________________
(૫) ઉવટ્ટણ વિહિ ? શરીર પર જામેલા મેલને હટાવવા તથા શરીરમાં ર્તિ તથા શક્તિ લાવવા માટે પીઠી લગાવવામાં આવે છે. આ પીઠી વિશે મર્યાદા કરવી વિટ્ટણ વિહિ પરિમાણ છે.
(૬) મwણ વિહિઃ સ્નાનના સંબંધમાં મર્યાદા કરવી કે - “હું આટલી વારથી વધુ વાર કે અમુક પ્રકારના આટલા જળથી વધુ જળનો વ્યય નહિ કરું,” આ “મજ્જણ વિહિ પરિમાણ છે.
(૦) વત્થ વિહિઃ વસ્ત્રના સંબંધમાં મર્યાદા કરવી કે - “હું અમુક પ્રકારના આટલા વસ્ત્રથી વધુ વસ્ત્ર ધારણ નહિ કરું.” આ પ્રકારની વસ્ત્ર સંબંધી મર્યાદા કરવી “વત્થ વિહિ પરિમાણ છે.
(૮) વિલવણ વિહિઃ શરીરમાં શીતળતા પ્રદાન કરનાર ચંદન વગેરે સુગંધિત દ્રવ્યોનું વિલેપન કરવામાં આવે છે. એ દ્રવ્યોની મર્યાદા કરવી ‘વિલવણ વિહિ પરિમાણ' છે.
(૯) પુષ્ક વિહિ ? પુષ્પોની મર્યાદા કરવી કે - “અમુક વૃક્ષનાં આટલાં પુષ્પોના સિવાય અન્ય તથા વધુ ફૂલ ઉપયોગમાં નહિ લઉં.” આ “પુષ્ક વિહિ પરિમાણ છે. આજકાલ પુષ્પના બદલે અત્તર, ગુલાલ (ફુલેલ) નું પ્રચલન છે. એમની મર્યાદા પણ એના અંતર્ગત સમજવી જોઈએ.
(૧૦) આભરણ વિહિ ઃ શરીર પર ધારણ કરવામાં આવતાં આભૂષણોની મર્યાદા કરવી કે - “હું આટલા મૂલ્ય કે આટલા વજનના અમુક આભૂષણ સિવાય અન્ય આભૂષણોનો ઉપયોગ નહિ કરું.’ આ “આભરણ વિહિ પરિમાણ” છે.
(૧૧) ધૂપ વિહિ : નિવાસ વગેરે સ્થાનોમાં સ્વાથ્યની દૃષ્ટિએ વાયુશુદ્ધિ માટે ધૂપ વગેરેના ઉપયોગનું પરિમાણ કરવું “ધૂપ વિહિ પરિમાણ છે. - ઉક્ત અગિયાર બોલ એવી ચીજોથી સંબંધિત છે, જે શરીરની રક્ષા માટે છે અથવા જેનાથી શરીરમાં સ્ફર્તિ કે સ્વસ્થતા આવે છે.
એનાથી આગળના ૧૦ બોલોમાં એવી વસ્તુઓની વિધિનું પરિમાણ સૂચિત કરવામાં આવ્યું છે, જે શરીરને શક્તિ પ્રદાન કરનાર છે.
(૧૨) પેન્જ વિહિ : પ્રાતઃકાળે નાસ્તાના સમયે જે પેય પદાર્થ લેવામાં આવે છે, એ પેય પદાર્થો (દૂધ, શરબત, મધ્રો વગેરે)નું પરિમાણ કરવું “પેન્જ વિહિ પરિમાણ છે.
(૧૩) ભખણ વિહિઃ નાસ્તાના સમયે જે પદાર્થ ખાવામાં આવે છે, જેમ કે મીઠાઈ, બિસ્કિટ વગેરે, એમનું પરિમાણ કરવું ‘ભખણ વિહિ પરિમાણ' છે.
(૧૪) ઓદણ વિહિ ? ઓદનમાં એ દ્રવ્યોનો સમાવેશ છે, જે વિધિપૂર્વક અગ્નિ ઉપર બનાવીને ખાવામાં આવે છે. જેમ કે ચોખા, થુલી, ખીચડી વગેરે. એવી ચીજોની મર્યાદા કરવી “ઓદણ વિહિ પરિમાણ' છે.
(૧૫) સૂપ વિહિ : સૂપમાં એ ભોજ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. જે દાળ, સૂપ વગેરેના રૂપમાં રોટલી કે ભાતના સાથે ખાવામાં આવે છે. એવી વસ્તુઓની મર્યાદા કરવી
સૂપ વિહિ પરિમાણ” છે. (૩૦)
જિણધમો)