________________
આમ, દિશા પરિમાણ વ્રત પાંચેય અણુવ્રતોમાં એક વિશેષતા, એક ચમક અને ત્યાગ વૃદ્ધિની પ્રગતિ પેદા કરી દે છે. દિશા પરિમાણ વ્રતના અતિચારો :
આ વ્રતના આરાધકે પાંચ અતિચારોથી બચવું જોઈએ. શાસ્ત્રીય ભાષામાં આ પાંચ અતિચાર આ પ્રકાર છે - _ उड्ढदिसि पमाणाइक्कम्मे, अहोदिसि पमाणाइक्कम्मे, तिरियदिसि पमाणाइक्कम्मे, खेत्त वुड्ढी, सइअंतरद्धा ।
અર્થાતુ - દિશા પરિમાણ વ્રતના પાંચ અતિચારો જાણવા યોગ્ય છે, આચરણ કરવા યોગ્ય નહિ. તે પાંચ અતિચારો આ પ્રકાર છે -
(૧) ઊર્ધ્વ દિશા પ્રમાણતિક્રમ, (૨) અધોદિશા પ્રમાણાતિક્રમ, (૩) તિર્ય દિશા પ્રમાણતિક્રમ, (૪) ક્ષેત્ર વૃદ્ધિ અને (૫) ઋત્યન્તર્ધાન.
(૧) ઊર્ધ્વદિશામાં ગમનાગમન માટે જે ક્ષેત્ર મર્યાદામાં રાખ્યું છે, એ ક્ષેત્રનું અજાણતાં ભૂલથી ઉલ્લંઘન થઈ જવું, ઊર્ધ્વદિશા પરિમાણાતિક્રમ છે.
(૨) નીચી દિશામાં ગમનાગમન માટે જે ક્ષેત્ર મર્યાદામાં રાખ્યું છે, એ ક્ષેત્ર મર્યાદાનું અજાણતામાં ઉલ્લંઘન થઈ જવું, અધોદિશા પરિમાણાતિક્રમે છે.
(૩) ચારેય દિશાઓ ને ચારેય વિદિશાઓમાં ગમનાગમનનું જ ક્ષેત્ર પરિમાણ કર્યું છે, એ ક્ષેત્ર મર્યાદાનું અસાવધાનીથી અજાણતા અતિક્રમણ કરવું, તિર્યમ્ દિશા પરિમાણાતિક્રમ છે.
(૪) ચોથું અતિચાર ક્ષેત્ર વૃદ્ધિ છે. આનો અર્થ એ છે કે એક દિશા માટે કરવામાં આવેલી સીમાને ઓછી કરીને બીજી દિશાની સીમામાં જોડીને બીજી દિશાની સીમા વધારી દેવી. જેમ કોઈ વ્યક્તિએ વ્રત લેતાં સમયે પૂર્વ દિશામાં ગમનાગમન કરવાની સીમા ૧૦૦ કોસ(ગાઉ)ની રાખી હોય, પરંતુ કેટલાક દિવસોના અનુભવ પછી એને જ્ઞાત થાય છે કે પૂર્વ દિશામાં એને સો કોસ સુધી જવાની આવશ્યકતા નથી અને પશ્ચિમ દિશામાં એને મર્યાદિત ક્ષેત્રથી વધુ જવાનું કામ પડે છે. તેથી પૂર્વદિશા માટે નિયત મર્યાદામાં પચીસ કોસ ઓછું કરીને પશ્ચિમ દિશાની નિયત મર્યાદામાં જો તે વૃદ્ધિ કરે છે, તો આ ક્ષેત્ર વૃદ્ધિ નામનો અતિચાર છે. વ્રતધારી એવું સમજે છે કે એણે એક દિશાનું ક્ષેત્ર ઘટાડી દીધું છે, પછી અતિચાર કેમ લાગશે? જો કે એને પોતાના મર્યાદિત ક્ષેત્રને ઘટાડવાનો અધિકાર તો છે, પરંતુ બીજી તરફની દિશામાં કરવામાં આવેલી મર્યાદાને વધારવાનો એને અધિકાર નથી. છતાં બીજી દિશામાં કરવામાં આવેલી વૃદ્ધિથી વ્રતનો ભંગ થવાની શંકા કરી શકાય છે, પરંતુ આ વૃદ્ધિ અન્ય દિશાની મર્યાદામાં કરવામાં આવેલી કમીપૂર્વક છે, તેથી વ્રતની સાપેક્ષતા હોવાથી તે વૃદ્ધિ વ્રત ભંગ નથી પણ વ્રતનો અતિચાર માનવામાં આવી છે. (૩૦) છે. જ
જે જિણધામો)