________________
(૧) ત્રસ વધઃ જે કોઈપણ વસ્તુનો ઉપભોગ-પરિભોગ કરવો હોય, એના વિષયમાં શ્રાવકે વિચારવું જોઈએ કે આ હાલતાં-ચાલતાં (ત્રણ) પ્રાણીઓના નાશથી તો તૈયાર નથી થઈ ને ? જો તે ત્રસ જીવોની હત્યાથી તૈયાર થઈ છે તો શ્રાવકે એ વસ્તુનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. જેમ કે માંસ, ચરબી, પશુઓને મારીને તૈયાર કરવામાં આવેલું ચામડું, રેશમના કીડાના વધથી તૈયાર થયેલું રેશમી વસ્ત્ર, માછલી કે અન્ય જીવોના અવયવોથી તૈયાર થયેલી દવાઓ વગેરે. ત્રસ વધ-જન્ય વસ્તુઓનો ઉપભોગ-પરિભોગ સર્વથા ત્યાજ્ય સમજવો જોઈએ.
(૨) બહુ વધ ઃ જે પદાર્થ ત્રસ જીવોના સંહારથી તો નિષ્પન્ન નથી થયો, પરંતુ એને બનાવવામાં ત્રસ જીવ પેદા થઈ જાય છે અથવા વિપુલ પ્રમાણમાં સ્થાવર જીવોની હિંસા થાય છે, એવા બહુ વધજન્ય પદાર્થોનો ઉપભોગ-પરિભોગ શ્રાવક માટે ત્યાજ્ય છે. જેમ કે મધ, ત્રસ જીવોના વધથી તો નથી બનતું પરંતુ એના બનાવવાની પ્રક્રિયા એવી છે કે એને સડાવવામાં અનેક ત્રસ જીવ પેદા થઈ જાય છે, તે મરી જાય છે, તેથી મધ બહુ વધજન્ય હોવાથી વર્જનીય છે. ગુંદા (ઉમળો) કે વડના ફળમાં અનેક ત્રસ જીવ હોય છે, તેથી વર્જનીય છે. જે મધ મધમાખીઓના મધપૂડાઓ પર ધુમાડો કરીને નિષ્પન્ન થાય છે, એને પણ વર્જનીય સમજવું જોઈએ.
(૩) પ્રમાદ : જે વસ્તુના સેવનથી પ્રમાદ વધતો હોય, જે કામોત્તેજક હોય, જે અતિ ગરિષ્ઠ હોય, જે તામસિક હોય, જે પ્રકૃતિને ઉગ્ર અને અવિવેકી બનાવી દેતો હોય તે પદાર્થ ત્યાજ્ય છે. શ્રાવકને આહાર-વિહારના વિષયમાં બહુ સતર્ક (જાગૃત) રહેવું જોઈએ. અતિભોજન પણ આળસ લાવે છે, ગરિષ્ઠ ભોજન કામોત્તેજના લાવે છે. એવા કામોત્તેજક અને આળસવર્ધક આહારથી શ્રાવકે દૂર રહેવું જોઈએ. ગદગદતું (ડલ્લોપ) શયન-આસન કે વિકારોત્તેજક વસ્ત્ર તથા અન્ય કામવર્ધક પદાર્થ શ્રાવક માટે સર્વથા ત્યાજ્ય છે.
(૪) અનિષ્ટ : જે વસ્તુ શરીર કે જીવન માટે હાનિકારક છે, જેમનાથી સ્વાથ્ય બગડતું હોય, એવા માદક પદાર્થો તથા ધૂમ્રપાન અનિષ્ટ છે. કેટલાય અનાજ કે ખાદ્ય પદાર્થ અડધા પાકેલા કે વધુ પાકેલા હોવાથી હાનિકારક થાય (હોય) છે, એમને પણ અનિષ્ટમાં સમજવા જોઈએ.
(૫) અનુપસેવ્ય : જે વસ્તુનું સેવન શિષ્ટ સંમત નથી, ધૃણિત છે, તે અનુપસેવ્ય છે. પૂર્વજ શિષ્ટ પુરુષોએ જેમનો ઉપભોગ વર્જનીય માન્યો હોય તે પણ અનુપસેવ્ય છે. જેમ કે અજાણ્યા ફળો, ઈંડાં વગેરે. આહારશુદ્ધિ અને સ્વાદ વૃત્તિઃ
ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત મુખ્યત્વે ખાદ્ય પદાર્થોથી સંબંધિત છે. ગૃહસ્થ સાધકના ખાવાનો ઉદ્દેશ્ય જીવનનિર્વાહ હોય છે. તે જીવવા માટે ખાય છે, ન કે ખાવા માટે જીવે છે. તેથી એને આહાર-વિહારમાં બહુ જ વિવેકથી કામ લેવું જોઈએ. આહાર-પ્રાણ-ધારણ માટે K ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત જ
, છ૩૯)