________________
અર્થાત્ - (૧) સચિત્ત વસ્તુ, (૨) દ્રવ્ય, (૩) વિગય, (૪) જૂતાં-પાવડી, (૫) મુખવાસ (પાન), (૬) વસ્ત્ર, (૭) પુષ્પ (સુગંધિત તેલ વગેરે), (૮) વાહન, (૯) શયન, (૧૦) વિલેપન, (૧૧) બ્રહ્મચર્ય, (૧૨) દિશા, (૧૩) સ્નાન, (૧૪) ભોજન - આ ચૌદ શરીર સંબદ્ધ ઉપભોગ્ય-પરિભોગ્ય પદાર્થોની એક દિવસ માટે ઓછામાં ઓછી સીમા કરવી ચૌદ નિયમનું ચિંતન છે.
(૧) સચિત્ત : સચિત્તથી મતલબ એ વસ્તુઓથી છે જે એકેન્દ્રિય સચિત વસ્તુઓ શ્રાવક ઉપભોગમાં લે છે, કારણ કે દીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના ત્રસ જીવોના માંસ, ઈંડાં, લોહી કે અંગોપાંગ વગેરેનો તો જિંદગીમાં કદી સેવન નથી કરતો, એમનો સર્વથા ત્યાગ થાય છે. રહ્યો એકેન્દ્રિય સ્થાવર જીવોનો ઉપભોગ, જે એને અનાજ, પાણી, શાકભાજી, ફળ વગેરેના રૂપમાં કરવો પડે છે, તે એકેન્દ્રિય સચિત્ત પાંચ પ્રકારના છે -
૧. પૃથ્વી : બધા પ્રકારની સચિત્ત માટી. ૨. પાણી : કાચું પાણી. 3. વનસ્પતિ : સાગ-શાકભાજી, ફૂલ, ફળ, પત્તાં, ધાન્ય, અનાજ, બીજ વગેરે ૪. વાયુ ? પંખો વગેરે અને ૫. અગ્નિ ઃ હીટર, ભઠ્ઠી, સગડી વગેરે.
સચિત્ત વસ્તુઓનો યથાશક્તિ ત્યાગ કે અમુક મર્યાદા કરે કે હું આજ આટલાઆટલા સચિત્ત પદાર્થ અને આટલી માત્રા-વજનથી વધુ ઉપયોગમાં નહિ લઉં.
(૨) દ્રવ્ય : દ્રવ્યનો અર્થ અહીં ભોજ્ય પદાર્થોથી છે. ભોજનના રૂપમાં જે પદાર્થ અચિત્ત બનાવીને તૈયાર કરવામાં આવે છે, તે દ્રવ્ય કહેવાય છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં મિલાવી દેવાથી પણ તે એક જ દ્રવ્ય કહેવાશે. જેમ કે દૂધ એક દ્રવ્ય છે, પરંતુ ખીર બનાવી લેવાથી એમાં ચોખા-ખાંડ વગેરે બીજાં દ્રવ્યો ભળી (મિલાવી દેવાથી) જવાથી પણ તે “ખીર” નામનું દ્રવ્ય માનવામાં આવશે. રોટલી, બાટી, પૂરી વગેરે અલગ-અલગ પ્રકારનાં દ્રવ્યો માનવામાં આવશે. આમ, દ્રવ્યોના વિષયમાં મર્યાદા કરીએ કે હું આ જ આટલાં દ્રવ્યોથી વધુ દ્રવ્યો કામમાં નહિ લઉં. આ મર્યાદા માત્ર ખાન-પાન વિષયક દ્રવ્યોની હોય છે.
(૩) વિષય : જે પદાર્થ શરીરમાં વિકૃતિ પેદા કરે છે, એમને વિગય કહે છે. દૂધ, દહીં, ઘી, તેલ અને મીઠાઈ એ પાંચ સામાન્ય વિગય છે. આ પદાર્થોમાં જેટલાનો ત્યાગ કરી શકાય, એટલાનો કરો, અથવા મર્યાદા કરો કે હું અમુક-અમુક પદાર્થ કામમાં નહિ લઉં અથવા અમુક પદાર્થ આટલા વજનથી વધુ કામમાં નહિ લઉં.
મધ અને માખણ એ બે વિશેષ વિગય છે. એમનો નિષ્કારણ ઉપયોગ કરવાનો ત્યાગ કરો અને સકારણ ઉપયોગ કરવાની મર્યાદા કરો. મધ તથા માંસ મહા વિગય છે – શ્રાવકે આમનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. [ દેશાવકાશિક વ્રત છે
છે ૬૯)