________________
હાનિકારક છે. એનું સેવન કરવું શ્રાવક માટે અતિચાર છે. સાધુ પણ એવી અપક્વ ખાદ્ય વસ્તુને સચિત્તની શંકાને કારણે નથી લેતા.
(૪) દુષ્પક્વૌષધિ ભક્ષણતા : જે આહાર અત્યધિક (વધુ) પાકી ગયો છે, જેનો સ્વાદ અને રસ નષ્ટ થઈ ગયો છે, વધુ પાકવાના કારણે જેમાં સડો પેદા થઈ ગયો છે, એવો દુષ્પક્વ આહાર અચિત્ત હોવા છતાંય ખાવો, આ વ્રતનું દૂષણ માનવામાં આવે છે, કારણ કે એવો આહાર શરીર અને ધર્મ બંને માટે હાનિકર હોય છે.
(૫) તુચ્છૌષધિ ભક્ષણતા : તુચ્છ આહાર એ છે જેમાં સુધા નિવારક કે પોષક તત્ત્વ તો ઓછું હોય, વ્યર્થનો સારહીન ભાગ વધુ હોય. શ્રાવક માટે એવો સારહીન, પોષક તત્ત્વ રહિત તુચ્છ આહાર સેવન કરવા યોગ્ય નથી, કારણ કે એનાથી આહાર કરવાનું લક્ષ્ય પૂરું થતું નથી. તેથી એવી તુચ્છ વસ્તુઓનો આહાર કરવો શ્રાવક માટે અતિચાર માનવામાં આવ્યો છે.
સપ્તમ વ્રતના આ પાંચ અતિચારો ભોજનથી સંબંધિત છે, પરંતુ ઉપ-લક્ષણથી એમને અન્ય ભોગોપભોગ યોગ્ય પદાર્થોના વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
આચાર્ય સમંતભદ્ર “રત્નકરંડ શ્રાવકાચાર'માં ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના પાંચ અતિચાર બીજી રીતે બતાવ્યા છે. તેઓ કહે છે -
"विषयविषतोऽनु प्रेक्षाऽनुस्मृति रति लोल्यमतितृषानुभवौ । भोगोपभोग परिमाण व्यतिक्रमाः च कथ्यन्ते ॥"
- રત્નકરંડ ૩/૪૪ વિષયરૂપી વિષય પ્રત્યે આદર રાખવો, વારંવાર ભોગ્ય પદાર્થોનું સ્મરણ કરવું, પદાર્થો પ્રત્યે અત્યધિક લોલુપતા રાખવી, ભવિષ્યના ભોગોની અત્યંત લાલસા રાખવી અને ભોગોમાં અત્યધિક તલ્લીન થવું - એ પાંચ ભોગપભોગ પરિમાણ વ્રતના અતિચારો છે.
નિઃસંદેહ ભોગોની પ્રત્યે આદર રાખવાથી કે રાત-દિવસ એનું ચિંતન કરતા રહેવાથી, એમની લાલસા અને તલ્લીનતાથી શ્રાવક બાહ્ય રૂપથી વ્રત ગ્રહણ કરી લેવાથી પણ અંદરથી પોલું હોય છે. તેથી શ્રાવકે ભોગપભોગ પરિમાણ વ્રતને ગ્રહણ કરતા સમયે આ વાતોનો સૂક્ષ્મતાથી વિચાર કરવો જોઈએ, તથા આ અતિચારોથી બચવામાં સાવધાન રહેવું જોઈએ.
આ વ્રતનો બીજો પ્રકાર Hો ય’ છે, કર્મથી અભિપ્રાય અહીં વેપાર-ધંધો છે. શ્રાવક પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે વ્યવસાય કે વૃત્તિ અંગીકાર કરશે તે પણ મહારંભ રૂપ નહિ હોય. આ ઠીક છે કે શ્રાવક આરંભનો પૂર્ણતઃ ત્યાગી નથી, એની આજીવિકામાં યત્કિંચિત્ આરંભ થાય જ છે, છતાં શ્રાવક એ જ આજીવિકાને અપનાવશે જેમાં અલ્પ પાપાંશ હોય. એવી આજીવિકા ધર્મ આજીવિકા કહેવાય છે. જેમ ચંદ્રમા થોડો કાળો હોવાના કારણે કાળો નથી કહેવાતો એમ જ શ્રાવકના અલ્પ પાપવાળો વ્યવસાય પાપમય નથી માનવામાં આવતો. અલ્પારંભ અને અલ્પ પરિગ્રહવાળો શ્રાવક ધાર્મિક માનવામાં આવે છે, કારણ કે એણે મહારંભ અને મહાપરિગ્રહ રૂપ મહાપાપનો ત્યાગ કરી દીધો છે. તેથી ભગવતી સૂત્ર'માં શ્રાવકનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે -
(૪૨) 0.00 0.00 0.00 .00 .| જિણધમો)