________________
(૧) પાપોપદેશ, (૨) હિંસાદાન, (૩) અપધ્યાન, (૪) પ્રમાદચર્યા અને (૫) દુઃશ્રુતિ.
જ
એ પાંચ અનર્થદંડ છે. એવું પ્રતીત થાય છે કે પહેલાં દુઃશ્રુતિ નામના અનર્થદંડને અલગથી ન માનીને પ્રમાદચર્યામાં જ એને સમાવિષ્ટ કરી લેવામાં આવતો હતો. પછી એની આવશ્યકતા પ્રતીત થવાથી આચાર્ય સમંતભદ્ર વગેરેએ આનું પૃથક્ (અલગ) વિધાન કર્યું. ‘દુઃશ્રુતિ’નો અર્થ છે - એવી વાતો કે કથાઓ, નવલકથાઓ, નાટકોને સાંભળવાં કે વાંચવા, જેમનાથી મનમાં કામ વગેરે વિકાર પેદા થાય છે. આ દુઃશ્રુતિનો અંતર્ભાવ વિકથા નામની પ્રમાદચર્ચામાં થઈ જાય છે.
(૧) અપધ્યાનાચરિત ઃ અનર્થદંડનો સર્વ પ્રથમ આધાર સ્તંભ અપધ્યાનનું આચરણ છે. અપધ્યાનનો અર્થ છે અપ્રશસ્ત ધ્યાન. એમ ધ્યાનના ચાર પ્રકાર છે - આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આ ચારમાંથી પ્રથમનાં બે ધ્યાન અશુભ ધ્યાન છે અને અંતનાં બે ધ્યાન શુભ ધ્યાન છે. અનર્થદંડની અંતર્ગત આદિના બે ધ્યાન - આર્ત અને રૌદ્ર માનવામાં આવ્યાં છે. નિરર્થક ખોટા વિચારોમાં ચિત્તને લગાવવું માનસિક અનર્થદંડ છે. મનુષ્ય જ્યારે દુઃખ કે વિપત્તિમાં હોય છે, ત્યારે કેટલાયે પ્રકારના વિકલ્પો મનમાં ઉભરાય છે. શાસ્ત્રકારોએ આર્તધ્યાની વ્યક્તિના મનના વિકલ્પોનું વિશ્લેષણ કરીને એનાં ચાર પ્રકાર બતાવ્યા છે
-
-
(૧) અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ થવાથી,
(૨) ઇષ્ટ વસ્તુ કે વસ્તુનો વિયોગ થવાથી,
(૩) રોગ વગેરે થવાથી અને
(૪) ઇષ્ટની પ્રાપ્તિ માટે ચિંતા ઉત્પન્ન થવી અથવા અપ્રાપ્ત ભોગોને પ્રાપ્ત કરવાની લાલસાથી તીવ્ર સંકલ્પ (નિદાન) કરવો - એ ચાર પ્રકારના આર્તધ્યાન અનર્થદંડ છે.
બીજું અપધ્યાન રૌદ્રધ્યાન છે, જે આર્તધ્યાનથી પણ ભયંકર છે. આર્તધ્યાનમાં તો વ્યક્તિના વ્યર્થના ખોટા (ખરાબ) વિચાર કરીને પોતાના આત્માનું જ અહિત કરે છે, પરંતુ રૌદ્રધ્યાનમાં પોતાના આત્માના અહિતની સાથે-સાથે બીજાઓનું અહિત કરવાનું દુચિંતન કરે છે. જેનું માનસ અત્યંત ક્રૂર, અતિક્રોધી, અતિલોભી, અતિમોહી અને અતિસ્વાર્થી હોય છે, તે ‘રુદ્ર' કહેવાય છે. એ રુદ્ર અર્થાત્ ભયંકર વ્યક્તિનું ધ્યાન, રૌદ્ર ધ્યાન કહેવાય છે. ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા, અભિમાન વગે૨ે મનોવિકારોથી પ્રેરિત થઈને બીજાઓ માટે અનિષ્ટ ચિંતન કરવું રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાની અત્યંત ક્રૂર હોય છે. થોડા નિમિત્તથી એના તન-બદનમાં આગ લાગી જાય છે, નાની ભૂલ પર બીજાઓનું ભયંકર નુકસાન કરનાર હોય છે.
રૌદ્રધ્યાનના શાસ્ત્રકારોએ ચાર પ્રકાર બતાવ્યા છે - (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી (૩) સ્તેયાનુબંધી અને (૪) સંરક્ષણાનુબંધી.
અનર્થદંડ વિરમણ વ્રત
७४७