________________
પ્રત્યેક અણુવ્રત સંબંધમાં સાર્થક-નિરર્થક દંડનો વિચાર કરવો જોઈએ. જેમ અહિંસા-અણુવ્રતમાં શ્રાવકે આરંભજા, ઉદ્યોગિની અને વિરોધિની હિંસા ખુલ્લી રાખી છે તથા સ્થાવર જીવોની હિંસા પણ ખુલ્લી છે. છતાં દિશાવ્રત અને ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતને ગ્રહણ કરવાથી એમની હિંસા પણ સીમિત થઈ જાય છે, છતાંય ખુલ્લી તો છે જ. આમ, ખુલ્લી હિંસામાં નિષ્ઠયોજન હિંસા (આરંભ સમારંભ) કરવી અનર્થદંડ છે. જેમ કે વિવિધ વિવાહ વગેરેના પ્રસંગો ઉપર દેખાવ કરવા માટે વધુ પડતી લાઇટ (રોશની) વગેરે લગાવવી, મોટા-મોટા ભોજન-સમારંભો યોજવા વગેરે અનર્થદંડ છે. કૃષિ વગેરે ઉદ્યોગિની હિંસાની છૂટના નામ પર તીડ વગેરેનો સફાયો કરવો, આગ સળગાવીને એમને હોમી દેવા, વાંદરાઓ વગેરેને જાનથી મારી નાખવા વગેરે. અથવા મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ થઈ જવાય છતાંય અવિવેક કે લોભવશ અનેક ઉદ્યોગ-ધંધા ખોલવા, જેમાં ઘણાયે જીવોનું ઉપમર્દન થતું હોય વગેરે અનર્થદંડ છે. વિરોધી હિંસાની છૂટના નામ પર સાપ કે વિછી વગેરેને જોતાંવેત જ મારી નાખવા અનર્થદંડ છે.
આ રીતે નિષ્કારણ ત્રણ-સ્થાવર જીવોને કષ્ટ દેવું અનર્થદંડ છે. શ્રાવકે હિંસામાં જે છૂટ રાખી છે એનો ઉપયોગ માત્ર સાર્થક કાર્યોમાં જ કરી શકે છે, નિરર્થક કાર્યોમાં નહિ.
સત્ય વ્રતમાં પણ શ્રાવકે સ્થૂળ અસત્યનો ત્યાગ કર્યો છે, દિમ્પરિમાણ વ્રતમાં ક્ષેત્ર સીમિત કરી લીધું છે, છતાંય સૂમ મૃષાવાદ ખુલ્લો છે. શ્રાવક એનો દુરુપયોગ કરીને જો કોઈની નિંદા, ચાપલૂસી કરે, વ્યર્થનો વિવાદ કે બકબક કરે, બીજાને બદનામ કરવા માટે ચખાચખ કરે, અહીં-તહીંનું જોડીને બે વ્યક્તિઓને પરસ્પર ભીડાવી દે કે પરસ્પર મારામારી કરાવી દે, અથવા કોઈને પાપજનક પ્રેરણા આપે - એ બધા વ્યવહારો મૃષાવાદ સંબંધિત અનર્થદંડ છે. એનાથી વ્યર્થ જ જૂઠનો દોષ લાગે છે.
શ્રાવકે અસ્તેય અણુવ્રતમાં સૂક્ષ્મ ચોરીનો ત્યાગ નથી કર્યો તથા એના નામ પર જો નિપ્રયોજન સૂક્ષ્મ ચોરી પણ કરે છે તો તે અનર્થદંડ છે. જેમ બીજાની વસ્તુનો એની આજ્ઞા વગર ઉપયોગ કરવો અનર્થદંડ છે, કારણ કે એવું કર્યા વગર પણ શ્રાવકનું કામ ચાલી શકે છે.
શ્રાવકે ચતુર્થ વ્રતમાં જે છૂટ રાખી છે એનું નિષ્ઠયોજન સેવન કરવું, એ બ્રહ્મચર્ય સંબંધી અનર્થદંડ છે. જેમ અમર્યાદિત અબ્રહ્મચર્ય-સેવન અનર્થદંડ જ છે. કામોત્તેજક ઘટનાઓવાર્તાઓ, નવલકથા, ખેલ-નાટક (તમાશા) ચલચિત્ર, શૃંગારિત ચિત્ર કે પુસ્તકોને જોવા, વાંચવાં, સાંભળવાં વગેરે અનર્થદંડ છે. અશ્લીલ હાસ્ય-મજાક, નશીલી વસ્તુઓનું સેવન, અશ્લીલ કામચેષ્ટાઓ વગેરે અનર્થદંડ છે.
પરિગ્રહ પરિમાણ વ્રતમાં રાખેલી છૂટમાં નિમ્પ્રયોજન અનુપયોગી વસ્તુઓનો સંગ્રહ કરવો અનર્થદંડ છે. મોટાઈના પ્રદર્શન માટે પોતાના ઘરમાં અનુપયોગી અનાવશ્યક (બિનજરૂરી જૂની ચીજોને સંગૃહીત કરવી તથા એમને સજાવીને પ્રદર્શન માટે રાખવી વગેરે. એ બધી ચીજો રાખ્યા વગર પણ શ્રાવકનું કામ ચાલી શકે છે, તેથી એ નિમ્પ્રયોજન હોવાથી K અનર્થદંડ વિરમણ વ્રત ) જ
ન છ૪૫)