________________
(૧) દ્રવ્ય સામાયિકનો અર્થ છે - સારા-ખોટા, મનોજ્ઞ-અમનોજ્ઞ, સજીવ કે નિર્જીવ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ, ન કરતાં સમભાવ રાખવો.
(૨) ક્ષેત્ર સામાયિકનો મતલબ છે - કોઈપણ સ્થાન કે ક્ષેત્ર અનુકૂળ મળે કે પ્રતિકૂળ, બંને જ અવસ્થાઓમાં રાગ-દ્વેષ ન કરીને સમભાવ રાખવો.
(૩) કાળ સામાયિકથી અભિપ્રાય છે - ગમે તેવો કાળ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ, પોતાનો સ્વભાવ ન છોડવો. વ્યક્તિના જીવનમાં કોઈ સમયે સુખ, શાંતિ, આનંદ અને ઉલ્લાસ આવે છે તો બીજા સમયમાં દુઃખ, શોક, અશાંતિ, સંઘર્ષ અને સંક્લેશ પણ આવી શકે છે. કોઈપણ જીવ એનાથી બચી શકતો નથી. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતાં જ રહે છે. સામાયિકનો સાધક આ અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓથી ન હર્ષિત થાય છે અને ન ઉદ્વિગ્ન થાય છે. સુખ-દુઃખનાં કારણોને પોતાના અંતઃકરણમાં શોધે છે, પરિસ્થિતિઓને શ્રેય કે દોષ નથી આપતો - વસ્તુતઃ સુખ-દુઃખ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઉપર નિર્ભર નથી, પણ મનોનુભૂતિ જન્ય હોય છે. સામાયિકનો સાધક પોતાના મનને એટલું પ્રબળ બનાવી લે છે કે તે ન તો અનુકૂળતાઓમાં હર્ષિત થાય છે કે ન પ્રતિકૂળતાઓમાં ઉદ્વિગ્ન જ. બંને સ્થિતિઓમાં તે પોતાનો સમભાવ સરખો રાખે છે. આ જ કાળ સામાયિક છે. પ્રત્યેક પરિસ્થિતિમાં સમભાવના સાધકને નીચે લખેલી સ્વર્ણ સૂત્ર સુંદર પ્રેરણા આપે છે :
लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । समो जिंदा पसंसासु तहा माणावमाणओ ॥
- ઉત્તરા, અ.-૧૯, ગાથા-૯૧ લાભની પરિસ્થિતિ હોય કે અલાભની સુખમય સ્થિતિ હોય કે દુઃખમય, જીવન લાંબુ ચાલે કે આજે જ મૃત્યુ ઉપસ્થિત થઈ જાય, કોઈ નિંદા કરે કે પ્રશંસા, કોઈ સન્માન કરે કે અપમાન, બધી પરિસ્થિતિઓમાં સામાયિક સાધક સમ રહે, સ્વસ્થ અને મધ્યસ્થ રહે.
(૪) ભાવ સામાયિક : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓથી પોતાના અંતઃકરણને આપ્લાવિત કરતા રહેવું ભાવ સામાયિક છે. આચાર્ય અમિત ગતિએ ચાર ભાવનાઓની વ્યાખ્યા કરતા કહ્યું છે -
"सत्वेषु मैत्री, गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थभावं विपरीत वृत्तौ, सदा ममात्मा विदधातु देव ॥"
- પ્રાર્થના પંચવિંશતિ -૧ હે પરમાત્મા ! મારી આ ભાવના છે કે મારો આત્મા હંમેશાં પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી ભાવ, ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવ, દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ અને વિપરીત આચરણ કરનારાં વિરોધી જીવ પ્રત્યે માધ્યસ્થ ભાવ ધારણ કરે.
પવિત્ર ભાવનાઓનો આત્મા પર મહાન પ્રભાવ પડે છે. આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા માટે એ ચાર વ્યાપક શુભ ભાવનાઓ છે, જે સામાયિકના સાધકને
(૫૮) 000000000000000 જિણધમો