________________
આરંભ ત્યાગ પ્રતિમા, (૯) પ્રેષ્ય-ત્યાગ પ્રતિમા, (૧૦) અનુમતિ-ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા અને (૧૧) શ્રમણભૂત પ્રતિમાં.
(૧) દર્શન પ્રતિમા ઃ એમ તો સમ્યગુદર્શન થયા પછી જ વાસ્તવિક શ્રાવક્ત આવે છે, તેથી બાર વ્રત ધારણ કરી લેવાથી સમ્યગ્દર્શનનો સ્વયમેવ એમાં અંતર્ભાવ થઈ જાય છે. એવી સ્થિતિમાં પુનઃદર્શન પ્રતિમા સ્વીકાર કરવાનું શું પ્રયોજન છે ? એનું સમાધાન એ છે કે વ્રત ગ્રહણથી પૂર્વ જે સત્ય તત્ત્વાભિરુચિરૂપ દર્શન થાય છે, એમાં અતિચારોને લાગવાની સંભાવના રહે છે. સમ્યગ્ગદર્શન અને વ્રત ગ્રહણ કર્યા પછી પણ દર્શનમાં મલિનતા રહી શકે છે, તેથી તેનું નિરાકરણ કરવા માટે અને પૂર્વગૃહીત સમ્યકત્વની શંકા-કાંક્ષા વગેરે અતિચારોથી સર્વથા દૂર રહીને શુદ્ધ રીતિથી પાલન કરવા માટે દર્શન પ્રતિમાનો સ્વીકાર કરવામાં આવે છે. આ પ્રતિમાનો સમય એક માસ છે. એક માસ પર્યત દર્શનમાં કોઈ પ્રકારની મલિનતા ન આવવા દેવી અને દર્શનને વિશિષ્ટ દઢતા પર પહોંચાડી દેવી આ પ્રતિમાનું પ્રયોજન છે.
(૨) વૃત પ્રતિમા દર્શનની પરિપૂર્ણતા-દઢતા થઈ ગયા પછી વ્રતોને દઢ કરવા પડે છે, તેથી પૂર્વ સ્વીકૃત વ્રતોને વિશેષ દૃઢ કરવા માટે આ પ્રતિમા અંગીકાર થઈ જાય છે. ઘણાંય શીલવ્રત, ગુણવ્રત વગેરે વ્રતોનું નિર્મળ-નિરતિચાર રૂપથી પાલન કરવામાં આવે છે, પરંતુ સામાયિક વ્રત અને દેશાવકાશિક વ્રતનું પાલન પહેલાંની જેમ જ કરવામાં આવે છે. અર્થાત્ આ બંને વ્રતોને છોડીને શેષ વ્રતોના અતિચાર રહિત નિર્મળ રીતિથી પાલન કરવામાં આવે છે. આ પ્રતિમાનો સમય બે માસનો છે.
(૩) સામાયિક પ્રતિમા ઃ આ પ્રતિમામાં સામાયિક અને દેશાવકાશિક વ્રતનું પણ નિરતિચાર વિશુદ્ધ રીતિથી દઢતાપૂર્વક પાલન કરવામાં આવે છે. પરંતુ પૂર્વ તિથિઓ ઉપર કરવામાં આવતાં પૌષધ વ્રતનું નિરતિચાર પાલન કરવામાં શિથિલતા રહી જાય છે. આ પ્રતિમામાં પૌષધ વ્રતને છોડીને શેષ વ્રતોનું નિરતિચાર પાલન અને આરાધના કરવામાં આવે છે. આ પ્રતિમાનો સમય ત્રણ માસનો છે.
(૪) પૌષધોપવાસ પ્રતિમા ઃ આ પ્રતિમામાં પૌષધ વ્રતનું પણ નિરતિચાર પાલન તથા આરાધન કરવામાં આવે છે. અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવસ્યાને ઉપવાસ યુક્ત પૌષધ વ્રતની નિર્મળ આરાધના કરવી એનું પ્રયોજન છે. આની અવધિ ચાર માસની છે.
(૫) કાયોત્સર્ગ પ્રતિમા ઃ આ પ્રતિમામાં પૌષધની આખી રાત કાયોત્સર્ગ અવસ્થામાં વ્યતીત કરવામાં આવે છે. આ પ્રતિમાને ધારણ કરનાર ઉપાસક સર્વ સ્નાનનો ત્યાગ કરી દે છે, રાત્રિ ભોજનનો ત્યાગ કરી દે છે. ધોતીનો છેડો ખુલ્લો રાખે છે, દિવસમાં બ્રહ્મચારી રહે છે, રાતમાં બ્રહ્મચર્યની મર્યાદા કરે છે, પાંચ માસ પર્યત આ પ્રકારની આરાધના કરવામાં આવે છે.
(૬) બ્રહ્મચર્ય પ્રતિમા : આ પ્રતિમામાં પૂર્ણતઃ બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. શેષ બધી આચાર-વિધિઓ પાંચમી પ્રતિમા સમાન છે. આની અવધિ છ માસની છે.
[ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ )
09
(૯૧)