________________
સ્વરૂપનું ચિંતન કરવું, જપ કરવું, આનુપૂર્વી વગેરે વિવિધ માધ્યમોથી પરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરવું, આત્મામાં સમભાવની જ્યોત જગાવવી, મન-વચન-કાયાની શુદ્ધિ કરવી, વિધિપૂર્વક સામાયિક ગ્રહણ કરીને સમભાવનો અભ્યાસ કરવો દ્રવ્ય સામાયિક છે. જ્યારે ભાવ સામાયિક છે - રાગ-દ્વેષના પ્રસંગો પર સમભાવ રાખવો, રાગ-દ્વેષ રહિત હોવાનો પ્રયત્ન કરવો, સાવદ્ય યોગથી આત્માને હટાવીને સ્વ-સ્વભાવમાં રમણ કરવું. એક આચાર્ય સામાયિકનું લક્ષણ બતાવતાં કહે છે -
“समता सर्वभूतेषु संयमः शुभ भावना ।
માતૈદ્ર પરિત્યાપ્તિદ્ધિ સામયિાઁ વ્રતમ ” બધાં પ્રાણીઓ પર સમતા રાખવી, પાંચેય ઇન્દ્રિય વિષયોના નિમિત્ત મળવાથી રાગતેષ ન કરવો, સંયમ રાખવો, અંતર્હદયમાં મૈત્રી વગેરે શુભ ભાવના રાખવી અને આર્તરૌદ્રધ્યાનોનો પરિત્યાગ કરીને ધર્મધ્યાનનું ચિંતન કરવું સામાયિક વ્રત છે.
આચાર્ય હેમચંદ્ર દ્રવ્ય પ્રધાન ભાવ સામાયિકનું લક્ષણ ‘યોગશાસ્ત્રમાં આ પ્રમાણે બતાવે છે .
"त्वक्त्वार्तरौद्र ध्यानस्य, त्यक्तसावद्यकर्मणः ।
મુહૂર્ત સમતાવાતાં વિ: સામાયિક વ્રતમ્ ” ગૃહસ્થ શ્રાવકના બધા પ્રકારના આર્ત-રૌદ્ર ધ્યાન અને સાવદ્ય કાર્યોનો પરિત્યાગ કરીને એક મુહૂર્ત સુધી સમભાવમાં (આત્મ ચિંતન, સમત્વ ચિંતન તથા સ્વાધ્યાય વગેરેમાં) વ્યતીત કરવું જ ગૃહસ્થનું સામાયિક વ્રત છે. - નિષ્કર્ષ એ છે કે દ્રવ્ય ભાવયુક્ત સમત્વ સાધનાનો ઓછામાં ઓછો એક મુહૂર્ત સુધી અભ્યાસ કરવો સામાયિક છે. દ્રવ્ય સામાયિક બાહા ક્રિયાઓ તથા મન-વચન-કાયાની શુદ્ધતા સુધી સીમિત છે, જ્યારે વિષમ ભાવનો ત્યાગ કરીને સમભાવમાં સ્થિત થવું, પૌલિક પદાર્થોની મમતા હટાવીને આત્મ ભાવમાં લીન થવું ભાવ સામાયિક છે. દ્રવ્ય સાથે ભાવનો મેળ થવાથી ઉભય પક્ષીય સમ ભાવનાની સાધના પૂરી થાય છે. ત્યારે જ વ્યાવહારિક શુદ્ધિ તથા ક્રમશઃ આત્મવિકાસનું અંતિમ ધ્યેય (મંજિલ) મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. દ્રવ્ય સામાયિકની સાથે ભાવ સામાયિકનો યોગ જ સામાયિક વ્રતનું સાચું સ્વરૂપ છે. સામાયિકનાં ચાર રૂપો :
સામાયિકમાં સમભાવની સાધના જ મુખ્ય છે. વારંવારના અભ્યાસથી સામાયિકની સાધનાને સુદઢ, પરિપુષ્ટ અને સંસ્કારબદ્ધ બનાવવા એનાં ચાર રૂપો ઉપર ધ્યાન રાખવું આવશ્યક છે. તે ચાર રૂપ છે -
(૧) દ્રવ્ય સામાયિક, (૨) ક્ષેત્ર સામાયિક, (૩) કાળ સામાયિક અને (૪) ભાવ સામાયિક. [ ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત છે
પ૦)