________________
Fo૮ (દેશાવકાશિક પૌષધ વ્રત : એક સમીક્ષા)
દસમા દેશાવકાશિક પૌષધ તથા અગિયારમા પ્રતિપૂર્ણ પૌષધ વ્રતના વિષયમાં આગમિક સુસ્પષ્ટ વ્યાખ્યા ઉપલબ્ધ છે. પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પરંપરાથી એની તર્ક-પુરસ્સર વિવેચના તથા અનુપાલના ચાલી આવે છે, છતાં વર્તમાનમાં કેટલાક મહાનુભાવ દેશાવકાશિક પૌષધ તથા પ્રતિપૂર્ણ પૌષધના આગમ અભિપ્રાયના પ્રતિકૂળ મનઃ કલ્પિત વ્યાખ્યા કરતા રહે છે.
એમની વિચારણા અનુસાર દસમું પૌષધ વ્રત નથી, તે માત્ર દેશાવકાશિક વ્રત છે. જે છઠ્ઠા વ્રતનો સંકોચ માત્ર છે. તેથી તિવિહાર ઉપવાસ કરનાર વ્યક્તિને પણ પ્રતિપૂર્ણ પૌષધ જ કરવો જોઈએ. દસમા પૌષધની સંજ્ઞાનું કોઈ પૌષધ વ્રત નથી હોતું.
પરંતુ એમની આ વિચારણા આગમથી કિંચિત્ (રા) પણ સિદ્ધ નથી હોતી. તીર્થકર ભગવંતોએ શ્રાવક વ્રત નિરૂપણ પદ્ધતિમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અગિયારમા-દસમા બંને જ પૌષધ વ્રત બની શકે છે. - આ પ્રતિપાદનમાં અગિયારમા પૌષધ વ્રતના પ્રત્યાખ્યાન પાઠમાં આગળ પાંચ મર્યાદાઓ પર ધ્યાન આપવું અપેક્ષિત છે, જેમના પાલનથી જ અગિયારમું પૌષધ વ્રત થઈ શકે છે. તે પાંચ મર્યાદાઓ-પ્રતિજ્ઞાઓ નીચે મુજબ છે : | પહેલી પ્રતિજ્ઞા લઈ પvi gીફ 'ના ત્યાગની છે. બીજી અબ્રહ્મચર્ય સેવનથી નિવૃત્તિની છે. ત્રીજી અમુક મણિ સુવર્ણના ત્યાગની છે. ચોથી માળા વણગ વિલેપનના ત્યાગની છે અને પાંચમી પ્રતિજ્ઞા શસ્ત્ર-મૂસલ (સાંબેલું) વગેરે સાવદ્ય યોગના ત્યાગની છે. આ પાંચ પ્રતિજ્ઞાઓનો ઉલ્લેખ શ્રાવકના અગિયારમા વ્રતના મૂળ પાઠમાં સ્પષ્ટ છે. તેથી શાસ્ત્રાજ્ઞાની આરાધના કરનાર શ્રાવક પોતાની મનગમતી રીતથી આ પાંચ વાતોમાંથી કોઈનું પણ સેવન નથી કરી શકતો. જો કોઈ કહે કે પહેલી પ્રતિજ્ઞા, જે મસા પાઈ રવાન્ન સાફ'ની છે એમાં પાણીની છૂટ રાખીને અગિયારમાં પૌષધ વ્રતથી પ્રત્યાખ્યાન કરીએ તો શું આપત્તિ છે? પરંતુ આ પાણીની છૂટ શાસ્ત્રકારોએ નથી આપી, કોઈ પોતાની ઇચ્છાથી છૂટ કરે છે, તો મૂળ પાઠથી વિપરીત સ્થિતિ બને છે. જો એવી ઈચ્છાનુસાર છૂટ લેવા માંડે તો બીજી વ્યક્તિ કહેશે કે - “તમે મૂળ પાઠમાં છૂટ ન હોવા છતાંય પણ છૂટ રાખીને એ જ મૂળ પાઠમાં પૌષધ વ્રતનું પચ્ચકખાણ કર્યું.” તો જેમ તમને પાણીની છૂટ રાખી છે, એમ હું આહારની છૂટ રાખીને અગિયારમું પૌષધ વ્રત એ જ મૂળ પાઠથી પચ્ચકખાણ લઉં. ત્રીજો કહેશે કે - “તમે બંનેએ આહાર-પાણીની છૂટ રાખીને અગિયારમું પૌષધ પચ્ચખાણ તો હું ચારેય આહારની છૂટ રાખીને અગિયારમું પૌષધ કરી લઉં.” તો અન્ય કહેશે કે – “જ્યારે તમે લોકોએ આહારની છૂટ રાખીને પૌષધ પચ્ચકખાણ તો હું અબ્રહ્મચર્યની છૂટ રાખીને શું કામ અગિયારમું પૌષધ પચ્ચકખાણ લઉં !” Koo એ
છે તે જિણધમ્મો