________________
(૧૬) વિગચ વિહિ ઃ વિગયમાં એ પદાર્થો છે, જે ભોજનને પૌષ્ટિક બનાવે છે. વિગય પાંચ માનવામાં આવ્યા છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ (ખાંડ કે ખાંડ વગેરેથી બનાવેલી મીઠાઈ). આ પાંચેય વિકૃતિ ઉત્પન્ન કરનાર હોવાથી વિગય કહેવાય છે. એમની મર્યાદા કરવી વિગય વિહિ' છે. મધ અને માખણ વિશેષ વિકૃતિ પેદા કરનાર હોવાથી વિશેષ વિગય છે. વિશેષ કારણ વગર શ્રાવકને એમનું સેવન ન કરવું જોઈએ. મધ અને માંસ વિગયા (બહુ જ વિકૃતિ પેદા કરનાર) છે. એનાથી બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય છે અને એ ત્રસ જીવોના ઘાતથી ઉત્પન્ન થાય છે, તેથી એ શ્રાવક માટે સર્વથા ત્યાજ્ય છે.
(૧૦) સાગ વિહિ : ભોજનના સાથે વ્યંજનના રૂપમાં ખાવામાં આવતા પદાર્થોને શાક કે સાગ કહે છે. એ લીલાં અને સૂકાં બંને પ્રકારનાં હોય છે. શાકના વિષયમાં મર્યાદા કરવી “સાગ વિહિ પરિમાણ” છે.
(૧૮) માહુર વિહિ ? મધુર તથા લીલાં-સૂકાં ફળોની મર્યાદા કરવી “માહુર વિહિ પરિમાણ છે. મધુર લીલાં ફળોમાં કેરી, કેળાં, દાડમ, દ્રાક્ષ વગેરે છે, સૂકાં ફળોમાં બદામપિસ્તા-કિસમિસ વગેરે સૂકા મેવા છે. ' (૧૯) જીમણ વિહિ? જે પદાર્થ ભોજનના રૂપમાં સુધા નિવારણાર્થ ખાવામાં આવે છે. જેમ કે રોટલી, પૂરી, પરોઠા, બાટી વગેરે તે જીમણ કહેવાય છે. આ પ્રકારનાં દ્રવ્યોની મર્યાદા કરવી “જીમણ વિહિ પરિમાણ' છે.
(૨૦) પાણી વિહિ ઃ વિવિધ પ્રકારના પેય જળોની મર્યાદા કરવી. પાણીના ઉષ્ણોદક, શીતોદક, વરસાદનું જળ, ખારું-મીઠું વગેરે અનેક ભેદ છે. “અમુક સ્થાનના, અમુક નામના, અમુક પ્રકારના, અમુક પ્રમાણમાં જળનો ઉપયોગ કરીશ, અન્ય પાણીનો નહિ.” આ પ્રકારની મર્યાદા કરવી “પાણી વિહિ પરિમાણ' છે.
(૨૧) મુખવાસ વિહિ ? મુખવાસમાં એ પદાર્થોની ગણના કરવામાં આવે છે જે ભોજન પછી મુખશુદ્ધિ માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે સોપારી, પાન, એલચી. આ પ્રકારના મુખવાસના સંબંધમાં પરિમાણ કરવું “મુખવાસ વિહિ પરિમાણ' છે.
(૨૨) વાહન વિહિ ? વાહનમાં એ પદાર્થોની ગણના કરવામાં આવે છે. જેના ઉપર ચડીને ભ્રમણ કે પ્રવાસ કરવામાં આવે છે. જેમ કે હાથી, ઘોડા, ઊંટ, બળદગાડી, રથ, પાલખી, નાવ, વિમાન, રેલવે (રેલગાડી), મોટર વગેરે. ઉક્ત સવારીથી મર્યાદા કરવી “વાહણ વિહિ પરિમાણ છે.
(૨૩) ઉવાણહ વિહિ : ઉપાનહમાં એ ચીજોની ગણના કરવામાં આવે છે, જે પગોની રક્ષા માટે પગમાં પહેરવામાં આવે છે. જેમ કે બૂટ, ચંપલ, સેન્ડલ, ખડાઉ, મોજા વગેરે. આ બધાની યથાવશ્યક મર્યાદા કરવી “ઉપાણહ વિધિ પરિમાણ” છે.
(૨૪) શયણ વિહિ : શયનમાં એ બધી ચીજોનો સમાવેશ થાય છે, જે ઊંઘવાબેસવાના કામમાં આવે છે. જેમ કે પલંગ, ખાટલો, પાટ, આસન, ગાદી, ગાદલું, પાથરણું, [ ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત
છે. જે
૩૦)