________________
આમ, મૂળ પાઠની શરતોને ઇચ્છાનુસાર તોડી પ્રારંભ કરશે તો કોઈ શરત કે નિયમને તોડશે, તો કોઈ નિયમને તોડીને અગિયારમા પૌષધના પાઠથી પ્રત્યાખ્યાન કરશે. આમ, પ્રભુ દ્વારા પ્રતિપાદિત અગિયારમું વ્રત જ અસ્તવ્યસ્ત થઈ જશે. પછી તો ભગવાનના અભિપ્રાયના વ્રતમાં ન રહીને વ્યક્તિ પોતાના અભિપ્રાયાનુસાર વ્રતોની વ્યાખ્યા કરવા લાગશે. આ ચક્ર વધુ વધી જશે તો એવો તર્ક આપનાર પણ મળી જશે કે જ્યારે અગિયારમા વ્રતના નિયમોને સ્વેચ્છાથી તોડીને પૌષધ લઈ શકાય છે તો આપણે બાર વ્રતોના નિયમોને તોડીને સ્વેચ્છાથી વ્રત ગ્રહણ કરશે. આમ, બધી અસ્ત-વ્યસ્તતા તથા આગળ ચાલીને ઉસૂત્ર પ્રરૂપણની સ્થિતિ પણ બની જશે. જ્યારે જ્ઞાનીજનોનું કથન છેકે ભગવાનની વાણીના વિપરીત ઉસૂત્ર પ્રરૂપણથી વધીને કોઈ મોટું પાપ નથી. એવું કરવાની અપેક્ષા ઈમાનદારીનો નિયમ છે કે તે સ્વયં ભગવાનની આડ (સોગંધ) ન આપીને એ કહે કે હું મન કલ્પિત વાતો પર ચાલુ છું. તો છતાંય કેટલીક સચ્ચાઈ તથા નૈતિકતા તો રહેશે. પણ આડશ તો ભગવાનની આજ્ઞાની આપો અને કાર્ય પોતાની મન-કલ્પિત ધારણા અનુસાર કરીએ તો એવું કરવું સ્વયં તથા પર બંને સાથે વિશ્વાસઘાત કરવા સમાન છે. તેથી સુજ્ઞ પુરુષોએ દિવસ-રાત અહોરાત જેની સંજ્ઞા છે એની અનુસાર પાંચેય શરતોનું પાલન કરો એ જ અગિયારમા પ્રતિપૂર્ણ પૌષધથી પ્રત્યાખ્યાન કરીએ. ત્યારે જ ભગવદાશાની આરાધનાનો પ્રસંગ બનશે.
રહ્યો પ્રશ્ન તિવિહાર ઉપવાસના રોજ પૌષધ પચ્ચખાણનું. એ પૌષધ માટે જ્ઞાનીઓએ દસમા દશાવકાશિક વ્રતના માધ્યમથી પચ્ચકખાણનું સ્વરૂપ ઉપસ્થિત કર્યું છે. જેમ પાણી પીવું છે એ જ રીતે કદાચ પ્રાસુક અન્નજળ લઈને કરવામાં આવતું પૌષધ (દયા વ્રત) પણ દસમા વ્રતની અંતર્ગત છે. “ભગવતી સૂત્ર'ના બારમા શતકના પ્રથમ ઉદ્દેશ્યમાં સ્પષ્ટ બે પૌષધનો ઉલ્લેખ છે. એક તો ખાતા-પીતા પૌષધનું અને બીજા અસણાદિકના ત્યાગના પૌષધનું. “ભગવતી સૂત્ર’ના મૂળ પાઠના અભિપ્રાયાનુસાર શ્રાવક વર્ગને ખાતા-પીતા દસમાંથી તથા અસણાદિક ત્યાગ રૂપ પૌષધને અગિયારમા વ્રતથી પચ્ચકખાણ લેવું શાસ્ત્ર સંમત છે.
દસમા દશાવકાશિક વ્રતમાં ખાતાં-પીતાં પૌષધના અતિરિક્ત (સિવાય) ઘણા ત્યાગો પ્રત્યાખ્યાનોના પણ સમાવેશ છે. જેનું વિવેચન આચાર્ય શ્રી જવાહરલાલજી મ.સા.એ શિક્ષા વ્રતની વ્યાખ્યાના ઉપલક્ષ્યમાં પ્રતિપાદિત કર્યું છે. ત્યાંથી જોઈ શકાય છે કે, આ દસમું વ્રત માત્ર છઠ્ઠા વ્રતનો જ સંકોચ નથી. મુખ્યત્વે છઠ્ઠા અને સાતમા વ્રતનો સંકોચ છે અને ઉપલક્ષણથી પાંચેય અણુવ્રત અને ગૌણ રૂપથી આઠમા વ્રતનું પણ સંકુચન છે. આ વાતને પણ સ્પષ્ટ સમજી લેવું આવશ્યક છે કે જો પ્રભુ મહાવીરને દસમા વ્રતમાં સ્થૂળ તથા સૂક્ષ્મ હિંસા વગેરેના ત્યાગની સાથે-સાથે અન્ય પાપોના ત્યાગનો અભિપ્રાય નથી હોતો, માત્ર છઠ્ઠા વ્રતની દિશાના સંકોચનો જ અભિપ્રાય હોત તો આની ગણતરી છઠ્ઠા પછી સાતમા નંબર ઉપર થઈ જતી કે આઠમા પછી નવમા નંબર ઉપર થઈ જતી. સામાયિકનું દસમું તથા અગિયારમું પ્રતિપૂર્ણ પૌષધ વ્રત થઈ જતું. પણ એવું ભગવાને નથી કર્યું, પરંતુ ભગવાને શિક્ષાવ્રતની દષ્ટિએ ચાર વ્રતોનું પ્રતિપાદન કર્યું. એ પ્રતિપાદનથી સામાયિક વ્રત તથા દસમા [ દશાવકાશિક પૌષધ વ્રત એક સમીક્ષા
શoo૫)