________________
આધ્યાત્મિક સુખ-શાંતિ પ્રદાન કરે છે તથા આત્માને વિશુદ્ધ બનાવવામાં સહાયક હોય છે. ઉક્ત ચાર ભાવનાઓ દ્વારા આત્મા સમભાવનો સાધક અને ઉપાસક બની જાય છે. આ ભાવ સામાયિક છે. આગાર સામાયિક અને અણગાર સામાયિક :
આધ્યાત્મિક વિકાસની ભૂમિકામાં અંતર હોવાના કારણે સાધુ-શ્રાવકની વ્રત સાધનામાં અંતર રાખવામાં આવ્યું છે. “સ્થાનાંગ સૂત્ર'માં સાધુ અને શ્રાવકની સામાયિક સાધનાના વિષયમાં કહેવાયું છે - “મારામારૂચેવ, સTIR સીમાડ્રા ચેવ ”
- સ્થાન-ર સામાયિક બે પ્રકારની છે - ગૃહસ્થની સામાયિક અને અણગાર-સાધુની સામાયિક. ગૃહસ્થની સામાયિક અલ્પકાલિક છે, જ્યારે સાધુની જીવન પર્યંત. સંપૂર્ણ સામાયિક વ્રતીના જીવનમાં પાપ-પ્રવૃત્તિ હોતી નથી. એનું સમગ્ર જીવન સામાયિકમય જ હોય છે. તે અહિંસા, સત્ય વગેરે વ્રતોનો સંપૂર્ણ પૂજારી હોય છે. આને શાસ્ત્રીય ભાષામાં પરિપૂર્ણ સામાયિક ચારિત્ર' કહેવામાં આવે છે. જે વ્યક્તિ એવું પરિપૂર્ણ, સામાયિક ચારિત્ર અંગીકાર નથી કરી શકતો તેણે ઈન્વરકાલિક સામાયિક વ્રત અંગીકાર કરવું જોઈએ. ૪૮ મિનિટના મર્યાદિત સમય સુધી કોઈ પ્રકારની પાપમય પ્રવૃત્તિ ન કરવાનું વ્રત લેવાથી એ જ્ઞાત થઈ જાય છે કે આજીવન પાપ પ્રવૃત્તિઓને છોડી દેવાનો મહિમા કેવો છે? અલ્પકાલીન વ્રત સ્વીકારથી પણ જીવનમાં શાંતિનો અનુભવ થવા લાગે છે તો યાવજીવન વ્રતનો સ્વીકાર કરવાથી મળનારી શાંતિનું તો કહેવું જ શું?
ગૃહસ્થ પોતાના દૈનિક જીવન વ્યવહારમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી પડે છે. એનું જીવન પ્રાયઃ પ્રપંચમય હોય છે. તેથી એના માટે એ આવશ્યક છે કે તે થોડો સમય એવો કાઢે જેમાં તે પોતાના આધ્યાત્મિક જીવનનું પોષણ કરી શકે. જગતનાં કાર્યો માટે ઘણો બધો સમય કાઢવો પડે છે તો આત્મિક કાર્ય માટે ૪૮ મિનિટનો સમય કાઢવો શું અનિવાર્ય નથી? વિવેકશીલ શ્રાવક અવશ્ય જ આટલો સમય આત્માના વિકાસ માટે કાઢે છે. એટલા સમયમાં તે પોતાના હૃદયમાં એટલું આત્મબળ ભરી લે છે કે દુનિયાદારીનું કાર્ય કરવા છતાંય તે આત્માથી દૂર નથી થતો. એ કાર્યોમાં તે આસક્ત અને લિપ્ત નથી રહેતો. તપ્ત લોખંડ પદન્યાસની જેમ તે સકાય પ્રવૃત્તિ કરે છે.
જેમ ઘડિયાળમાં એક વાર ચાવી ભરવાથી તે ચોવીસ કલાક સુધી ચાલ્યા કરે છે, એમ જ સામાયિક રૂપ આધ્યાત્મિક ચાવી આપવાથી દિવસભરની ક્રિયાઓમાં એની અસર થવી જોઈએ. જો એવું ન થાય તો સમજવું જોઈએ કે આપણી જીવન-ઘડિયાળમાં કોઈ ગરબડ છે. સામાયિક વ્રતનો ઉદ્દેશ્ય આ જ છે કે રોજના અભ્યાસથી આટલું આત્મબળ વિકસિત થઈ જાય, એટલો સમભાવ પેદા થઈ જાય કે તે આત્મા દુનિયાદારીની પ્રવૃત્તિઓને કરવા દૂ ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત કરે છેઆ હ૫૯)