________________
મર્યાદા કરે છે. આ ત્રણેય આજીવિકા સંબંધી કાર્ય છે. સાતમા વ્રતમાં ૧૫ પ્રકારના કર્માદાન રૂપ આજીવિકાનાં કાર્યોનો તો શ્રાવકે સર્વથા ત્યાગ કરવો જ પડે છે. શેષ જે કાર્ય રહે છે, એમના વિષયમાં પણ પ્રતિદિન મર્યાદા કરો. દેશાવકાશિક વ્રતની બીજી વ્યાખ્યા : - જેમ ૧૪ નિયમોનું ચિંતન કરીને પ્રત્યેક નિયમના વિશે દૈનિક મર્યાદા નિશ્ચિત કરવામાં આવે છે, દ્રવ્ય અને ક્ષેત્રથી પણ છઠ્ઠા-સાતમા વ્રતમાં સ્વીકૃત મર્યાદામાં સંકોચ કરવામાં આવે છે, એ જ રીતે અણુવ્રતોની સ્વીકૃત મર્યાદામાં કાળની સીમા નક્કી કરીને એક દિવસ-રાત માટે પાંચ આસ્રવ સેવનનો ત્યાગ કરવો, પણ દેશાવકાશિક વ્રતમાં પરિગણિત થાય છે. આનું પ્રચલિત નામ દયા વ્રત કે છ કાયા વ્રત છે.
દયા કે છ કાય વ્રત સ્વીકાર કરવા માટે કરવામાં આવતા પ્રત્યાખ્યાન જેટલા કરણ અને યોગથી ચાહે (જોઈએ) એટલા કરણ કે યોગથી કરવામાં આવે છે. કોઈ બે કરણ ત્રણ યોગથી પાંચ આસ્રવ દ્વારોનું સેવન કરવાનો ત્યાગ કરે છે. અર્થાત્ એ પ્રતિજ્ઞા કરે છે કે - “મન, વચન, કાયાથી પાંચ આર્ટ્સવોનું ન તો સેવન કરીશ, ન બીજાઓથી કરાવીશ.” આ પ્રકારની પ્રતિજ્ઞા કરનાર વ્યક્તિએ જેટલા સમય માટે પ્રતિજ્ઞા લીધી છે, એટલા સમય સુધી તો સ્વયં જ વેપાર, કૃષિ કે અન્ય આરંભ-સમારંભનું કાર્ય કરી શકે છે અને ન અન્યથી કહીને જ કરાવી શકે છે. પરંતુ આ પ્રકારની પ્રતિજ્ઞા કરનાર વ્યક્તિ માટે જે વસ્તુ બની છે, એ વસ્તુનો ઉપયોગ કરવાથી એની પ્રતિજ્ઞા નથી તૂટતી.
આ વ્રતને એક કરણ ત્રણ યોગથી પણ સ્વીકાર કરી શકાય છે. જે વ્યક્તિ એક કરણ, ત્રણ યોગથી આ વ્રતનો સ્વીકાર કરે છે તે સ્વયં તો આરંભ-સમારંભ નથી કરી શકતા, પણ જો બીજાથી કહીને આરંભ-સમારંભ કરાવે છે. તો એવું કરવાથી એનો વ્રતભંગ નથી થતો, કારણ કે એણે બીજાઓથી આરંભ-સમાર મ કરાવવાનો ત્યાગ નથી કર્યો.
આ વ્રતને એક કરણ અને એક યોગથી પણ સ્વીકાર કરી શકાય છે. એવા પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિ શરીરથી જ આરંભ-સમારંભનું કાર્ય નથી કરી શકતી. મન અને વચનના સંબંધમાં તો એણે ત્યાગ જ નથી કર્યો, ન કરાવવા કે અનુમોદનનો જ ત્યાગ કર્યો છે. દેશ-પૌષધ :
આચાર્યો આ વ્રતનો દેશ-પૌષધનું રૂપ આપ્યું છે. જે લોકો ચૌવિહાર ઉપવાસ સહિત પૌષધ કરે છે, એમનું તો અગિયારમું પ્રતિપૂર્ણ પૌષધોપવાસ વ્રત થઈ જાય છે, પરંતુ જે એવું ન કરીને તિવિહાર ઉપવાસ કરે છે અર્થાત્ ઉપવાસ કરીને સાથે દિવસના સમયે પ્રાસુક પાણીનો ઉપવાસ કરે છે, એમના આ દેશાવકાશિક વ્રતને દેશ-પૌષધ કહ્યો છે અને આને દસમા વ્રતમાં પરિગણિત કર્યું છે. પરંતુ જે નિરાહાર નથી રહી શકતા, તે આયંબિલ, એકાશન વગેરે કરીને પણ આ વ્રતનું પાલન કરે છે. જે કોઈ કારણવશ રસહીન ભોજન નથી કરી [ દશાવકાશિક વ્રત કરનારી
)