________________
શકતા, તે એકાશન કરીને આ વ્રતનું પાલન કરે છે. પરંતુ એકાશનમાં ભોજન વિશેષ સ્વાદિષ્ટ અને ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર ન હોય, અન્યથા તે દયાવ્રત લોકોની દષ્ટિમાં ઉપહાસનો વિષય બની જાય છે.
આ પ્રકારના દયા દ્રતને શાસ્ત્રકારોએ એક પ્રકારનું પૌષધ વ્રત જ માન્યું છે, કારણ કે થોડું ખાઈ-પીને શરીરને ભાડે આપીને પણ દયાવતી આસ્ત્રવોથી વિરત થઈને ધર્મનું પોષણ કરે છે, સામાયિક સાધના વગેરે ધર્મ-ધ્યાનમાં રત રહે છે, તેથી પૌષધની કોટિમાં આવી જાય છે, પૌષધની વ્યાખ્યા કરતાં “આવશ્યક સૂત્ર'ના વૃત્તિકારે કહ્યું છે -
“पोषं पुष्टि प्रकर्षाद् धर्मस्य धत्ते करोतीति पौषधः" અર્થાત્ - જે પ્રકર્ષે રૂપથી ધર્મની પુષ્ટિ કે પોષણ કરે છે તે પૌષધ છે અથવા -
पोसेइ कुसलधम्मे, जंताहारादि चागाणुट्ठाणं ।
इह पोसहोत्ति भण्णति, विहिणा जिणमासिण य ॥ આહાર વગેરે કરીને પણ એ પ્રાણાતિપાત વગેરેથી વિરમણના શુભ અનુષ્ઠાન દ્વારા કુશળ ધર્મનું પોષણ આપે છે, તેથી જિનેન્દ્ર ભાષિત વિધિથી આને પણ આચાર્ય પૌષધ કહે છે.
પૂર્વકાળમાં આ પ્રકારનું પૌષધ હોવાનું પ્રમાણ “શ્રી ભગવતી સૂત્ર'ના ૧૨મા શતકના પ્રથમ ઉદ્દેશકમાં શંખજી અને પોખલીજી શ્રાવકના અધિકારમાં જોવા મળે છે. જેમણે આહાર કરીને પખી પૌષધ કર્યું હતું. આ પૌષધને કરવા માટે પાંચ આસ્રવ દ્વારના સેવનનો ત્યાગ કરીને સામાયિક વગેરેમાં સમય લગાવવો જોઈએ. દિવસ-રાતભરમાં ઓછામાં ઓછા ૧૧ અને વધુમાં વધુ યથા શક્ય સામાયિક કરવાની પરિપાટી છે. શ્રાવક એ દિવસ પૌષધ વ્રતીની જેમ જ પ્રતિલેખન, પ્રમાર્જન, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ સહિત પોતાની દિનચર્યા રાખે છે. એ દિવસ આહાર, નિહાર, શયન વગેરે બધી ચર્યા સાધુની જેમ યતનાથી કરે છે. રાત્રિની ચર્ચા પણ ચૌવિહાર કરીને સામાયિક, સ્વાધ્યાય, પ્રતિક્રમણ, આત્મચિંતન, યતનાપૂર્વક શયન અને પરમેષ્ઠી મંત્રનો જાપ વગેરેમાં વિતાવો.
આમ, પાંચ અણુવ્રતોના પાલન, પાંચ આસ્ત્રવોના સેવનનો ત્યાગ તથા સંવર ગ્રહણ રૂપમાં પૂરા દિવસ-રાતના દેશાવકાશિક વ્રતનું સ્વરૂપ છે.
આ પ્રકારના દેશાવકાશિક વ્રતના પાલનથી એક પ્રકારનાં મહાવ્રતોની જેવી સાધના થઈ જાય છે, કારણ કે જેટલી ગમનાગમનની રાખી છે, એના ઉપરાંત શ્રાવકના સ્થૂળ-સૂક્ષ્મ બધાં પાપોનો ત્યાગ થઈ જાય છે. આ વાતને આચાર્ય સમતભદ્ર “રત્નકરંષ્ઠશ્રાવકાચાર'માં આ પ્રમાણે કહ્યું છે -
“सीमान्तानां परतः स्थूलेतर पंच पाप संत्यागात् । ટેશાવાશન ૨ મહાવ્રતાનિ પ્રસાધ્યને !”
- શ્લોક-૯૫
(oo૨)
00000 જિણધમો)