________________
અર્થાતુ - પૂર્વ સંચિત્ત દાનાંતરાય કર્મના દોષથી એવી કૃપણતા થાય છે કે સ્વયં પણ દાન નથી દેતો, બીજાને દાન આપવાથી રોકે છે અને દાન આપીને પરિતાપ (દુઃખ) પામે છે, દુઃખી થાય છે. આ પ્રકારની કૃપણતાથી અતિથિ સંવિભાગ દ્રત ભંગ થઈ જાય છે.
અનેક લોકો કૃપણતાના કારણે દાન પણ નથી આપવા માંગતા અને પોતાની કૃપણતાને છુપાવીને ઉદારતા દેખાડવા તથા પાત્ર તથા અન્ય લોકોની દૃષ્ટિમાં ભલા રહેવા માટે નહિ પણ નથી કરતા. પરંતુ અતિચારોમાં વર્ણિત કાર્યોનું આચરણ કરવા લાગે છે. એટલે કે કાં તો અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ ભેળવી દે છે કે અચિત્ત પદાર્થ પર સચિત્ત પદાર્થ ઢાંકી દે છે કે ભોજન વગેરેનો સમય ટાળી દે છે અથવા પોતાની વસ્તુ બીજાઓની બતાવી દે છે. એવું કરીને તે કૃપણ લોકો પોતાની વસ્તુ પણ બચાવી લેવા ચાહે છે અને સાધુ-સંતોની દૃષ્ટિમાં ભક્ત અને ઉદાર પણ બની રહેવા માગે છે. એવું કરવું કપટ છે, અતિચાર છે અને વ્રતને દૂષિત કરવા સમાન છે. તેથી શ્રાવકને એવાં કાર્યોથી બચવું જોઈએ.
શંકા કરી શકાય છે કે જેમાં દાન આપવાની ભાવના જ નથી એને આ વ્રત જ ક્યાં છે? જ્યારે વ્રત નથી તો અતિચાર કેવી? આનું સમાધાન એ છે કે આ વ્રત શ્રદ્ધારૂપ પણ હોય છે, પ્રરૂપણા રૂપ પણ હોય છે અને સ્પર્શના રૂપ પણ. સ્પર્શના રૂપ વ્રત તો મુનિ વગેરેનો યોગ મળવાથી જ થાય છે. પરંતુ શ્રદ્ધાપ્રરૂપણા રૂપ વ્રત તો બની રહે છે. માયાચાર કે કપટથી શ્રદ્ધા-પ્રરૂપણા રૂપ વ્રત પણ દૂષિત થઈ જાય છે. તેથી અતિચારમાં બતાવવામાં આવેલાં કામોથી શ્રાવકને સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ.
તેથી શ્રાવકને અત્યંત ઉદાર તથા વ્યાપક દૃષ્ટિ અપનાવીને પોતાનાં પ્રાપ્ત સાધનોનો યથાયોગ્ય સંવિભાગ કરીને અતિથિ સંવિભાગ વ્રતની સમ્યગુ આરાધના કરવી જોઈએ.
આ બાર વ્રતોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરવાથી એ સ્પષ્ટ પ્રતીત થઈ જાય છે કે એમાંથી પ્રત્યેક વ્રતમાં અહિંસા અને આત્મસંયમની ઊંડી ભાવના છે. એ ચારિત્ર અને આત્મિક કલ્યાણનો મૂલ્યવાન નિયમ છે. એમની નિર્મળ આરાધનામાં શાશ્વત કલ્યાણ અને મુક્તિપથ પર પ્રયાણ અંતનિહિત છે.
[ ૮૦
(શ્રાવકની અગિયાર પ્રતિમાઓ
શ્રાવક સમ્યકત્વપૂર્વક બાર વ્રત ધારણ કરે છે. પરંતુ તે આટલું કરીને જ નથી રોકાઈ શકતો. તે આ વ્રતોને નિરતિચાર પાલન કરવા માટે, વિશેષ રૂપથી અનુશીલન કરવા માટે અને એમાં ચોક્કસ દૃઢતા લાવવા માટે વિશેષ પ્રકારની પ્રતિજ્ઞાઓ લે છે. શાસ્ત્રમાં આ પ્રકારની વિશેષ પ્રતિજ્ઞાઓને પ્રતિમા (પડિયા) કહેવામાં આવી છે. શાસ્ત્રકારો શ્રાવકની અગિયાર પડિમાઓનું નિરૂપણ કર્યું છે. એમનાં નામ અને સ્વરૂપ આ પ્રકારે છે -
(૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા, (૩) સામાયિક પ્રતિમા, (૪) પૌષધોપવારા પ્રતિમા, (૫) કાયોત્સર્ગ પ્રતિમા, (૬) બ્રહ્મચર્ય પ્રતિમા, (૭) સચિત્ત ત્યાગ પ્રતિમા, (૮) (૯૦) રાજકોટ રાજકોટ જિણધમો)