________________
જે મહાત્માઓએ નિયત તિથિ, પર્વ, મહોત્સવ વગેરેનો પરિત્યાગ કરી દીધો છે - અર્થાત્ જે હંમેશાં વૈરાગ્ય દશામાં નિમગ્ન રહે છે, જેમણે ઘર-બાર અને આરંભ-સમારંભનો ત્યાગ કરી દીધો છે, જે નિરંતર સ્વ-પર કલ્યાણમાં રત રહે છે અને જે સંયમ-દેહના નિર્વાહ માટે ભિક્ષાચારી કરે છે, એમને અતિથિ સમજવા જોઈએ. શેષને અભ્યાગત જાણવો જોઈએ.
સ્વ-પરના કલ્યાણ નિમિત્ત બધા પ્રકારના આરંભનો ત્યાગ કરનારા ત્યાગી, તપસ્વી અને શુદ્ધ સંયમી મુનિઓએ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, સ્થાન વગેરે આવશ્યક પદાર્થ કલ્પાનુસાર, નિષ્કામ ભાવથી ભક્તિપૂર્વક પ્રદાન કરવું અતિથિ સંવિભાગ વ્રત કહેવામાં આવે છે.
સંયમપાલનનો આધાર દેહ છે અને દેહના નિર્વાહ આહાર વગેરે વગર નથી થતો. તેથી સંયમીઓને એમની કલ્પના અનુસાર આહાર વગેરે પ્રદાન કરવા ગૃહસ્થનો ધર્મ છે. શાસ્ત્રકારોએ ગૃહસ્થને સંયમ માટે નિશ્રાસ્થાન (આધાર રૂપ-સહાયક) માન્યું છે. શુદ્ધ સંયમીઓને શુદ્ધ આહાર પ્રદાન કરનાર શ્રાવક સંયમમાં સહાયક હોવાના કારણે મહાનિર્જરાનો અધિકારી હોય છે.
ગૃહસ્થને યથાસંભવ ત્યાગી મુનિરાજો તથા મહાસતીઓને આહાર વગેરે પ્રતિલાભિત કર્યા પછી ભોજન કરવું જોઈએ. જો એવું સંભવ ન હોય તો ભોજનની પૂર્વે એવી ભાવના કરવી જોઈએ કે - “તેઓ ધન્ય છે, જેમને એવા મુનિઓ અને મહાસતીઓને આહાર વગેરે આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, મને પણ એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો હું પણ શુદ્ધ આહાર વગેરે આપીને કૃતાર્થ થાઉં.'
શાસ્ત્રોમાં આ વ્રતનું નામ “અહાસંવિભાગ પણ મળે છે. આવશ્યક સૂત્ર'ના વૃત્તિકાર એનો અર્થ કરે છે - ___ “यथा सिद्धस्य-स्वार्थे निर्वर्तितस्वेत्यर्थः अशनादिः समिति संगतत्वेन पश्चात्कर्मादि दोष परिहारेण विभजनं साधवे दान द्वारेण विभागकरणं यथा संविभागः ।"
અર્થાત્ ગૃહસ્થ શ્રાવકે જે પોતાના માટે આહાર વગેરે બનાવ્યો છે કે સાધન પ્રાપ્ત કર્યા છે, એમાંથી એષણાસમિતિ (ભિક્ષાના ૪૨ દોષોના ત્યાગ રૂપ સમિતિ)થી યુક્ત નિઃસ્પૃહ સાધુ-સાધ્વીઓને કલ્પનીય તથા ગ્રાહ્ય આહાર વગેરે દાન આપવા માટે વિભાગ કરવો યથા સંવિભાગ છે. આ વ્રતને ગ્રહણ કરતા સમયે શ્રાવક પ્રતિજ્ઞા કરે છે કે - __ "कप्पइ मे समणे निग्गंथे फासुयएसणिज्जं असणं पाणं खाइमं साइमं वत्थं पडिग्गहं कंवलं पायपुंछणं पाडिहारिय पीढ-फलग-सिज्जा-संथारा-ओसहभेसज्जेणं पडिलाभेमाणे विहरित्तए ।"
(oc૪) 2000 2000 જિણધામો)