________________
હોય છે ને કે સ્વાદ માટે. તેથી શ્રાવકે આહારની સાત્ત્વિકતા, આહારની શુદ્ધિ પર પર્યાપ્ત ધ્યાન આપવું જોઈએ અને અસ્વાદ વૃત્તિને વિકસિત કરવી જોઈએ. જે સાધક, ભલે તે સાધુ હોય કે શ્રાવક, સ્વાદના ચક્કરમાં પડી જાય છે તે પોતાની સાધનાને ખોઈ બેસે છે.
ખાદ્ય પદાર્થોના વિષયમાં વ્રતી શ્રાવકની દૃષ્ટિ સુધા નિવારણની હોય છે. જેમ કે ઔષધ રોગ નિવારણાર્થ લેવામાં આવે છે, જીભને સારું લગાડવાની દૃષ્ટિએ નહિ; એ જ રીતે આહારનું સેવન પણ સુધા નિવારક ઔષધની જેમ હોવું જોઈએ ન કે સ્વાદવૃત્તિના પોષણ માટે. “આરુણિકોપનિષદ્દમાં કહ્યું છે -
શૌષધવત્ શને આવરે” અર્થાત્ ઔષધની જેમ આહારનું સેવન કરો.
ઔષધ (દવા) લેવાનો અર્થ રોગ મટાડવો અને સ્વાથ્ય સુરક્ષિત રાખવું થાય છે. આ જ દૃષ્ટિએ સુધા રોગને મટાડવા માટે ઔષધ રૂપમાં આહાર કરવો જોઈએ. જ્યાં સ્વાદ વૃત્તિ મુખ્ય હોય છે ત્યાં પ્રમાણ અને પ્રકારનું વિશેષ ધ્યાન નથી રહેતું, પરંતુ ઔષધ વૃત્તિની ખાવાતી પ્રમાણ તથા પ્રકાર પણ નિયંત્રિત થઈ જાય છે. જ્યારે કોઈ સાધક રસપૂર્વક વસ્તુનું સેવન કરે છે તો એનું પરિણામ વધુ માત્રામાં સેવન કરવામાં થાય છે, વધુ ખાવાની આદત પડી જાય છે, જે હાનિકારક હોય છે.
શરીર ધારણની દૃષ્ટિ હોવાથી સાધક અયોગ્ય, અખાદ્ય, અનાવશ્યક, અહિતકર, પ્રકૃતિની પ્રતિકૂળ, અતિમાત્રામાં પદાર્થ સેવન કરવો છોડી દે છે. એનાથી વધુ સારી વસ્તુઓનો મોહ ખતમ (નષ્ટ) થઈ જાય છે. મન સ્વાદના બંધનથી મુક્ત થઈ જાય છે. ફળસ્વરૂપ પૂલસૂમ બંને પ્રકારનો વિકાસ ક્ષીણ થઈ જાય છે, ચિત્તવૃત્તિ આત્માની તરફ ફરવા (ઝૂકવા) માંડે છે. સાધકની વૃત્તિ અંતર્મુખી થઈ જાય છે. આહારશુદ્ધિના વિષયમાં “છાંદોગ્ય ઉપનિષદ'માં કહ્યું છે - ____आहार शुद्धौ सत्व शुद्धिः सत्व शुद्धौ स्मृतिः ।
स्मृतिलभ्भे सर्व ग्रन्थीनां विप्रमोक्षः ॥" આહાર શુદ્ધ, સાત્ત્વિક તથા ન્યાય પ્રાપ્ત હોય તો સત્ત્વશુદ્ધિ કે અંતઃકરણની શુદ્ધિ થાય છે. અંતઃકરણની નિર્મળતાથી સ્મૃતિ-લાભ થાય છે. આત્મ-સ્મરણ હંમેશાં રહે છે. એનાથી હૃદયની સમસ્ત ગ્રંથીઓ ખૂલી જાય છે. અર્થાત્ અજ્ઞાનની ગાંઠો નષ્ટ થઈ જાય છે.
આમ, ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના કારણે ગૃહસ્થ સાધક ઉત્તરોત્તર અંતર્મુખી થતાં-થતાં મોક્ષમાર્ગમાં અગ્રેસર થતો રહે છે. ઉપભોગ-પરિભોગ વિરમણ સપ્તમ વ્રતના અતિચારો :
ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત બે પ્રકારના છે. જેમ કે - "उवभोग परिभोग परिमाण वए दुविहे पन्नते, तं जहा-भोयणाओ य कम्मओ य।"
અર્થાત્ ઉપભોગ-પરિભોગ-પરિમાણ વ્રત બે પ્રકારના છે, યથા-ભોજનથી અને કર્મ - (વૃત્તિ-વેપાર)થી. [૦૪૦)
જિણધો]