________________
વાસ્તવમાં એવા ઉત્કૃષ્ટ સુપાત્ર મુનિનો યોગ મળવાથી ઉત્કૃષ્ટ ભાવોથી દાન આપવું કે દાન આપવાની ભાવનાનું શુભ ફળ શાસ્ત્રોમાં બતાવ્યું છે. એવા નિઃસ્પૃહ દાતા અને નિઃસ્પૃહ પાત્ર બંને સુગતિ પ્રાપ્ત કરે છે. જેમ કે કહ્યું છે 'मुहादाई मुहाजीवी, दो वि गच्छंति सुग्गइं ।'
-
- દશવૈકાલિક, ૫-૧-૧૦૦
મધ્યમ તથા જઘન્ય સુપાત્ર :
બારમા વ્રતને શ્રેષ્ઠતમ આદર્શ તો ઉત્કૃષ્ટ સુપાત્ર શ્રમણ નિગ્રંથોને પોતાના નિયમાનુસાર પ્રાસુક-એષણીય આહાર વગેરે આપવાનો છે. એવા નિઃસ્પૃહ મહાત્માઓને વિધિવત્ દાન આપવાનું ફળ મહાન છે. પરંતુ વ્રતની નિયમિત આરાધના માટે એવા મુનિરાજોનો યોગ ન મળવા અથવા મળવા છતાંય મધ્યમ તથા જઘન્ય સુપાત્રોને યોગ તો એમને જ મળી શકે છે, જેમના ઘરના દ્વાર અભંગ (ખુલ્લા) રહે છે - અર્થાત્ દાન માટે કોઈના માટે દ્વાર બંધ નથી, બધા અતિથિઓ માટે ખુલ્લાં છે. જેમ કે બીજાં પક્ષીઓ માટે જુવારના દાણા નાખવાથી કદાચ એ પક્ષીઓ સાથે ઊડતાં-ઊડતાં રાજહંસ પણ આવી જાય છે, એમ જ મધ્યમ અને જઘન્ય સુપાત્રોને આપતાં રહેતાં અને પોતાના દ્વાર અભંગ રાખવાથી કદાચ મુનિરૂપી રાજહંસ પણ આવી શકે છે. તેથી શ્રાવક મધ્યમ સુપાત્ર સ્વધર્મી બંધુઓને માનીએ અને જઘન્ય સુપાત્ર સમ્યક્ત્વી કે માર્ગાનુસારીને માનીએ તથા પૂર્વોક્ત પ્રકારથી શુદ્ધ ભાવનાથી આ બંને મધ્યમ-જઘન્ય સુપાત્રોને પણ દાન આપે.
જે વ્યક્તિ આ પ્રકારની કૃપણતા ધારણ કરી લે છે કે સાધુઓના સિવાય અન્ય કોઈને આપવું પાપનું કારણ છે, તે લોકો રોજ અતિથિ સંવિભાગ વ્રતનું નિયમિત પાલન કેવી રીતે કરી શકશે ?
આજના ઘણાય શ્રાવકો બીજાનું હિત કરવા અને બીજાનાં દુઃખો મટાડવાના સમયે આરંભ-સમારંભનો પોકાર કરવા માંડે છે અને આ બહાને કૃપણતા તથા અનુદારતાનો વ્યવહાર કરે છે. પરંતુ આ મોટી ભૂલ છે. પોતાના ભોગ-વિલાસ તથા સુખ-સુવિધાના સમયે આરંભ-સમારંભની ઉપેક્ષા કરવી અને ગરીબોના દુ:ખ મટાડવાના સમયે આરંભસમારંભની આડ લેવી કેવી રીતે ઉચિત હોઈ શકે છે ? ‘ભગવતી સૂત્ર’(શતક-૨, ઉદ્દેશક૫)માં તુંગિયા નગરીના શ્રાવકોનું વર્ણન કરતાં બતાવ્યું છે કે - “એ શ્રાવકોનાં ઘર-દ્વાર ખુલ્લાં રહેતાં હતાં, તે ખૂબ જ આહાર-પાણી તૈયાર કરાવતા હતા અને ઘણાય લોકોને આપતા હતા. ઘણાંય દાસ-દાસી, ગાય, બકરી વગેરે પશુઓનું પાલન થતું હતું. તે અનુદાર અને કૃપણ નથી. અનેક મધ્યમ તથા જઘન્ય સુપાત્રોને પણ તે આહાર-પાણી તે સમજતા હતા કે આ પ્રમાણે આહાર-પાણીનું દાન મુક્ત હસ્તે (હાથે) દેવાથી કદાચ મુનિવર પણ આપણા ત્યાં પધારી જાય.
અતિથિ સંવિભાગ વ્રત
७८७