________________
જે-જે રાતો વીતે છે, તે વળીને પાછી આવતી નથી. જે એ રાતોમાં ધર્માચરણ કરી લે છે, એની એ રાતો સફળ થઈ જાય છે.
મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા - આ પાંચ પ્રકારના પ્રમાદોનું સેવન કરવાથી જીવ સંસાર-સાગરમાં પડે છે.
આચાર્ય હેમચંદ્રે પ્રમાદાચરણની વ્યાખ્યા આ પ્રકારે કરી છે -
कुतूहलाद्गीत - नृत्य - नाटकादि निरीक्षणम् । कामशास्त्र प्रसक्तिश्च द्यूत मद्यादि सेवने ॥७८॥ जलक्रीडाऽऽन्दोलनादि विनोदो जंतु यो धनं । रिपोः सुतादिना वैरं भक्त स्त्री देशराट् कथा ॥ ७६ ॥ रोग मार्ग श्रमौ मुक्त्वा, स्वापश्च सकलां निशाम् । एवमादि परिहरेत् प्रमादाचरणं सुधीः ॥८०॥
યોગ શાસ્ત્ર
અર્થાત્ કુતૂહલવશ અશ્લીલ ગીત, નૃત્ય, નાટક વગેરે જોવાં, કામશાસ્ત્ર વાંચવામાં આસક્તિ, જુગાર રમવું, મદ્યપાન કરવું, નિરર્થક જળક્રીડા કરવી, નિષ્પ્રયોજન મોટા હિંડોળામાં ઝૂલવું, ક્લેશવર્ધક વિનોદ કરવો, સાંઢ-મરઘાં (કૂકડાં) વગેરે પ્રાણીઓને પરસ્પર લડાવવું, શત્રુના પુત્ર વગેરે સાથે વેર-વિરોધ રાખવો, એમનાથી બદલો લેવો, ભોજન સંબંધી, સ્ત્રી સંબંધી, રાજા સંબંધી અને દેશ સંબંધી નિરર્થક કથા-વાર્તા કરવી છે, રોગ કે થાક સિવાય વ્યર્થ ઊંઘ્યા રહેવું વગેરે પ્રમાદાચરણનો બુદ્ધિમાન પુરુષે ત્યાગ કરી દેવો જોઈએ.
આચાર્ય સમંતભદ્રે પ્રમાદચર્યાની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે -
"“क्षिति सलिल दहन पवनारम्भं विफलं वनस्पतिच्छेदं । सरणं सारणमपि च प्रमादचर्यां प्रभाषन्ते ॥" રત્નકરેંડ શ્રાવકાચાર, શ્લોક-૮૦ નિરર્થક જમીન ખોદવી, વ્યર્થ પાણીનો આરંભ કરવો, વ્યર્થ અગ્નિ પ્રજ્વલિત કરવી, નિષ્કારણ હવાનો આરંભ કરવો, વ્યર્થમાં ઝાડ-છોડ, ફૂલ-પત્તા વગેરે વનસ્પતિનું છેદન, ઘી-તેલ વગેરેનાં વાસણ ખુલ્લાં છોડી દેવાં, લાકડી-પાણી વગેરેને વગર જોયે કામમાં લેવાં પ્રમાદચર્યા છે.
શ્રાવકે જાગૃત અને સતર્ક રહીને બધી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. એની થોડી અસાવધાનીથી મોટો અનર્થ થવાની સંભાવના (રહે) છે. તેથી આ પ્રકારના અનર્થદંડથી બચવું જોઈએ.
(૩) હિંસ્ત્રપ્રદાન : અનર્થદંડનો ત્રીજો આધાર સ્તંભ હિંન્નપ્રદાન છે. આનો અર્થ છે હિંસામાં સહાયક ઉપકરણ કે સાધનને બીજાઓને આપવાં. દિગંબર પરંપરામાં આનું નામ હિંસાદાન છે. હિંસા કરવા માટે, સાધનો આપવાં હિંસાદાન છે. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે હિંસા કરવા માટે શસ્ત્ર વગેરે પદાર્થોને આપવા હિંન્નપ્રદાન છે, ન કે હિંસાની
૫૦
જિણધમ્મો