________________
નળ વગેરેને નિમ્પ્રયોજન ચાલુ રાખવો પણ આ અનર્થદંડની અંતર્ગત આવે છે. આ અતિચારના સ્થાને ક્યાંક અસમીક્ષ્યાધિકરણ નામનો અતિચાર દૃષ્ટિગોચર થાય છે. આનો અર્થ થાય છે - વગર વિચાર્યું કોઈથી ક્લેશ કરી બેસવો, વાત-વાતમાં ઝઘડો કરી (વહોરી) લેવો, વગર વિચારે વ્યર્થની ઝંઝટ માથા પર લઈ લેવી થાય છે.
(૫) ઉપભોગ-પરિભોગાતિરિક્તતા : જે પદાર્થ ઉપભોગ-પરિભોગ વ્રત સ્વીકાર કરતા સમયે મર્યાદામાં રાખે છે, એમાં અત્યધિક આસક્ત રહેવું, એમાં આનંદ માનીને પુનઃ પુનઃ (વારંવાર) એમનો ઉપયોગ કરવો - ‘ઉપભોગ પરિભોગાતિરિક્તતા છે. વસ્તુઓનો ઉપભોગ જીવનનિર્વાહ હેતુ કરવો જોઈએ. પરંતુ એવું ન કરતાં મોજ-શોખ કે સ્વાદ માટે એમનો વારંવાર ઉપયોગ કરવાથી આ અતિચાર લાગે છે. જેમ - પેટ ઠસાઠસ ભરેલું હોવા છતાંય સ્વાદના લોભમાં આવીને વધુ ખાઈ લેવું, કપડાંઓની જરૂર ન હોવા છતાંય માત્ર ફેશનની દૃષ્ટિએ એમને વારંવાર બદલવાં, નવી-નવી ડિઝાઈનવાળા કપડાં પહેરવાં, અનાવશ્યક વારંવાર સ્નાન કરવું વગેરે આ વ્રતના અતિચારો છે.
શ્રાવકે ઓછામાં ઓછા પદાર્થોથી પોતાનો જીવનનિર્વાહ કરવો જોઈએ. ત્યારે જ તે આ અતિચારથી બચી શકે છે. તાત્પર્ય એ છે કે શરીરરક્ષા કે જીવનનિર્વાહ માટે ભોજન, વસ્ત્ર, શધ્યા (પથારી) વગેરે પદાર્થોનો ઉપભોગ અર્થદંડ છે. જ્યારે રસાસ્વાદ, ફેશન-વિલાસ, મોટાઈનું પ્રદર્શન કે મોજ-શોખ માટે ભોજન, વસ્ત્ર, શય્યા વગેરેનો ઉપભોગ કરવો અનર્થદંડ છે.
અનર્થદંડ વિરમણ વ્રતથી શ્રાવકના જીવનમાં ઘણી જ શુદ્ધિ આવી જાય છે. જેમ ખેડૂત ખેતી કરતા પહેલાં ખેતરમાં ઊગેલા નિરર્થક ઘાસ-નિંદામણ, ઝાડ-ઝાંખરાંને ઉખાડી ફેંકે છે ત્યારે જ એમાં બીજ વાવવાથી સુંદર ખેતી થઈ શકે છે, એમ જ ગૃહસ્થ સાધકે સામાયિક વગેરેની સાધના કરતાં પૂર્વે અનર્થદંડના ઘાસ-ક્સને ઉખાડી ફેંકવા જોઈએ. ત્યારે જ સમભાવ વગેરેના બીજ હૃદયભૂમિમાં વાવવાથી આત્મવિકાસનો સુંદર પાક લહેરી ઊઠે છે.
( ચાર શિક્ષાવત - સામાયિક વ્રત)
ગૃહસ્થ શ્રાવક પાંચ મૂળ અણુવ્રતોને અને એમને પુષ્ટ કરનાર ત્રણ ગુણવ્રતોનો સ્વીકાર કરીને પોતાના જીવનરૂપી વટવૃક્ષને હરિયાળું, પુષ્પિત, ફલિત, છાયાવાન અને રમણીય બનાવી લે છે. એના જીવનમાં આ આઠ વ્રતો દ્વારા ત્યાગ વૃત્તિ આવી જાય છે. પાંચ અણુવ્રતો દ્વારા તે હિંસા વગેરે આસ્ત્રવોના મહાપાપનો ત્યાગ કરી દે છે. ભૌતિક પદાર્થોમાં આનંદ માનવો છોડીને જીવનનિર્વાહ માટે સીમિત પદાર્થોનો ઉપભોગ-પરિભોગ સ્વીકાર કરે છે, ક્ષેત્ર મર્યાદિત કરે છે અને એમાં પણ નિરર્થક હિંસા વગેરેનો ત્યાગ કરે છે, પોતાની જરૂરિયાતોને સીમિત કરી દે છે. આ રીતે એના જીવનમાં ત્યાગ ભાવના સાકાર થઈ ઊઠે છે. પરંતુ આ ત્યાગ વૃત્તિ ત્યારે જ ટકી શકે છે, જ્યારે શ્રાવક આધ્યાત્મિક આનંદથી ઓતપ્રોત હોય, આત્મા-અનાત્માનો ભેદ વિજ્ઞાન હોય અને આત્માના નિજી (વ્યક્તિગત) ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત કરે છે જે પ૦૫૩)