________________
સંભાવનાવાળા પદાર્થોને આપવા. વાસ્તવમાં આ અનર્થદંડ ત્યારે જ થાય છે, જ્યારે હિંસા માટે શસ્ત્ર વગેરે પદાર્થ કોઈને આપવામાં આવે. જેમ કે યુદ્ધ માટે દેશોને હથિયાર આપવાં, બૉમ્બ વગેરે આપવાં, કોઈને વધ કરવા માટે તલવાર, છરી, પિસ્તોલ વગેરે આપવા. આચાર્ય હેમચંદ્ર “યોગશાસ્ત્રમાં કહ્યું છે -
"यंत्र-लांगल-शस्त्राग्नि मूशलो दूखलादिकम् । दाक्षिण्या विषये हिंसां नार्पयेत् करुणा परः ॥"
- યોગશાસ્ત્ર ૩/૭૭ અર્થાત્ કરુણા પરાયણ શ્રાવક યંત્ર, હળ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, ખુરપી વગેરે વસ્તુઓને પારસ્પરિક વ્યવહાર (ભલાઈ)ના વિષયમાં છોડીને પ્રદાન ન કરો. કેટલાક લોકો આ અનર્થદંડને બરાબર સમજતા નથી. કલમ સુધારવા માટે ચાકૂ (ચપ્પ) આપવું હિંચ્ચપ્રદાન નથી. રસોઈ બનાવવા માટે આગ વગેરેનું દેવું હિંસ્ત્ર પ્રદાન નથી, કારણ કે અહીં ચાકૂ કે આગને આપવાનો અભિપ્રાય હિંસા કરવી કે સળગાવવું નથી.
ઉપાસક દશાંગ સૂત્ર'ના ટીકાકારે આ વિષયમાં લખ્યું છે -
"हिंसाहेतुत्वादायुधानल विषादयो हिंसोच्यते, तेषां प्रदानं अन्यस्मै क्रोधाभिभूताय अनभिभूताय प्रदानं परेषां समर्पणम् ।"
જેમનાથી હિંસા થાય છે એ અસ્ત્રો, શસ્ત્રો, આગ, ઝેર વગેરે હિંસાનાં સાધનોને ક્રોધાવિષ્ટ અથવા ક્રોધાવેશ સહિત વ્યક્તિને આપવાં હિં×પ્રદાન છે.
તાત્પર્ય એ છે કે હિંસા કરવા માટે દુષ્ટ ભાવનાથી શસ્ત્ર વગેરે સાધન બીજાઓને આપવાં હિંન્નપ્રદાન નામનો અનર્થદંડ છે.
(૪) પાપોપદેશ : પાપકારી પ્રવૃત્તિ કરવા માટે બીજાઓને સલાહ, સૂચના કે પ્રેરણા આપવી પાપોપદેશ નામનો અનર્થદંડ છે. જે કાર્ય પાપરૂપ છે, એને કરવાની સલાહ આપવી પાપોપદેશ છે. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી એવી વાત કરવી, જેનાથી બીજી વ્યક્તિ પાપકારી પ્રવૃત્તિ કરવામાં લાગી જાય - એ પાપોપદેશ છે. જેમ દારૂડિયો દારૂના ગુણ બતાવીને બીજા લોકોને દારૂ પીવા માટે પ્રોત્સાહિત (ભરમાવે) છે. આ પાપોપદેશ છે. દુર્વ્યસની લોકો ગાંજો, ભાંગ, સિગારેટ, બીડી વગેરેના ખોટા ગુણ બતાવીને જાહેરાત દ્વારા લોકોને એમના સેવનાર્થ પ્રેરણા આપે છે. આ બધા પાપોપદેશમાં સમાવિષ્ટ છે.
અનેક લોકો સાધારણ ભોળા લોકોને ખોટી સલાહ આપીને ભાઈ-ભાઈમાં ઝઘડો કરાવી દે છે, પતિ-પત્નીમાં મનદુઃખ પેદા કરી દે છે, જાતિ-સમાજમાં કડવાશ (વિરોધ) કરી દે છે, લડાઈ કરાવી દે છે, હિંસા ભડકાવી દે છે, હિંસક આંદોલન અને તોડફોડને પ્રોત્સાહિત કરે છે - આ બધા પાપોપદેશ છે. અથવા બકરા મારો, પશુબલિ ચડાવો - વગેરેની પ્રેરણા આપવી પાપોપદેશ નામનો અનર્થદંડ છે. [ અનર્થદંડ વિરમણ વ્રત )
Yo૫૧)