________________
છે, મનુષ્યને તો આ સંકુચિત સીમાથી ઉપર ઊઠવું જોઈએ. તેથી સ્વાર્થની સંકીર્ણ ભાવનાને ઓછું કરવા અને પરાર્થ તથા પરમાર્થની ભાવનાનો વિકાસ કરવા માટે ગૃહસ્થમાં દાનનો ગુણ અવશ્ય હોવો જોઈએ. તેથી શ્રાવકના બારમા વ્રતમાં દાનને સ્થાન આપવામાં આવ્યું છે.
વતી શ્રાવક બન્યા પછી પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતોના પાલનનો એના જીવન ઉપર કેવો અને કેટલો પ્રભાવ પડ્યો છે? શ્રાવકનું જીવન કેટલું ધર્મપરાયણ અને કર્તવ્યપ્રધાન બન્યું છે ? આ જાણવાનું થરમૉમિટર ચાર શિક્ષાવ્રત છે. આ ચોથું શિક્ષાવ્રત તો આને વિશેષ રૂપથી જાણવાનું માપક યંત્ર છે, કારણ કે અન્ય અગિયાર વ્રતોના પાલનનો પ્રત્યક્ષ લાભ પ્રાયઃ શ્રાવકને જ મળે છે, પરંતુ અતિથિ સંવિભાગ વ્રતના પાલનનો પ્રત્યક્ષ લાભ બીજાને પણ મળે છે. આ વ્રત શ્રાવકની આધ્યાત્મિક પ્રૌઢતાનું ચિહ્ન છે. એનાથી એનું પ્રતીત થાય છે કે સગૃહસ્થ શ્રાવકનું કેટલું વિશાળ તથા ઉદાર હૃદય છે? એમાં પરમાર્થની ભાવના કેટલી સાકાર થઈ છે ? જ્યારે શ્રાવકના જીવનમાં આધ્યાત્મિક પરિપક્વતા આવે છે તો તે સ્વતઃ પરમાર્થ, ઉદાર તથા વિશ્વબંધુત્વની ભાવનાથી ઓતપ્રોત થઈ જાય છે.
દાન, કરુણા, સેવા તથા પરમાર્થનાં કાર્યોથી તત્કાળ આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. સત્કાર્ય કરતા સમયે અંતરાત્મામાં જે સંતોષ થાય છે, એનો આનંદ સાંસારિક સુખો કે લાભોની તુલનામાં ખૂબ જ ઉત્કૃષ્ટ શ્રેણીનો હોય છે. મનુષ્યના હૃદયમાં નિહિત સદ્દભાવનાઓનું પ્રમાણ એના દ્વારા કરવામાં આવતા પરમાર્થનાં કાર્યો જ છે. મનુષ્ય અને વિશેષતઃ વ્રતી શ્રાવક પુંગવની વિશેષતા તો એ છે કે તે અવસર આવતાં એની પાસે જે પણ સાધન છે, એમનાથી બીજાઓને પણ લાભાન્વિત કરીએ. આમ, બીજાઓને અપાયેલો લાભ કે પરિલાભ (પ્રતિલાભ) એના આત્માને સાચી શાંતિ પ્રદાન કરે છે.
વ્રતધારી શ્રાવક પોતાના સંકીર્ણ સ્વાર્થથી ઉપર ઊઠીને પોતાના સામાજિક દાયિત્વને સમજીને પોતાની પાસે પ્રાપ્ત સાધનોમાંથી સમાજના વિભિન્ન વર્ગ માટે યથાશક્તિ યથાયોગ્ય સંવિભાગ કરીએ. ગૃહસ્થ શ્રાવક જે કંઈપણ સાધન પ્રાપ્ત કરે છે, એમાં એના પરિવાર પોષણ સિવાય સમાજના શિરોમણિ, માર્ગદર્શક, ત્યાગી વર્ગનો પણ હિસ્સો છે, સાધર્મી શ્રાવકનો પણ હિસ્સો છે, દીન-દુઃખી વગેરે દયાપાત્રોનો પણ હિસ્સો છે. શ્રાવકને ઉદારતાપૂર્વક પોતાનાં સાધનોમાંથી એમને યથાશક્તિ આપવું જોઈએ. અતિથિ સંવિભાગ વ્રતનો આ જ અભિપ્રાય છે. અતિથિ સંવિભાગ વ્રતમાં આવેલા “અતિથિ’ શબ્દની વ્યાખ્યા કરતાં કહ્યું છે -
तिथिपर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना ।
अतिथिः तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥ [ અતિથિ સંવિભાગ વ્રત અતિથિ સંવિભાગ છે જ
છ૮૩)
તા
B
૮૩
IUS