________________
જેમ બુદ્ધિમાન વ્યક્તિ દૂધ આપનારી ગાયની લાત સહન કરી લે છે, પણ કોઈ દૂધ ન આપતી ગાય વ્યર્થમાં જ લાત મારતી હોય તો તે અસહ્ય હોય છે. આ જ રીતે અનુભાસ્સવજન્ય દંડ રૂપ બધી પ્રવૃત્તિઓ ત્યાજ્ય હોય છે, પરંતુ ગૃહસ્થજીવનને પોતાનું ગૃહ કાર્ય ચલાવવા તથા જીવનનિર્વાહ કરવા માટે થોડી પ્રવૃત્તિઓ કરવી પડે છે. જ્યારે દંડરૂપ પ્રવૃત્તિઓ કરવી જ પડે છે, તો તે જ પ્રવૃત્તિઓ કરો જેમનાથી કંઈક પ્રયોજન સિદ્ધ થતું હોય. જે પ્રવૃત્તિઓથી કંઈક પ્રયોજન સિદ્ધ થતું હોય એમનો દંડ શ્રાવક સહન કરી લે છે, પરંતુ જેમનાથી કોઈ લાભ નથી થતો, કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું, એમનો દંડ નિરર્થક હોવાથી એને સહન ન કરવું જોઈએ.
શ્રાવકે પાંચ અણુવ્રતો દ્વારા ઘણી દંડરૂપ પ્રવૃત્તિઓ બંધ કરી દીધી, એના પછી દિશાઓમાં ગમનાગમનની મર્યાદા કરીને એ પ્રવૃત્તિઓને ક્ષેત્રથી સીમિત કરી દીધી, એના પછી ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત દ્વારા બીજી પણ અનેક પ્રવૃત્તિઓ ઓછી કરી દીધી, પરંતુ પછી પણ કાયાથી સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ તથા મન-વચનથી સંબંધિત અધિકાંશ પ્રવૃત્તિઓ હજુ બાકી રહે છે. હવે જોવાનું એ છે કે એ અવશિષ્ટ દંડરૂપ પ્રવૃત્તિઓમાં કઈ અર્થદંડ રૂપ છે અને કઈ અનર્થદંડ રૂપ છે?
એમ તો એમના માપવાનું કોઈ એક થરમૉમિટર નથી. પોતાનો વિવેક જ એના માપવાનું માપદંડ કે થરમૉમિટર છે. પ્રત્યેક વ્યક્તિની પરિસ્થિતિ એક સરખી નથી હોતી, તેથી અલગ-અલગ પરિસ્થિતિને કારણે એક જ નિર્ણય નથી કરી શકાતો કે આ અર્થદંડ અને આ અનર્થદંડ છે. એનો નિર્ણય તો વ્યક્તિ સ્વયં પોતાના વિવેકથી કરી શકે છે. અનર્થદંડની વ્યાખ્યા : આચાર્ય ઉમાસ્વાતિએ અનર્થદંડમાં ‘અર્થ-અનર્થ' શબ્દની વ્યાખ્યા આ પ્રકાર કરી છે - “उपभोग परिभोगौ अस्यागारिणोऽर्थः । तद्व्यतिरिक्तोऽनर्थः ।" ।
- તત્ત્વાર્થ ભાષ્ય - ૭/૧૬ જેનાથી ઉપભોગ-પરિભોગ થાય છે, તે શ્રાવક માટે અર્થ છે અને એનાથી અલગ હોય - અર્થાત્ જેનાથી ઉપભોગ-પરિભોગ ન થતો હોય, તે અનર્થ છે. ઉપભોગ-પરિભોગના પ્રયોજન વગર જે મન, વચન, કાયાની દંડરૂપ પ્રવૃત્તિ હોય, તે અનર્થદંડ છે. એનો ત્યાગ અનર્થદંડ વિરતિ નામનું વ્રત છે.
વાસ્તવમાં અનર્થદંડ વિરતિ વ્રતની ઉપયોગિતા એ છે કે શ્રાવક પોતાની પ્રત્યેક પ્રવૃત્તિના ફળાફળ પર વિચાર કરવાનું શીખે અને જે પ્રવૃત્તિઓથી હાનિના બદલે લાભ ઓછો હોય, પુણ્યની અપેક્ષા પાપ વધુ હોય, એમનો ત્યાગ કરો. અહિંસા વગેરે વ્રતોના વર્ણનમાં જે હિંસા વગેરેના અપવાદો બતાવવામાં આવ્યા છે, એમનો દુરુપયોગ ન થઈ જાય, એને માટે અનર્થદંડ વિરતિ છે. વ્રતોના સંરક્ષક તથા મૂળ વ્રતોમાં વિશેષતા પેદા કરનાર હોવાથી આ ગુણવ્રત છે. (૦૪૪
છેજિણધમો)