________________
સામાયિ:
गुणानामाधारः खमिवसर्व भावनां । न हि सामायिक हीनाश्चरण गुणान्विता येन ॥”
- અનુયોગ વૃત્તિ
એ સાધના, એ વ્રત, એ અભ્યાસ એકમાત્ર સામાયિક જ છે, જેના બળ પર આત્મા વિશુદ્ધ બનીને લોકાલોક પ્રકાશક પૂર્ણ આત્મ વિકાસ રૂપ કેવળજ્ઞાન અને સર્વ કર્મક્ષયપૂર્વક મોક્ષ પ્રાપ્ત કરે છે. કહ્યું છે -
"सामायिक विशुद्धात्मा
सर्वथाघातिकर्मणः । क्षयात् केवलमाप्नोति, लोकालोक प्रकाशकम् ॥” એક અન્ય જૈનચાર્ય કહે છે -
जे केवि गया भोक्खं, जे वि य गच्छंति जे गमिस्संति । सव्वे सामाइय पभावेण મુજ્ઞેયત્રં ॥
ते
જે પણ સાધક, ભૂતકાળમાં મોક્ષે ગયા છે, વર્તમાનમાં જે મોક્ષે જઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે મોક્ષે જશે, સમજવું જોઈએ કે તે બધા સામાયિકના પ્રભાવથી જ ગયા છે, જઈ રહ્યા છે અને જશે.
એક અન્ય જૈનાચાર્યની અંતર્વાણી આ રૂપમાં પ્રસ્ફુટિત થઈ છે -
सेयंबरो य आसंबरो य, बुद्धो व तहेव अन्नो य । समभाव भावियप्पालहइ भुक्खं ન સંવેદ્દો ॥
ચાહે કોઈ શ્વેતાંબર હોય, ચાહે દિગંબર, ચાહે બુદ્ધ હોય કે કોઈ અન્ય વેશનો સાધક હોય, જેનો આત્મા સમભાવથી વાસિત હશે, તે નિઃસંદેહ મોક્ષને પ્રાપ્ત કરી લેશે.
‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૨૯મા અધ્યયનમાં સામાયિકથી થનારા લાભને પ્રશ્નોત્તર રૂપમાં આ રીતે બતાવવામાં આવ્યા છે -
પ્રશ્ન : सामाइएणं भंते ! जीवे किं जणयइ ? उत्तर * सामाइएणं सावज्जजोग विरइ जणयइ ।
શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું : “ભગવાન ! સામાયિકથી જીવને શું લાભ થાય છે ?”
જવાબમાં પ્રભુ મહાવીરે ફરમાવ્યું : “હે ગૌતમ ! સામાયિકથી આત્માને સાવધ યોગ-મન, વચન, કાયાની પાપયુક્ત પ્રવૃત્તિથી વિરતિ રૂપ મહાફળની પ્રાપ્તિ થાય છે.
એક અન્ય આચાર્યે સામાયિકની વ્યાખ્યા કરતાં કહ્યું છે -
"सामाइयं नाम सावज्ज जोग परिवज्जणं, निरवज्ज जोग पडिसेवणं च ।" સાવધ યોગનો પરિત્યાગ અને નિરવદ્ય યોગનું સેવન કરવું જ સામાયિક છે.
સામાયિકનો અર્થ અને ઉદ્દેશ્ય પ્રાણીમાત્રને આત્મવત્ સમજતા સમત્વનો વ્યવહાર કરવો છે. સમ્, આય અને ઇક્ ત્રણેય મળીને સામાયિક શબ્દ બન્યો છે. ‘સમ’નો સમતા-સમભાવ. ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત
૭૫૫