________________
“અપ્પારમા, અપ્પપરિહા, થમ્બિયા, ધમ્માળુના, ધમ્મિટ્ઠા, ધમ્મવાર્ફ, ધમ્મપ્પલોયા, धम्म पज्जलणा, धम्म समुदायारा, धम्मेण चेव विर्तिकप्पेमाणा विहरंति । ”
અર્થાત્ શ્રાવક અલ્પારંભી, અલ્પ પરિગ્રહી, ધાર્મિક, ધર્માનુસારી, ધર્મિષ્ઠ, ધર્મખ્યાતિ, ધર્મ પ્રલોકિત, ધર્મ પ્રજ્વલક ધર્મ સમુદાચાર યુક્ત હોય છે. તે ધર્મથી જ આજીવિકા ચલાવતા જીવનયાપન કરે છે.
શ્રાવક અને વ્યવસાયના પ્રકરણમાં સારી રીતે બતાવી દીધું છે કે શ્રાવક એ વ્યવસાય નથી કરી શકતો જેમાં મહારંભ અને મહાપાપ હોય. પંદર કર્માદાનોમાં જે વ્યવસાય બતાવવામાં આવ્યા છે તે મહાપાપમય છે, તેથી શ્રાવક માટે વર્જનીય છે. પંદર કર્માદાન અને એમના અર્થ પૂર્વમાં બતાવવામાં આવ્યા છે. એ પંદર કર્માદાન ઉપલક્ષણો છે. એમના સિવાય પણ જે વ્યવસાય મહારંભવાળા છે, બહુ હિંસક છે, સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિથી નિષિદ્ધ છે, જે કુવ્યસનોના પોષક છે, તે બધા શ્રાવક માટે ત્યાજ્ય છે.
શ્રાવક પોતાની ન્યૂનતમ (નાનામાં નાની) જરૂરિયાતો માટે એવો જ વ્યવસાય કરશે જે અલ્પ આરંભમય હોય, જે છળ-કપટ, બેઈમાની, વિશ્વાસઘાત, ભેળસેળ અને શોષણથી રહિત હોય. આ રીતે ધર્મથી આજીવિકા કરતાં-કરતાં શ્રાવક, પ્રશસ્ત અને ધાર્મિક માનવામાં આવે છે. ઉક્ત રીતિથી ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના ૫ અતિચારો તથા ૧૫ કર્માદાનોથી બચીને શ્રાવકે સાતમા વ્રતનું નિરતિચાર પાલન કરવું જોઈએ.
૫
અનર્થદંડ વિરમણ વ્રત
શ્રાવકનું આઠમું વ્રત તથા ત્રીજું ગુણવ્રત અનર્થદંડ વિરમણ વ્રત છે. શ્રાવક જ્યારે પોતાની આવશ્યકતાઓ અને વ્યવસાય પર પહેરેદારી રાખે છે તો ઘણા બધા આસ્રવોથી બચી જાય છે, છતાં પણ એના જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિઓ એવી રહી જાય છે, જે ન તો ઉપભોગપરિભોગની મર્યાદામાં આવે છે અને ન વ્યવસાયની મર્યાદામાં. શ્રાવકને એવી પ્રવૃત્તિઓમાં સાર્થક-નિરર્થકનું વિશ્લેષણ કરીને સાર્થક પ્રવૃત્તિઓ રાખીને નિરર્થક પ્રવૃત્તિઓને છોડી દેવી જોઈએ. નિરર્થક પ્રવૃત્તિઓને છોડી દેવા માટે પ્રભુ મહાવીરે શ્રાવક માટે આઠમા અનર્થદંડ વિરમણ વ્રતનું વિધાન કર્યું છે.
શ્રાવકે પાંચ મૂળ અણુવ્રતોને અંગીકાર કરતા સમયે જે-જે વસ્તુની છૂટ રાખી છે, એનો ઉપભોગ કરતાં સમયે સાર્થક અને નિરર્થકનું અંતર સમજીને નિરર્થક ઉપભોગથી બચવું જરૂરી છે. જેમ સુઘડ નારી ઘઉં વગેરે અનાજના કણોની સાથે મળેલા કાંકરાઓ વીણીને અલગ કરી દે છે, એ જ રીતે સુજ્ઞ શ્રાવકે અશુભ આસ્રવજન્ય દંડરૂપ પ્રવૃત્તિઓમાંથી નિરર્થક પ્રવૃત્તિઓને વીણીને અલગ કરી લેવી અને સાર્થકને રાખવી.
અનર્થદંડ વિરમણ વ્રત
૪૩