________________
૮૧
(સંલેખના: જીવનની સંધ્યા)
શ્રાવક બાર વ્રત ધારણ કરીને જ સંતુષ્ટ નથી થઈ જતો. તે આધ્યાત્મિક વિકાસના માર્ગમાં આગળ વધતા શ્રાવકની પૂર્વોક્ત અગિયાર પ્રતિમાઓનું આરાધન કરે છે. શ્રાવક એટલા માત્રથી પણ સ્વયંને કૃતાર્થ નથી માની લેતો, તે આ પ્રકારના મનોરથો દ્વારા સાધનાના માર્ગમાં ઉત્તરોત્તર આગળ વધવાનો સંકલ્પ કરે છે. શ્રાવકના ત્રણ મનોરથ :
(૧) એ દિવસ ધન્ય હશે જે દિવસ હું આરંભ અને પરિગ્રહથી મુકત થઈશ. એ ધન્ય દિવસ ક્યારે આવશે જ્યારે હું ધન-સંપત્તિનો ત્યાગ કરું. આ પરિગ્રહ મારા આત્મા માટે સૌથી મોટું બંધન છે. આ મમતાનું વિષ આધ્યાત્મિક જીવનને દૂષિત કરી રહ્યું છે. ધનનો સાચો ઉપયોગ સંગ્રહમાં અથવા સ્વાર્થના પોષણમાં નથી, પ્રત્યુત જનહિત માટે અર્પણ કરી દેવામાં છે. જે દિવસમાં હું પોતાની ધન-સંપત્તિને જનસેવા માટે ત્યાગ કરી પ્રસન્નતાનો અનુભવ કરીશ, મમતાના ભારથી હલકો બનીશ - તે દિવસ મારા માટે કલ્યાણનો હશે.
(૨) તે ધન્ય ક્યારે થશે જ્યારે હું સંસારના મોહ, માયા અને વિષય વાસનાનો ત્યાગ કરીને સાધુ જીવન સ્વીકાર કરીશ? જે દિવસ હું મુનિ પદની ઉચ્ચ ભૂમિકા પર પહોંચીશ તે દિવસ મારે માટે મહાન કલ્યાણકારી હશે.
(૩) તે ધન્ય દિવસ ક્યારે હશે, જ્યારે હું પોતાની સંયમયાત્રાને સકુશળ નિર્વિદન ભાવથી પૂર્ણ કરીને અંત સમયમાં આલોચના, નિંદના તથા ગર્વણા કરીને સંલેખના-સંથારો કરીશ. બધા પ્રકારની ઉપાધિ, આહાર અને જીવનની મમતાનો ત્યાગ કરી જે દિવસ હું પૂર્ણ રૂપથી પોતાને વીતરાગ ભગવાનની ઉપાસનામાં લગાવીશ, તે દિવસ મારા માટે મહાન કલ્યાણકારી હશે.
ઉક્ત મનોરથોનું ચિંતન કરતાં શ્રાવક જીવનભર ઘર-ગૃહસ્થી અને સાંસારિક પ્રવૃત્તિઓની ઝંઝટોમાં ફસેલો નથી રહેતો. તે પોતાની સાંસારિક અને કૌટુંબિક જવાબદારીઓનો નિર્વાહ કરી તથા કુટુંબના ભારને પોતાના ઉત્તરાધિકારીને સોંપીને નિવૃત્ત થઈ જાય છે અને ધર્મમય જીવનની આરાધના કરે છે. તે શ્રાવકની પ્રતિમાઓનું આરાધન કરતાં કરતાં કાં તો પોતાના દ્વિતીય મનોરથ અનુસાર શ્રમણ બની જાય છે અને જો એવું ન કરી શકે તો ધર્મમય જીવન વિતાવતા સમાધિ-મરણની ભાવના રાખે છે.
એ શ્રાવકના મનમાં એ ઉદાત્ત ભાવના રહે છે કે - “મારું અંતિમ જીવન વીતરાગ પરમાત્માના ધ્યાનમાં જ પૂરું થાય, હું વિતરાગ પ્રભુના નામ સાથે જ અંતિમ શ્વાસ લઉં. અંત સમયમાં મારી ભાવનાઓ શુદ્ધ બની રહે, મારું તન-મન જિનદેવનાં ચરણોમાં લીન બન્યું રહે.” આ ઉદાત્ત ભાવનાના કારણે તે પોતાનું શેષ જીવન આત્મદર્શન અને વિતરાગ ધર્મની આરાધનામાં પૂર્ણ કરે છે. [ સંલેખના જીવનની સંધ્યા છે
છ૯૩)