________________
(૨) ક્ષેત્ર શુદ્ધિ : સામાયિક કરવાનું સ્થાન શુદ્ધ હોવું જોઈએ. ગંદા, અશાંત, કોલાહલપૂર્ણ, આવાગમનવાળા, વિકારવર્ધક, લેશોત્પાદક અને ચિત્તને ચંચળ બનાવનાર સ્થાન માટે સારું નથી. એકાંત અને શાંત સ્થાનમાં સામાયિક કરવું જોઈએ. ધર્મ સ્થાનક વગેરે સ્થાન સમાયિક સાધના માટે ઉપયુક્ત છે.
(૩) કાળ શુદ્ધિ : સામાયિક માટે યોગ્ય સમય અને ઉપયુક્ત અવસરનો વિચાર કરવો આવશ્યક છે. સમય અને અવસરનો વિચાર ન રાખીને સામાયિક કરીને બેસવાથી અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ હોઈ શકે છે અને ચિત્ત સ્થિર તથા શાંત નથી રહેતું. તેથી સામાયિકનો કાળ પણ શુદ્ધ હોવો જોઈએ. બીમારની સેવા વગેરે જવાબદારીથી છુટકારો મેળવવા માટે સામાયિકમાં બેસી જવું પણ ઠીક નથી.
(૪) ભાવ શુદ્ધિ : ભાવ શુદ્ધિથી મતલબ છે મન, વચન અને કાયાની એકાગ્રતા જ્યાં સુધી તન, મન અને વચનની એકાગ્રતા ભંગ કરનારા અને મલિનતા પેદા કરનારા દોષોનો ત્યાગ નથી કરવામાં આવતો, ત્યાં સુધી ભાવ શુદ્ધિ નથી થઈ શકતી. ભાવ શુદ્ધિ માટે મન, વચન, કાયાથી લાગનારા સામાયિકના ૩૨ દોષોને જાણવા તથા એનાથી બચવું આવશ્યક છે. બત્રીસ દોષો :
પૂર્વાચાર્યોએ સામાયિકમાં મન, વચન અને કાયાની શુદ્ધિ હેતુ ત્રણેયને કુલ ૩૨ દોષો બતાવીને એમનાથી બચવાનો નિર્દેશ કર્યો છે. આ ૩૨ દોષોમાંથી ૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના દોષ છે. મનના ૧૦ દોષોનું નિરૂપણ આ પ્રમાણે છે :
“अविवेग-जसोकित्ती लाभत्थी गव्व-भय नियाणत्थी ।
संसय रोस अविणओ अबहुमाणए दोसा भणियव्वा ॥" (૧) અવિવેક સામાયિકમાં કોઈ પ્રકારના કાર્યાકાર્ય, ઔચિત્ય, અનૌચિત્ય, સમયઅસમયનો વિચાર ન રાખવો કે સામાયિકના સ્વરૂપને સારી રીતે ન સમજવું.
(૨) યશ-કીર્તિ ઃ યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, આદર-સત્કાર વગેરેની લાલસાથી સામાયિક કરવું.
(૩) લાભાર્થ : ધન, પદ, ભૂમિ, સાધન, વ્યાપારમાં કમાઈ, નોકરીમાં બઢતી વગેરે સાંસારિક લાભથી પ્રેરિત થઈને સામાયિક કરવું.
(૪) ગર્વ : સામાયિકમાં પોતાની જાતિ, કુળ, બળ વગેરેનું અભિમાન કરવું અથવા સામાયિક ક્રિયાનો ગર્વ કરવો. જેમ કે - મારા જેવું સામાયિક કરનાર કોણ છે વગેરે. - (૫) ભય : કોઈ પ્રકારના લોકભય, રાજભય કે લેણદાર વગેરેના ભયથી સામાયિક કરવા બેસી જવું.
(૬) નિદાન : સામાયિકનું કોઈ ભૌતિક ફળ ચાહવું. જેમ કે - સામાયિકના બદલે મને અમુક સામાયિક સુખની પ્રાપ્તિ થાય. ( ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત
૬૩)