________________
(૭) સચિત્ત ત્યાગ : આ પ્રતિમામાં ઉપાસક સચિત્ત આહારનો ત્યાગ કરી દે છે. આની અવિધ સાત માસની છે.
(૮) આરંભ ત્યાગ : આ પ્રતિમામાં ઉપાસક આરંભનો ત્યાગ કરી દે છે. તે સ્વયં કોઈ પ્રકારનો આરંભ (હિંસા) નથી કરતો. આની અવિધ આઠ માસની છે.
(૯) પ્રેષ્ય ત્યાગ : આ પ્રતિમામાં ઉપાસક બીજાઓ દ્વારા આરંભ કરાવવાનો ત્યાગ કરી દે છે. તે નોકર-ચાકર વગેરે દ્વારા પણ આરંભનું કોઈ કામ નથી કરાવતો. આનો સમય નવ માસનો છે.
(૧૦) અનુમતિ-ઉદ્દિષ્ટ ત્યાગ : આ પ્રતિમામાં ઉપાસક પોતાના ઉદ્દેશ્યથી તૈયાર કરેલા આહાર વગેરેનો પણ ત્યાગ કરી દે છે. તે ક્ષૌર મુંડન કરે છે અને શિખા ધારણ કરે છે. આ પ્રતિમાને ધારણ કરેલા ઉપાસકને જો એના સંબંધીઓ પૂછે કે જમીન વગેરેમાં સ્વર્ણ વગેરે દ્રવ્ય રાખેલું તમે જાણો છો ? જો તે જાણતો હોત તો ‘હું જાણું છું' અને જો ન જાણતો હોય તો ‘હું નથી જાણતો’ એટલું કહેવું માત્ર કલ્પતા છે. એના સિવાય એને વધુ ગૃહષ્કૃત્ય કરવું નથી કલ્પતા. જો તે એટલું પણ ન કરે તો કુટુંબીજનોની વૃત્તિનો છેદ થઈ જાય. તેથી આટલું ગૃહષ્કૃત્ય એના માટે ખુલ્લું છે. આની અવિધ દસ માસની છે.
(૧૧) ' શ્રમણભૂત પ્રતિમા : આ પ્રતિમામાં શ્રાવક સાધુના સમાન થઈ જાય છે. તે માથાના (બાલ) વાળોનું મુંડન કરાવી લે છે કે લોચ કરે છે તે સાધુનો આચાર અને ભંડોપકરણ ગ્રહણ કરી સાધુના વેશમાં શ્રમણ-નિગ્રંથો માટે પ્રતિપાદિત ધર્મને સમ્યક્ રૂપથી કાયથી સ્પર્શ કરતાં-કરતાં પાલન કરતાં વિચરે છે. તે ચાલતા સમયે યુગમાત્ર પ્રમાણ ભૂમિને જોતાં-જોતાં યતનાપૂર્વક ગમન કરે છે તે પોતાની જ્ઞાતિ(જાતિ)નાં ઘરોમાં ભિક્ષાવૃત્તિ માટે જાય છે. ભિક્ષાવૃત્તિ માટે જતા કોઈ જો એ પૂછે કે - હે . આયુષ્મન્ ! તમે કોણ છો ?” ત્યારે એણે કહેવું જોઈએ કે - “હું પ્રતિમા-પ્રતિપન્ન શ્રમણોપાસક છું.” આ પ્રતિમાની અવધિ અગિયાર માસની છે. આ પ્રતિમામાં શ્રાવક લગભગ સાધુની કોટિમાં પહોંચી જાય છે.
પાંચમી પ્રતિમાથી લઈને અગિયારમી પ્રતિમા સુધીની જઘન્ય કાળ અવિધ એક, બે, ત્રણ દિવસની કહેવામાં આવી છે. ઉત્કૃષ્ટ અવધિ પ્રત્યેક પ્રતિમાના સાથે બતાવવામાં આવી છે. જો આ ડિમાઓને ધારી શ્રાવક વર્ધમાન પરિણામના કારણે દીક્ષિત થઈ જાય કે આયુ પૂર્ણ કરી લે તો જઘન્ય કે મધ્યમ કાળની એની અવિધ સમજવી જોઈએ. જો બંનેમાંથી કંઈ પણ ન હોય તો પ્રતિમાનો કાળ ઉત્કૃષ્ટ સમજવો જોઈએ.
બધી પ્રતિમાઓનો સમય કુલ મળીને સાડા પાંચ વર્ષ (૬૬ મહિના) થાય છે.
ઉક્ત રીતિથી શાસ્ત્રોમાં ઉપાસકની અગિયાર પ્રતિમાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમાઓની યથાવિધિ આરાધના કરનાર ઉત્કૃષ્ટ શ્રાવક કહેવામાં આવે છે. શ્રાવકાચારની આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ સ્થિતિ ઉપર પહોંચેલો શ્રાવક શ્રાવકાચારની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી લે છે. એમાં શ્રાવકત્વની પરિપૂર્ણ આરાધના છે. એનું યથોક્ત રીતિથી આરાધન કરનાર શ્રાવક કૃતકૃત્ય થઈ જાય છે.
૦૯૨
જિણધર્મો