________________
આમ, અનર્થદંડના ચાર આધાર સ્તંભ છે. શ્રાવકે એમને બરાબર સમજી લેવા જોઈએ અને એમનાથી બચવું જોઈએ. જે શ્રાવક પ્રત્યેક પ્રવૃત્તિનો પ્રારંભ કરતા પહેલાં અર્થઅનર્થનો વિવેક કરીને નિરર્થક કાર્યોથી બચે છે, તે અનર્થદંડના પાપથી પોતાના આત્માને બચાવી લે છે. અનર્થદંડ વ્રતના પાંચ અતિચારઃ
શાસ્ત્રકારોએ અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચાર બતાવ્યા છે, જે જાણવા જેવા છે, પરંતુ આચરણ કરવા યોગ્ય નથી. તે આ પ્રમાણે છે -
(૧) કંદર્પ, (૨) કૌત્કચ્ય, (૩) મૌખર્ય, (૪) સંયુક્તાધિકરણ અને (૫) ઉપભોગપરિભોગાતિરિક્તતા.
(૧) કંદર્પ : કામવાસનાને ઉત્તેજિત કરનારા, મોહોત્પાદક શબ્દોનો હાસ્ય કે વ્યંગ્યમાં બીજાઓના પ્રત્યે પ્રયોગ કરવો કે સાંભળવો કંદર્પ નામનો અતિચાર છે. અશ્લીલ નાટક કે સિનેમા જોનારા, ગંદી નવલકથા કે અશ્લીલ વાર્તાઓ વાંચનારા - સાંભળનારાઓ આ અતિચારથી કેવી રીતે બચી શકે છે ? બોધવર્ધક વિનોદ કરવો આ અતિચારમાં નથી. અશ્લીલ શબ્દ પ્રયોગથી કે અશ્લીલ કથા-વાર્તાઓને વાંચવા-સાંભળવાથી જો કે વ્રતનો ભંગ નથી થતો, પરંતુ વ્રતભંગની પ્રબળ સંભાવના રહે છે, તેથી કંદર્પને અતિચાર કહેવામાં આવ્યો છે. વ્રતની સુરક્ષા માટે શ્રાવકે આ અતિચારથી બચવું જોઈએ.
(૨) કૌભુચ્ચ : આંખ, નાક, મોટું વગેરે અંગોને વાંકાચૂકાં, વિચિત્ર રૂપમાં વિકૃત બનાવીને ભાંડ કે વિદૂષકની જેમ ચેષ્ટા કરીને લોકોને હસાવવા, કુતૂહલ પેદા કરવું, બહુરૂપીની જેમ વિચિત્ર વેશ બનાવીને લોકોને વિસ્મયમાં નાખવાં, તે કૌત્કચ્ય નામનો અતિચાર છે. શ્રાવકે એનાથી બચવું જોઈએ. કૌસ્કુણ્ય પ્રવૃત્તિવાળો શ્રાવક સમાજમાં પ્રતિષ્ઠાનો ભાગી નથી બની શકતો.
(૩) મોખર્ચ ઃ આનો મતલબ છે અકારણ જ વધુ બોલવું, નિમ્પ્રયોજન બડબડ કરવું, એકલા-એકલા બકવું, ગપ્પાં મારવાં, વાચાળતા શ્રાવક જીવન માટે અભિશાપ છે. વધુ નિરર્થક બોલનાર વ્યક્તિ પ્રતિષ્ઠા નથી પામતી. એનાં વચનોની કોઈ કિંમત નથી હોતી (થતી). ઓછું બોલનાર વ્યક્તિ સક્ષમ તથા ચિરંજીવી થાય છે. ભગવાને કહ્યું છે - “બહુાં મ ય ત્રિવે” અર્થાત્ વધુ ન બોલો. શ્રાવકે જીભ ઉપર સંયમ રાખવો અને મૌનની સાધના માટે આ અતિચારથી બચવું જોઈએ.
(૪) સંયુક્તાધિકરણ : કૂટવા, દળવા તથા અન્ય ગૃહકાર્યનાં સાધનોનો વધુમાં વધુ નિમ્પ્રયોજન સંગ્રહ કરી રાખવો. જેમ ઉખાણુ (તાવિતો), સાંબેલુ, ઘંટી, ઝાડુ, પથ્થર, ખલ (ખાણિયો) વગેરે વસ્તુઓ આવશ્યકતાથી વધુ સંગૃહીત રાખવી, સંયુક્તાધિકરણ નામનો અતિચાર છે. અથવા કુહાડીમાં હાથો વગેરે લગાવીને તૈયાર રાખવું, ઉખાણું-સાંબેલું વગેરે કે હળ વગેરેને જોડી રાખવા પણ સંયુક્તાધિકરણ છે. આધુનિક યુગમાં પંખો, વિજળી તથા
(૫૨) 0000000000000 જિણધમો )