચિત્ત વસ્તુના નજીક સચિત્ત નાખી દે છે, તો તે સચિત્ત નિક્ષેપ નામનો અતિચાર થાય છે. - (૨) સચિત્ત પિધાન : અચિત્ત પદાર્થના ઉપર સચિત્ત પદાર્થ ઢાંકી દેવો સચિત્તપિધાન નામનો બીજો અતિચાર છે.
(૩) કાલાતિક્રમઃ જે વસ્તુના આપવાનો જે સમય છે, તે સમય ટાળી દેવો કાળાતિક્રમ નામનો બીજો અતિચાર છે. ઉદા. માટે કોઈ દેશમાં અતિથિને આહાર આપવાનો સમય દિવસનો બીજો પહોર છે. આ સમયને ટાળીને આપવું, અતિથિને આહાર આપવા માટે ઉદાત્ત ન હોવું, કાલાતિક્રમ અતિચાર છે.
(૪) પરવ્યપદેશ વસ્તુ આપવી ન પડે આ ઉદ્દેશ્યથી પોતાની વસ્તુને બીજાને બતાવવી અથવા આપવામાં આવેલા દાનના વિષયમાં એ સંકલ્પ કરવો કે આ દાનનું ફળ મારા પિતામાતા, ભાઈ વગેરેને મળે એ પરોપદેશ કે પરવ્યપદેશ નામે ચોથો અતિચાર છે.
(૫) માત્સર્ય : બીજાઓને દાન આપતાં જોઈને એની પ્રતિસ્પર્ધા કરવાની ભાવના રાખીને દાન આપવું. અર્થાત્ એ બતાવવા માટે કે હું એનાથી ઓછો નથી પરંતુ વધીને હું દાન આપવું માત્સર્ય નામનો પાંચમો અતિચાર છે.
ઉક્ત પાંચ અતિચારો બારમા વ્રતને દૂષિત કરે છે. એમના સિવાય કેટલાંક અન્ય કાર્ય પણ છે, જેમનાથી વ્રતભંગ થઈ જાય છે. તે કાર્ય આ પ્રમાણે છે -
दाणन्तराय दोसा न देई, दिज्जन्तयं च वारेइ ।
दिण्णेव व परितप्पइ इति किवणता भवे भंगी ॥ [ અતિથિ સંવિભાગ વ્રત
જ છે
જો છ૮૯)