________________
શ્રાવક જ્યારે સ્થૂલ અહિંસાણુવ્રત ગ્રહણ કરે છે, તો એને સૂક્ષ્મ આરંભજા, ઉદ્યોગિની તથા વિરોધિની હિંસાનો આગાર રાખ્યો છે. પણ આગાર (છૂટ)ની સ્થૂલ અહિંસા વ્રતમાં સીમા નથી કરી, પણ દિશા પરિમાણ વ્રત સ્વીકાર કરી લેવાથી આ આગારની પણ સીમા થઈ જાય છે. તાત્પર્ય એ છે કે પ્રથમ અણુવ્રતમાં શ્રાવકે જે ત્રણ પ્રકારની સ્થૂલ હિંસા ખુલ્લી રાખી છે, તે પણ દિશા પરિમાણ વ્રત સ્વીકાર કરવાથી સીમિત થઈ જાય છે. અર્થાત્ મર્યાદિત સીમાથી બહારના ક્ષેત્રમાં તે હિંસા પણ બિલકુલ બંધ થઈ જાય છે, એનાથી અહિંસા વતની મર્યાદા વિસ્તૃત થઈ જાય છે, અને આગારમાં રાખેલી આરંભા હિંસાનું ક્ષેત્ર સીમિત થઈ જાય છે.
શ્રાવકે સત્યાણુવ્રત સ્વીકાર કરતા સમયે જે સૂક્ષ્મ અસત્યની છૂટ રાખી છે, તે આ દિશા પરિમાણ વ્રતને ધારણ કરી લેવાથી સીમિત થઈ જાય છે, અર્થાતું મર્યાદિત દિશાઓના બહારનાં ક્ષેત્રોમાં તે સૂક્ષમ અસત્યની છૂટ પણ બંધ થઈ જાય છે. આમ, શ્રાવકના સત્યાણુવ્રતમાં આ દિશા વ્રતના કારણે પણ એનો ત્યાગ થઈ જાય છે.
શ્રાવકનું ત્રીજું અણુવ્રત સ્થૂલ અદત્તાદાનથી નિવૃત્ત થયું છે. શ્રાવક પૂલ ચોરીનો ત્યાગ તો બધાં ક્ષેત્રો માટે કરે છે, પણ સૂક્ષ્મ ચોરી બધાં ક્ષેત્રો માટે ખુલ્લી છે. દિશા પરિમાણ વ્રત ધારણ કરવાથી તે સૂક્ષ્મ ચોરી પણ એટલા જ ક્ષેત્રમાં સીમિત થઈ જાય છે, જેટલું ક્ષેત્ર શ્રાવકે ગમનાગમન માટે પ્રત્યેક દિશામાં ખુલ્લું રાખ્યું છે. બાકીનાં બધાં ક્ષેત્રોમાં જઈને સૂક્ષ્મ ચોરીનો ત્યાગ થઈ જાય છે.
શ્રાવકનું ચોથું અણુવ્રત સ્વદાર-સંતોષ - પરદાર વિરમણ વ્રત કહેવાય છે. શ્રાવક આ વ્રતને પણ એક કારણ, એક યોગથી અર્થાત્ આંશિક રૂપથી જ ગ્રહણ કરે છે. પરસ્ત્રીનો ત્યાગ તો એને માટે બધાં ક્ષેત્રોમાં થાય છે, પરંતુ સ્વસ્ત્રીનો ત્યાગ એને માટે ખુલ્લો છે. તે બધાં ક્ષેત્રો માટે ખુલ્લો છે. પરંતુ દિશા પરિમાણ કરી લેવાથી સ્વસ્ત્રીનું ક્ષેત્ર પણ સીમિત થઈ જાય છે. મર્યાદિત ક્ષેત્રથી બહાર જઈને ન તો તે સ્વસ્ત્રીની સાથે દામ્પત્ય વ્યવહાર કરી શકે છે, ન કોઈને પોતાની પત્ની જ બનાવી શકે છે. આમ, દિશા પરિમાણ વ્રતથી આ ચોથા અણુવ્રતમાં પણ વિશેષતા આવી જાય છે.
શ્રાવકનું પાંચમું વ્રત છે પરિગ્રહ પરિમાણ વ્રત. આ અણુવ્રતમાં શ્રાવકે જે પરિગ્રહની મર્યાદા કરી છે, તે બધાં ક્ષેત્રો માટે ખુલ્લી છે. જ્યારે શ્રાવક દિશા પરિમાણ વ્રત ધારણ કરી લે છે, તો તે મર્યાદિત ક્ષેત્રમાં જ સીમિત થઈ જાય છે. મર્યાદિત ક્ષેત્રથી બહાર તો મર્યાદાકૃત અને અમર્યાદાકૃત બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ દિશા પરિમાણ વ્રતીને થઈ જાય છે. આના સિવાય જ્યાં સુધી દિશા પરિમાણ વ્રતનો સ્વીકાર નથી કરવામાં આવતો ત્યાં સુધી તૃષ્ણા ક્ષેત્ર પણ સીમિત નથી હોતું અને ક્ષેત્ર સીમિત ન હોવાથી તૃષ્ણા વધતી જ જાય છે. માટે પંચમ અણુવ્રતમાં પણ દિશા પરિમાણ વ્રતના ગ્રહણ કરવાથી પ્રશસ્તતા આવી જાય છે. K ત્રણ ગુપ્તવ્રતો છે જ છે આજે ૨૯)