________________
અર્થાત્ સાતમા ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં જે ઉપભોગ-પરિભોગ્ય વસ્તુઓને અત્યાજય સમજી રાખ્યું છે, એ વસ્તુઓના સંબંધમાં પહેલી કરેલી સીમામાં એક દિવસરાત માટે પોતાની શક્તિ જોઈને પુનઃ સીમા કરવી જોઈએ. અર્થાત્ પૂર્વકૃત સીમામાં પણ પ્રતિદિન કમી (ઓછું) કરવી જોઈએ. આમ, જે પરિમિત ભોગોથી સંતુષ્ટ થઈ જાય છે, તે સહજ સ્વાભાવિક રૂપથી ઘણાયે ભોગોને (જે પ્રતિદિન ઉપભોગમાં નથી આવતા) છોડી દે છે. ઘણીયે ભોગપભોગ્ય વસ્તુઓને પ્રતિદિનના નિયમ ચિંતનપૂર્વક છોડવાથી એ પૌલિક વસ્તુઓની પરાધીનતા અને ગુલામી છૂટી જાય છે અને ગુલામી છૂટી જાય છે અને આત્મામાં સ્વતંત્ર જીવવાની શકિત સ્કુરિત થાય છે. આ પ્રકારની શકિત હુરિત કરવા તથા આત્મશક્તિ પ્રગટ કરવામાં પ્રતિદિન ચૌદ નિયમોની ચિંતનપૂર્વક સીમા નિર્ધારિત કરવાની પદ્ધતિ જે દેશાવકાશિક વ્રતથી ઉદ્ભૂત થાય છે, ખૂબ જ સહાયક છે.
દેશાવકાશિક વ્રતમાં ઉપભોગ્ય-પરિભોગ્ય પદાર્થોની મર્યાદા ઘટાડવાના “આવશ્યક સૂત્ર'ની વૃત્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ત્યાં કહ્યું છે -
"दिग्व्रत संक्षेप करणमणुव्रतादि संक्षेपकरणस्याप्युपलक्षणं दृष्टव्यम्, तेषामपि સંક્ષેપરચાવડ્યું ર્તવ્યત્વાન્ !'
- આવશ્યક વૃત્તિ. અર્થાત્ દશાવકાશિક વ્રતમાં દિવ્રતની મર્યાદાનો સંક્ષેપ કરવો મુખ્ય છે, પરંતુ ઉપલક્ષણથી અન્ય અણુવ્રતોને પણ અવશ્ય સંક્ષેપ કરવો જોઈએ. આ કથનથી સ્પષ્ટ છે કે જે વ્રતમાં જે મર્યાદા રાખી છે, એ બધી મર્યાદાઓને ઓછી કરવી, આવશ્યકતાથી વધુ રાખેલી મર્યાદાને એક દિવસ-રાત માટે પરિમિત કરી લેવી, પણ દેશાવકાશિક વ્રત છે. ઉદાહરણાર્થ ચોથા અણુવ્રતમાં સ્વદાર વિષયક જે છૂટ રાખી છે, એને પણ હટાવવી, પહેલા, બીજા, ત્રીજા અણુવ્રતમાં રાખેલી સૂમ હિંસા, સૂક્ષ્મ અસત્ય, સૂક્ષ્મ ચોરીની છૂટનો પણ એક દિવસ-રાત માટે સર્વથા ત્યાગ કરવો, પાંચમા અને સાતમા વ્રતમાં રાખેલી મર્યાદાને ઘટાડવી. આમ, વ્રતગ્રહણના સમયે જે-જે મર્યાદા રાખી છે, એમને એક દિવસ-રાત માટે ન્યૂનતમ (ઓછામાં ઓછી) કરી નાખવી દેશાવકાશિક વ્રત છે.
વિવેકી શ્રાવક પ્રતિદિન આ વાતનો મનોરથ કરે છે કે - “મારા આત્મામાં એટલી શક્તિ પેદા થઈ જાય કે હું આરંભ પરિગ્રહનો સર્વથા ત્યાગ કરી નિગ્રંથ અણગાર બનું. પરંતુ
જ્યાં સુધી આટલી શક્તિ પ્રગટ ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછા એક દિવસ-રાત માટે ન્યૂનતમ આવશ્યકતાઓથી પોતાનું કામ ચલાવીને આત્મ-ચિંતન દ્વારા આત્મશક્તિ વધારવામાં વધુ સમય આપું. ગૃહસ્થાશ્રમમાં રહેતાં-રહેતાં પણ ત્યાગમાર્ગ અપનાવું.” આ ભાવના અનુસાર શ્રાવક વ્રતગ્રહણના સમયે રાખેલી મર્યાદામાં પ્રતિદિન કમી (ઓછી) કરે છે. આચાર્યોએ ચૌદ નિયમોના ચિંતનનો ક્રમ આ પ્રમાણે બતાવ્યો છે - - સવિત હેલ્થ-વા-પન્ની-તાંબુન્ન-વસ્થ-સુને !
વી-સUT-વિન્નેવ-વ-વિશિ-નહા-મત્તે શું છે (os) છે. જેની છેજિણધો]