________________
ઉક્ત પાઠમાં “ભોજન' શબ્દ ઉપલક્ષણ છે. એનાથી સમસ્ત ઉપભોગ્ય અને પરિભોગ્ય પદાર્થોનું ગ્રહણ સમજી લેવું જોઈએ. ભોજન સંબંધિત વ્રતના પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. તે અતિચાર આ પ્રમાણે છે -
(૧) સચિત્તાવારે, (૨) સચિત્તપડિબદ્ધાહારે, (૩) અપ્પોલિઓસહી ભખણયા, (૪) દુપ્પોલિઓસહી ભખણયા અને (૫) તુચ્છો સહિ ભખણયા.
(૧) સચિરાહાર : ભોજન સંબંધિત પાંચ અતિચારોમાંથી પ્રથમ અતિચાર સચિત્તાવાર છે. સચિત્ત પદાર્થોનો આહાર કરવો સચિત્તાહાર કહેવાય છે. સચિત્ત અર્થાત્ સજીવ. જેમ કાચું લીલું શાક, ગોટલી સહિત પાકેલું ફળ, વગર પાકેલું અનાજ, અંકુર ઉત્પન્ન થવાની શક્તિવાળા બીજ, ગરમ કર્યા વગરનું કે વગર ધોયેલું અપ્રાસુક અસંસ્કૃત પાણી વગેરે સચિત્ત છે. શ્રાવક યથાસંભવ સચિત્ત પદાર્થોના ઉપભોગ-પરિભોગનો ત્યાગ કરે. એવું કરવાથી જ તે શ્રમણની ઉપાસનાને યોગ્ય શ્રમણોપાસક થઈ શકે છે. શ્રાવક અચિત્ત ભોજી (ભોગી) હશે તો જ એને અચિત્ત ભોજી સાધુ નિગ્રંથોને કલ્પનીય-એષણીય આહાર પ્રતિલાભિત કરવાનો અવસર મળી શકશે અને તે અતિથિ સંવિભાગ નામના બારમા વ્રતનો આરાધક થઈ શકશે. સચિત્તાહારને અહીં આ વ્રતનો અતિચાર બતાવવામાં આવ્યો છે. આ ત્યારે જ સંભવ છે જ્યારે એ શ્રાવકે સચિત્ત આહારનો ત્યાગ કર્યો હોય કે અમુક સચિત્ત પદાર્થના વિષયમાં કોઈ મર્યાદા હોય અને એ પદાર્થને અચિત્ત થયા વગર જ ભૂલથી સચિત્ત રૂપમાં ખાઈ લીધો હોય. આ અતિચારની વ્યાખ્યા કરતાં-કરતાં આચાર્ય હરિભદ્ર “આવશ્યક ટીકા'માં લખે છે -
"कृत्त सचित्ताहार प्रत्याख्यानस्य कृत तत्परिमाणस्य वाऽनाभोगादि प्रत्याख्यानं सचेतनं भक्षयतस्तद्वा प्रतीत्यातिक्रमादौ वर्तमानस्य ।"
અર્થાત્ જે સચિત્ત આહારનો ત્યાગ કર્યો છે, અથવા જેના વિશે કોઈ મર્યાદા-વિશેષ કરી છે, ભૂલથી એ પદાર્થને ખાવો સચિત્તાવાર નામનો અતિચાર છે.
(૨) સચિત્ત પડિબદ્ધાહાર : આહાર તો સચિત્ત ન હોય, પરંતુ એ આહાર કોઈ સચિત્ત વસ્તુ પર રાખેલો હોય, સચિત્ત વસ્તુથી સંલગ્ન હોય, કે સચિત્ત ગોટલી વગેરેથી યુક્ત હોય, એનો ઉપભોગ કરો તો બીજો સચિત્ત પ્રતિબદ્ધાહાર દોષ લાગે છે. જેમ લીલા પત્તાના પડિયામાં દહીં કે મીઠાઈ રાખેલી હોય તો તે અચિત્ત હોવા છતાંય સચિત્ત પત્તાંઓથી સંબદ્ધ હોવાથી સચિત્ત પ્રતિબદ્ધ દોષથી દૂષિત છે. પાકેલી કેરીને ગોટલી સહિત ચૂસીને ખાનાર વ્યક્તિ અચિત્ત કેરી રસને ખાવા છતાંય સચિત્ત ગોટલીથી યુકત આહાર કરી રહ્યો છે. અથવા રોટલીની થાળી સચિત્ત પાણીના વાસણ કે લીલી શાકભાજી પર રાખેલી છે, એને જો શ્રાવક ખાઈ રહ્યો છે, તો તે પણ અચિત્ત પ્રતિબદ્ધાહાર છે. | (૩) અપક્વોષધિ ભક્ષણતા : જે વસ્તુ પૂરી રીતે પાકેલી નથી, એવી અધકચરી (અડધી પાકેલી) ચીજ સચિત્ત પણ નથી તો અચિત્ત પણ નથી, તે મિશ્ર છે, શંકાસ્પદ અને દૂ ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત
છે ,૦૪૧)