________________
અનર્થદંડની અંતર્ગત છે. શ્રાવકે પોતાની પરિસ્થિતિ અનુસાર સ્વયં તટસ્થ દૃષ્ટિથી ઊહાપોહ કરીને અર્થદંડ, અનર્થદંડનો નિર્ણય કરી લેવો જોઈએ.
આચાર્ય અભયદેવે અનર્થદંડને માત્ર હિંસાથી સંબંધિત માન્યો છે. એમણે “ઉપાસક દશાંગ'ની ટીકામાં લખ્યું છે -
“અર્થ: પ્રયોગન” | ગૃહસ્થસ્થ ક્ષેત્ર-વાર્તા-ધન-ધાન્ય-શરીર પત્નિના વિષયં, तदर्थे आरम्भे भूतोपमर्दोऽर्थदण्डः । दण्डो, निग्रहो, यातना, विनाश इति पर्यायाः । अर्थेन प्रयोजने दण्डोऽर्थदण्डः । स चैवम्भूत उपमर्दनलक्षण दण्डः । क्षेत्रादि प्रयोजनमपेक्ष माणोऽर्थदण्डः उच्यते । तद्विपरीतोऽनर्थदण्डः ।"
અર્થાતુ ગૃહસ્થ પોતાના ખેતર, ઘર, ધન, ધાન્ય કે શરીર પાલન વગેરે પ્રવૃત્તિઓ માટે જે આરંભ દ્વારા પ્રાણીઓનું ઉપમર્દન કરે છે તે અર્થદંડ છે. દંડ, નિગ્રહ, યાતના અને વિનાશ - એ ચારેય એકાર્થક છે. એનાથી વિપરીત અર્થાતુ નિષ્પયોજન જ પ્રાણીઓનું વિઘાત કરવું અનર્થદંડ છે. પ્રમાદ, કુતૂહલ, અવિવેક વગેરેને વશ થઈને જીવોને કષ્ટ આપવું અનર્થદંડ છે. - ઉક્ત વ્યાખ્યા અનુસાર અનર્થદંડની મુખ્ય ધારા હિંસાથી સંબંધિત છે. છતાં અસત્ય, ચૌર્ય, અબ્રહ્મચર્ય તથા પરિગ્રહથી પણ અનર્થદંડની ધારાઓ પ્રવાહિત થાય છે. તેથી શ્રાવકે પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં પહેલાં એ વિચાર કરવો જોઈએ કે પ્રવૃત્તિ એના માટે આવશ્યક છે કે નહિ? એનું એ કાર્ય સાર્થક છે કે નિરર્થક? શું એ કાર્યને કર્યા વગર કોઈ છૂટકો નથી? એ કાર્ય એના કયા પ્રયોજનની પૂર્તિ કરે છે ? આ પ્રકારનો વિવેક કરીને શ્રાવકે એ કાર્યોથી બચવું જોઈએ જે નિરર્થક હોય. અનર્થદંડના ચાર આધાર સ્તંભઃ
શાસ્ત્રકારોએ પાંચ આસ્ત્રવોથી અનુપ્રાણિત મન-વચન-કાયાથી થનારો અનર્થદંડ રૂપ પ્રવૃત્તિઓના ચાર આધાર સ્તંભ બતાવ્યા છે, તે આ પ્રકારે છે -
“तयाणंतरं च चउव्विहं अणट्ठादंडं पच्चक्खाइ । तंजहा अवज्झाणाचरियं, पमायाचरियं, हिंसप्पयाणे, पावकम्मोवएसे ।" ।
- ઉપાસક દશાંગ ૧/૪૩ એના પછી આનંદ શ્રાવકે ચાર પ્રકારના અનર્થદંડનું પ્રત્યાખ્યાન કર્યું. તે આ પ્રકારે છે : (૧) અપધ્યાનાચરિત, (૨) પ્રમાદાચરિત, (૩) હિંઅપ્રદાન અને (૪) પાપોપદેશ. આચાર્ય સમતભદ્ર વગેરેએ અનર્થદંડને પાંચ ભાગોમાં વિભક્ત કર્યો છે -
પાપ-હિંસાવાનાપધ્યાન-રુશ્રુતી: પંઘ . पाहुः प्रसादचर्यामनर्थदण्डान दण्डधराः ॥"
- રત્નકરંડ શ્રાવકાચાર-૭૫
(૪૬) 0000000000000 જિણધમો)