________________
ધર્મધ્યાનના ચાર ભેદ એ છેઃ (૧) આશા વિચય, (૨) અપાય વિચય, (૩) વિપાક વિચય, (૪) સંસ્થાન વિચય.
ધર્મ-ધ્યાનનાં ૪ લક્ષણો આ પ્રમાણે છે - (૧) આશા રુચિ, (૨) નિસર્ગ રુચિ, (૩) સૂત્ર રુચિ, (૪) અવગાઢ રુચિ.
ધર્મ-ધ્યાનની ૪ અનુપ્રેક્ષાઓ આ પ્રમાણે છે : (૧) એકતાનુપ્રેક્ષા, (૨) અનિત્યાનુપ્રેક્ષા, (૩) અશરણાનુપ્રેક્ષા અને (૪) સંસારાનુપ્રેક્ષા. ઉક્ત ભેદ લક્ષણ વગેરેની વ્યાખ્યા ધ્યાનના પ્રકરણમાં કરવામાં આવશે.
વસ્તુતઃ ધર્મ-ધ્યાન જ પૌષધ વ્રતમાં આત્મ-ચિંતનનું મૂળ સ્ત્રોત છે. પ્રાચીનકાળના શ્રાવકોનું વર્ણન વાંચવાથી ખબર પડે છે કે રાત્રિનો પ્રથમ પહોર વ્યતીત થવાથી પ્રાયઃ શ્રાવક ધર્મજાગરણ કર્યા કરે છે. એ જ સમયે કોઈના પાસે દેવ આવ્યા. એણે સેવાની કે ઉપસર્ગ કર્યો અથવા શ્રાવકે અમુક ચિંતન કર્યું. પૌષધ વ્રતમાં સ્થિત શ્રાવક ઉપર અનેક પ્રકારના ઉપસર્ગ તથા પરિષહ પણ આવે છે, એ સમયે એણે દૃઢતાપૂર્વક પોતાના વ્રતમાં સ્થિર રહેવું જોઈએ. જો અસહિષ્ણુ બનીને શ્રાવકે પૈર્ય ખોઈ દીધું તો એનો વ્રતભંગ થઈ જશે. તેથી શ્રાવકે પોતાનું પૌષધ વ્રત અખંડિત રાખવા માટે મરણાંત કષ્ટ પણ સમભાવપૂર્વક સહન કરવું જોઈએ. પૌષધના દોષો :
&હતરીન એકટીબચવું જોઈએ નરી પ્રદૂષિત થઈ જાય છે ? ગ્રહણ કર્યા પૂર્વે લાગનારા ૬ દોષો અને પશ્ચાતું લાગનારા ૧૨ દોષો આ પ્રમાણે કુલ ૧૮ દોષો પૂર્વાચાર્યોએ બતાવ્યા છે.
પૌષધ પૂર્વ લાગનારા દોષો આ છેઃ
(૧) પૌષધ વ્રતના નિમિત્તથી સરસ આહાર કરવો, (૨) અબ્રહ્મ સેવન કરવું, (૩) કેશ-નખ કાપવા, (૪) વસ્ત્રો ધોવડાવવાં, (૫) શરીર મંડન કરવું અને (૬) સરળતાથી ન ખૂલી શકનારાં આભૂષણો પહેરવાં.
પૌષધ ગ્રહણ પછી નીચેના ૧૨ દોષો લાગે છે :
(૧) જે વ્રતધારી નથી, એમની વૈયાવચ્ચ કરવી અથવા એમનાથી વૈયાવચ્ચ કરાવવી. (૨) પસીનો થવાથી શરીરને ઘસીને મેલ કાઢવો. (૩) દિવસમાં ઊંઘ લેવી, રાતમાં એક પહોર રાત ગયા પહેલાં સૂઈ (ઊંઘી જવું અથવા પાછલી રાતને ધર્મનું જાગરણ ન કરવું. (૪) વગર પૂંજે શરીર ખણવું. (૫) વગર પૂજે પરઠવું. (૬) નિંદા કે વિકથા કરવી. (૭) ભય ખાવો કે ડરાવવું. (૮) સાંસારિક વાતચીત કરવી. (૯) સ્ત્રીના અંગોપાંગ જોવા (નિહારવાં). (૧૦) ખુલ્લા મોંઢે અયતનાથી બોલવું. (૧૧) ક્લેશ કરવો. (૧૨) કોઈ સાંસારિક સંબંધોથી કોઈને બોલાવવા.
ઉક્ત ૧૮ દોષોથી બચીને પૌષધ વ્રતની આરાધના કરવી જોઈએ. [ દશાવકાશિક પૌષધ વ્રત :એક સમીક્ષા છે (૮૧)