________________
(૪) સાવધ ક્રિયાઃ શરીરથી પાપજનક ક્રિયા કરવી, ઇશારો કરવો, ઘરની દેખરેખ કરવી વગેરે.
(૫) આલંબન : કોઈ કારણ વગર દીવાલ વગેરેનો સહારો લઈને બેસવું. (૬) આકુંચણ પ્રસારણ : કોઈ કારણ વગર હાથ-પગ સંકોચવા કે ફેલાવવા. (૦) આળસ : સામાયિકમાં બેઠેલાએ આળસ લેવી. (૮) મોડન : સામાયિકમાં હાથ-પગની આંગળીઓ ચટકાવવી. (૯) મળ દોષ : સામાયિકમાં બેઠા-બેઠા શરીર ઉપરથી મેલ ઉતારવો.
(૧૦) વિમાસન : કપાળ પર હથેળી રાખીને શોકગ્રસ્તની જેમ બેસવું કે વગર પૂછે શરીર ખણવું.
(૧૧) નિદ્રા : સામાયિકમાં ઊંઘ લેવી.
(૧૨) વૈયાવૃત્ય કે કંપનઃ સામાયિકમાં બેઠેલા અકારણ જ બીજાથી સેવા કરાવવી અથવા સ્વાધ્યાય કરતા સમયે માથું હલાવવું કે ઠંડી-ગરમીના કારણે કાંપવું.
આમ, મનના ૧૦ દોષો, વચનના ૧૦ દોષો અને શરીરના ૧૨ દોષો છે. આ ૩૨ દોષોથી બચવું સામાયિકના સાધક માટે આવશ્યક છે. આ મન-વચન-કાયાની શુદ્ધિથી સામાયિક વિશુદ્ધ થાય (તોય) છે. સામાયિક વ્રતના અતિચાર :
સામાયિક વ્રતમાં શ્રાવકના સામે અનેક પડકારો પેદા થઈ શકે છે. એમનાથી એણે સાવધાન રહેવું જોઈએ. તે અતિચાર જે સામાયિકને દૂષિત કરનારા છે, એમનાથી બચવું જોઈએ. સામાયિક વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે :
(૧) મન દુપ્પણિધાન, (૨) વચન દુપ્પણિધાન, (૩) કાય દુષ્પણિધાન, (૪) સામાયિક સ્મૃતિભ્રંશ અને (૫) સામાયિક નવસ્થિતિ.
(૧) મન દુપ્રણિધાન : સામાયિકના ભાવોથી બહાર મનને દોડાવવું, સાંસારિક પ્રપંચો તથા કાર્યોનો દુર્વિકલ્પ મનમાં કરવો, તે મન દુપ્પણિધાન નામનો અતિચાર છે.
(૨) વચન દુષ્મણિધાન : સામાયિકના સમયે કટુ, કર્કશ, નિષ્ફર કે અસભ્યઅપશબ્દ બોલવાં તે વચન દુષ્મણિધાન છે.
(૩) કાયા દુપ્રણિધાન : સામાયિકમાં કાયાને વારંવાર હલાવવી, કાયાથી કુચેષ્ટા કરવી, અકારણ શરીરને સંકોચવું, ફેલાવવું વગેરે કાયા દુષ્પણિધાન છે. | (૪) સામાજિક સ્મૃતિ ભ્રંશ : સામાયિક ગ્રહણ કરી છે. આ વાતને ભૂલી જવી કે સામાયિક કરવી જ ભૂલી જવું. દૂ ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત છે જ છે જે ભos૫)