________________
અર્થાત્ હે ભગવાન! હું અગિયારમું પ્રતિપૂર્ણ પૌષધ અંગીકાર કરું છું. સમસ્ત અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરું છું, અબ્રહ્મચર્ય સેવનનો ત્યાગ કરું છું, અમુક મણિ, સોનું, ચાંદી, માળા વર્ણક (ચૂર્ણ પાઉડર) વિલેપનનો ત્યાગ કરું છું, શસ્ત્ર-મૂસળ (સાંબેલુ) વગેરે સમસ્ત સાવઘ યોગનો ત્યાગ કરું છું. એ બધા ત્યાગ એક અહોરાત્રિ સુધીના માટે મન, વચન, કાયાથી કરું છું. એને હું સ્વયં નહિ કરું, ન બીજાઓથી કરાવીશ. ભગવન્! હું પૂર્વ કૃત પાપોનું પ્રતિક્રમણ કરું છું, નિંદા અને ગહ કરું છું, પોતાના આત્માને એનાથી અલગ કરું છું.
ઉક્ત પ્રતિજ્ઞા પાઠથી એ પ્રતીત થાય છે કે આઠ પહોરનું પૌષધ જ પ્રતિપૂર્ણ પૌષધ કહેવામાં આવે છે. જો કોઈ સંપૂર્ણ આઠ પહોરનું સ-સામાયિક પૌષધ વ્રત ન કરીને ઓછા સમય માટે પૌષધ કરવા માંગે તો તે પ્રતિપૂર્ણ પૌષધ તો નથી કહી શકાતું, પરંતુ દસમાં વ્રતમાં સમ્મિલિત કરવામાં આવતા યોગ્ય પૌષધ થઈ શકે છે.
પૌષધ વ્રતમાં પાંચેય આસ્ત્રવોનો ત્યાગ કરવાથી ગૃહસ્થ શ્રાવક પણ ઉપચારથી મહાવ્રતી થઈ જાય છે. માત્ર ચારિત્ર મોહના ઉદયના કારણે તે પૂર્ણ સંયમી નથી બની શકતો. પૌષધ વ્રતની પ્રશંસા કરતાં કરતાં આચાર્ય હેમચંદ્ર કહે છે -
"गृहिणोऽपि हि धन्यास्ते पुण्यं ये पौषध व्रतम् ।
૩:પાને પાનયજ્જૈવ યથા તે ગુનાપિતા ”યોગશાસ્ત્ર “પૌષધ વ્રતનું પાલન કરનાર ગૃહસ્થ પણ ધન્ય છે,” એમ કહીને આચાર્યો આ પૌષધ વ્રતનું અતિમાહાભ્ય સૂચિત કર્યું છે. આ વ્રતની અવસ્થામાં શ્રાવક એક દિવસ-રાત માટે સર્વ વિરત સાધુના સમકક્ષ થઈ જાય છે. તેથી સૂક્ષ્મ હિંસાથી બચવા માટે પણ એને પૂરો ઉપયોગ રાખવો પડે છે. એને શવ્યા, સંસ્કારક અને વસ્ત્ર વગેરેનું ધ્યાનપૂર્વક પ્રતિલેખન કરવું જોઈએ. જેથી એના પર જો કોઈ સૂમ જંતુ ચઢી જાય તો એમની હિંસા કે વિરાધના ન થાય એ રીતે શય્યા-સંસ્મારકનું પ્રમાર્જન કરવું જોઈએ. શૌચ વગેરે શારીરિક મુશ્કેલીની નિવૃત્તિ માટે યોગ્ય ભૂમિને પહેલાં જ જોઈ લેવી જોઈએ અને વિવેકપૂર્વક બધી ક્રિયાઓ કરવી જોઈએ. અહિંસાને પ્રબળ બનાવવા માટે અને આત્મિક વિકાસ હેતુ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓની આરાધનાનો અભ્યાસ કરવા માટે આ ત્રીજું પૌષધ નામનું શિક્ષાવ્રત અતિઉપયોગી છે.
પૌષધ વ્રત સ્વીકાર કર્યા પછી શ્રાવક આજીવિકા, ખાન-પાન, શરીર-શુશ્રુષા તથા ગૃહકાર્યની ચિંતાથી સર્વથા મુક્ત થઈ જાય છે, તેથી એને અધિકાધિક સમય આત્મસાધના અને ધર્મસાધનામાં લગાવવો જોઈએ. એ રાત્રિના કાળ ધર્મ જાગરણામાં વિતાવવો જોઈએ. ધર્મ જાગરણાનો અર્થ છે - ચાર ભેદ, ચાર લક્ષણ, ચાર આલંબન અને ચાર અનુપ્રેક્ષાઓ સહિત ધર્મ-ધ્યાનમાં સમય અને ઉપયોગ લગાવવો. શ્રાવક પંચમ ગુણસ્થાનવર્તી હોવાથી એને શુક્લ ધ્યાન તો નથી થતું. આર્ત અને રૌદ્ર ધ્યાન એના માટે સર્વથા ત્યાજ્ય છે. એક માત્ર ધર્મ-ધ્યાન જ શેષ રહી જાય છે, તેથી એને રાત્રિકાળ ધર્મ-ધ્યાન દ્વારા જાગરણા કરતાં વિતાવવો જોઈએ. (૮૦)
છે જે છે છે જિણધમો)