________________
કરીને, ભોગોની મર્યાદા કરીને, સુખ-શાંતિ તથા સંતોષથી યુક્ત જીવન વિતાવવાનો સંદેશ આપ્યો છે. ભારતીય તત્ત્વવિદોએ કહ્યું છે કે - “અમે ભોગોનો ઉપભોગ નથી કર્યો, ભોગોએ જ અમારો ઉપભોગ કરી નાખ્યો.”
આ અનુભવ સિદ્ધ તથ્ય છે કે - “જ્યારે મનુષ્ય ભોગોનો ગુલામ બની જાય છે, પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થઈને નચાવે એમ નાચે છે, ત્યારે તે પોતાના સ્વરૂપને ભૂલીને ભોગોનું આકંઠ સેવન કરવા માંગે છે, તે કેટલું કરી શકે છે, એ તો ચિંતનીય જ છે, છતાંય ભોગોની ભૂખ તો મટતી જ નથી. તે મનુષ્યને એનાં સમસ્ત શુભ કાર્યોને તથા ગુણોને લઈ ડૂબે છે. ભોગના અતિ સેવનથી વ્યક્તિ કર્મબંધન કરી લે છે અને જ્યારે એના ફળને ભોગવવાનો પ્રસંગ (સમય) આવે છે ત્યારે એને ખબર પડે છે કે ભોગોને મેં શું ભોગવ્યો, ભોગોએ જ મને પોતાનો શિકાર બનાવી લીધો છે.'
ભગવાન મહાવીર ફરમાવે છે કે – “જો તમે પોતાના જીવનના બાદશાહ બનવા માંગતા હોવ તો શરીર, ઇન્દ્રિયો અને મનના વિષયભોગોના ગુલામ ન બનો. ભોગોના ગુલામ બનશો તો ઇન્દ્રિયો, શરીર અને મન ઉપર આધિપત્ય કરવાને બદલે, એ ત્રણેય તમારા ઉપર આધિપત્ય કરવા લાગશે.” આ ત્રણેય ઉપર આધિપત્ય કરવાનું જ નામ છે - પોતાના જીવનના બાદશાહ બનવું. જીવનના બાદશાહ બનવાનો સૌથી આસાન રસ્તો છે - ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના પાલનનો અભ્યાસ કરવો. ત્યારે તમે ઉપભોગ્ય-પરિભોગ્ય પદાર્થોના ગુલામ ન બનીને એમને પોતાના આધીન બનાવી શકશો. દેવાનુપ્રિયો ! આ સાંસારિક કામભાગોના ગુલામ બનીને પોતાની જિંદગીને બરબાદ ન કરો, દુઃખી ન બનાવો. પોતાની આત્મશક્તિને પ્રગટ કરો. ત્યાગથી જ આત્મશક્તિ પ્રગટ થશે. પોતાના જીવનના બાદશાહ બનો. ભોગોની ગુલામીથી ભોગ તમારા પર હાવી થઈ જશે તો એ તમારી દુર્દશા કરી નાખશે. તમે સમર્થ હોવા છતાંય ભોગોની ગુલામીની મનોવૃત્તિના કારણે પોતાની શક્તિને નહિ ઓળખી શકો અને કંઈપણ નહિ કરી શકો. જે ભોગોના ગુલામ છે તે જીવનના સ્વામી કે બાદશાહ નથી થઈ શકતા. એમની હંમેશાં એ જ ફરિયાદ રહે છે કે - “શરીર મારી આજ્ઞામાં નથી ચાલતું, આ ઇન્દ્રિયો મારું કહેવું નથી માનતી. કાન મારા વશમાં નથી, આંખો મારા આદેશનું પાલન નથી કરતી. મને મારી વાત નથી માનતું.' આત્મશકિતનો સાચો વિકાસ પદાર્થોના ઉપભોગમાં નથી, ત્યાગમાં છે. ત્યાગની શક્તિ જેટલી વધશે એટલી જ પદાર્થની પરાધીનતાથી છુટકારો મળશે અને એટલી જ આત્મશક્તિ વધશે. તેથી પદાર્થોના ત્યાગ દ્વારા આત્મશકિત વધારવાનો સર્વોત્તમ ઉપાય સાતમું વ્રત છે.
ઉપાસક દશાંગ સૂત્ર'માં આનંદ શ્રમણોપાસકની જીવનચર્યાનું સ્પષ્ટ વર્ણન છે. બાર કરોડ સ્વર્ણ મુદ્રાઓના સ્વામી આનંદ શ્રમણોપાસક કેટલી સાદી-સીધી અને જીવન માટે ઉપયોગી અલ્પથી અલ્પ વસ્તુઓ પોતાના ઉપભોગ-પરિભોગ માટે રાખે છે. આ એક સ્પષ્ટ (મજબૂત) સત્ય છે કે જે મનુષ્ય પોતાના આત્માનો વિકાસ ચાહે છે, આત્મશક્તિ વધારવા માગે, એના માટે આવશ્યક છે કે તે ઓછામાં ઓછી ચીજોનો સંગ્રહ અને ઉપભોગ કરે. દૂ ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત
૦૩૩)