________________
સમતાનો લાભ જેનાથી થાય તે સામાયિક છે. બધા જીવો ઉપર મૈત્રીભાવ રાખવો સામ છે. સામનો લાભ થવો જ સામાયિક* છે. પાપમય પ્રવૃત્તિઓનો પરિત્યાગ અને નિરવદ્ય યોગનું આચરણ જીવનાં આ બે પરિણામોને સમ કહે છે. એની પ્રાપ્તિ જ સામાયિકમ છે. જ્ઞાન, દર્શન, ચારિત્રને સમ કહે છે. એમાં પ્રવૃત્તિ કરવી જ સામાયિક છે.
ઉક્ત બધી વ્યુત્પત્તિઓનો આશય એક જ છે, તે છે સમતા. સમતા જ સામાયિક છે. સમભાવનું જ્ઞાન, સમભાવ પર શ્રદ્ધા તથા સમભાવનું આચરણ - એ ત્રણેય મળીને ભાવ સામાયિક છે. આચાર્ય ભદ્ર બાહુસ્વામી કૃત ‘આવશ્યક નિર્યુક્તિ'માં કહેવામાં આવ્યું છે -
"जस्स सामाणिओ अप्पा, संजमे णियमे तवे ।
तस्स सामाइयं होइ, इइ केवली भासियं ॥" જેનો આત્મા સંયમમાં, તપમાં, નિયમમાં હંમેશાં સંલગ્ન છે, એનું સામાયિક શુદ્ધ હોય છે, એવું કેવળી ભગવાને કહ્યું છે. આચાર્ય હરિભદ્ર “પંચાશક'માં લખ્યું છે -
. जो समो सव्व भूएसु, तसेसु थावरेसु य ।
तस्स सामाइयं होइ, इइ केवलि भासियं ॥ જે સાધક રસ અને સ્થાવર બધાં પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, એનું સામાયિક સાચા અર્થોમાં સામાયિક છે, એવું કેવળી ભગવાને કહ્યું છે.
“समभवो सामाइयं तण-कंचण सत्तुमित्त विरूउति ।
નિરમíાં વિત્ત, વરિય પવિત્તિપ્રહાdi a ” ચાહે તૃણ હોય કે સ્વર્ણ, શત્રુ હોય ચાહે મિત્ર, સર્વત્ર પોતાના ચિત્તને રાગદ્વેષની પરિણતિથી રહિત, શાંત તથા મધ્યસ્થ રાખવું અને પાપરહિત ઉચિત (સમભાવયુક્ત) પ્રવૃત્તિ કરવી જ સામાયિક છે કારણ કે સમભાવ જ તો સામાયિક છે. દ્રવ્ય સામાયિક અને ભાવ સામાયિકઃ
ઓછામાં ઓછા બે ઘડી (૪૮) મિનિટ માટે સ્વચ્છ નિરવદ્ય શાંત સ્થાનમાં આસન પાથરીને ગૃહસ્થ વેશનાં કપડાં ઉતારીને, મુખવસ્ત્રિકા લગાવીને, પૂજની લઈને એક જગ્યાએ બેસવું અને સમભાવનું ચિંતન-મનન કરવું, સમભાવના પરમ ઉપાસક વીતરાગ દેવના
* समस्य-रागद्वेषान्तरालवर्तितया मध्यस्थस्य आयः लाभः समायः समाय एव सामायिकम् । + सर्व जीवेषु मैत्री साम, साम्नो आयः लाभः समायः स एव सामायिकम् ।
x समः सावद्य योग परिहारः निरवद्ययोगानुष्ठानस्य जीव परिणामः तस्य आयः लाभः समायः स एव सामायिकम् ।
: समानि ज्ञानदर्शनचारित्राणि तेषु अयनं गमनं समायः स एव सामायिकम् । Ko૫) તો
જે છે તે જિણધમો)