________________
પૌષધ મુખ્યત્વે ચાર પ્રકારનું છે -
(૧) આહાર પૌષધ, (૨) શરીર પૌષધ, (૩) બ્રહ્મચર્ય પૌષધ અને (૪) અવ્યાપાર પૌષધ.
पासहोववासे चउव्विहे पण्णत्ते, तंजहा-आहार पोसहे, सरीर पोसहे, बंभचेरपोसहे, अव्वावार पोसहे ।
(૧) આહાર પૌષધઃ આહારનો ત્યાગ કરીને ધર્મનું પોષણ કરવું આહાર પૌષધ છે. ગૃહસ્થનો અધિકાંશ સમય આહાર અને તત્સંબંધી કાર્યોમાં નષ્ટ થઈ જાય છે, તેથી આહારની ઝંઝટથી અને એની ગુલામીથી મુક્ત થઈને ધર્મ-ધ્યાનમાં નિરત રહેવું આહાર પૌષધ કહેવામાં આવ્યો છે. પ્રતિદિન આહાર કરવાથી શરીર વિકારોનું ઘર બની જાય છે, અનેક પ્રકારના રોગો-અડ્ડો જમાવવા લાગે છે, જેનાથી ધર્મકાર્યમાં મુશ્કેલીઓ આવે છે. આહાર કરવાથી નિહાર પણ કરવો પડે છે. આહારની સામગ્રી લાવવા, બનાવવા, ખાવા, પચાવવામાં ઘણો સમય વ્યય થઈ જાય છે. ભર્યા પેટથી એટલું સારું આત્મ-ચિંતન નથી થઈ શકતું, જેટલો નિરાહાર તથા ખાલી પેટ રહેવાથી થઈ શકે છે. તેથી પૌષધ વ્રતમાં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરીને ઉપવાસ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. આહાર ત્યાગ પૌષધ કરવાથી ધર્મ-ધ્યાનમાં આઠેય પહોર લગાવી શકાય છે.
(૨) શરીર પૌષધ : સ્નાન, વિલેપન, લેપ, પુષ્પ, તેલ, ગંધ (સુગંધ), આભૂષણ વગેરેથી શરીરને સજાવવાનો ત્યાગ કરીને સ્વયંને ધર્માચરણમાં લગાવવું શરીર પૌષધ છે.
(૩) બ્રહ્મચર્ય પૌષધ : બધા પ્રકારના મૈથુન(અબ્રહ્મ)નો ત્યાગ કરીને બ્રહ્મ(પરમાત્મા)માં રમણ કરવું, આત્મચિંતન કરવું બ્રહ્મચર્ય પૌષધ છે.
(૪) અવ્યાપાર પૌષધ : આજીવિકા માટે કરવામાં આવતા વ્યવસાય તથા અન્ય સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો અવ્યાપાર પૌષધ કહેવાય છે.
અગિયારમું વ્રત પ્રતિપૂર્ણ પૌષધ કહેવાય છે. પ્રાતઃકાળ સૂર્યોદય પછી જે સમયે પૌષધ સ્વીકાર કરવામાં આવે, બીજા દિવસે સૂર્યોદય પછી એ જ સમય સુધી પૌષધ વૃત્તિમાં રહેવું પ્રતિપૂર્ણ પૌષધ કહેવાય છે. અર્થાત્ આઠ પહોરનું પૌષધ જ પ્રતિપૂર્ણ પૌષધ હોય છે. પૌષધ ગ્રહણ કરવાનો શાસ્ત્રીય પાઠ પૌષધના સ્વરૂપ ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તે પાઠ આ પ્રમાણે છે -
एगारसमं (ग्यारहवाँ) पडिपुण्णपोसहवयं, सव्वं असणं पाणं खाइमं साइमं चउव्विहंपि आहारं पच्चक्खामि, अबंभसेवणं पच्चक्खामि, अमुक मणिहिरण, सुवण्ण-माला-वण्णग-विलेवणं पच्चक्खामि सत्थ-मुसलादिसव्व सावज्जं जोगं पच्चक्खामि, जाव अहोरत्तं पज्जु-वासामि दुविहं तिविहेणं न करेमि, न कारवेमि, मणसा-वयसा-कायसा तस्स भंते ! पडिक्कमामि, निन्दामि, गरिहामि, अप्पाणं वोसिरामि । દેશાવકાશિક પૌષધ વ્રત :એક સમીક્ષા
છ૯)