________________
ટેબલ, ખુરશી, સોફા, બાજોઠ વગેરે. આ પદાર્થોની યથાવશ્યક મર્યાદા કરવી ‘શયણ વિહિ પરિમાણ' છે.
(૨૫) સચિત્ત વિહિ : એમાં સચિત્ત (સજીવ) પદાર્થોની મર્યાદા કરવામાં આવે છે. જે અચિત્ત કર્યા પછી જ ખાવામાં આવે છે, જેમના સ્પર્શથી મુનિ બચે છે. વાસ્તવમાં શ્રાવકને જ્યાં સુધી સંભવ હોય, સચિત્ત પદાર્થના ઉપભોગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તે શ્રમણોપાસક છે. શ્રમણોપાસકનો અર્થ શ્રમણોની ઉપાસના કરનાર હોય છે. શ્રમણોની ઉપાસના તે એમને અચિત્ત (પ્રાસુક) આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર વગરે આપીને જ કરી શકે છે. જો તે જ સચિત્ત ભોજી હશે તો સાધુ-સાધ્વીઓને અચિત્ત ભોજન ક્યાંથી આપી શકશે ? તેથી શ્રાવકે અચિત્ત ભોજી હોવું જોઈએ. એવું સંભવ ન હોય તો સચિત્ત પદાર્થોની મર્યાદા કરી લેવી જોઈએ.
(૨૬) દવ્ય વિહિ : ઉપર્યુક્ત બોલોમાંથી જે સચિત્ત કે અચિત્ત ખાદ્ય પદાર્થોની જે મર્યાદા કરવામાં આવી છે, એ પદાર્થોની દ્રવ્ય રૂપમાં ગણતરી કરીને આ પ્રકારની મર્યાદા કરવી કે - એક દિવસમાં કે એક સમયમાં કે આયુષ્યભરમાં આટલા દ્રવ્યથી વધુ દ્રવ્યનું સેવન નહિ કરું,' સ્વાદની ભિન્નતાની દૃષ્ટિએ જેટલી વસ્તુઓ અલગ-અલગ દ્રવ્યોના સંયોગના સાથે મોંમાં નાખવામાં આવશે, એમની ગણના પૃથક્-પૃથક્ દ્રવ્યોમાં થશે. આમ, યથાસંભવ દ્રવ્યોના સેવનની મર્યાદા કરવી દવ્ય વિહિ પરિમાણ' છે.
ઉક્ત છવ્વીસ પ્રકારના પદાર્થોની યથાવિધિ મર્યાદામાં એ બધા ઉપભોગ્ય-પરિભોગ્ય, પદાર્થોનું પરિમાણ આવી જાય છે જે જીવનનિર્વાહ માટે કે શરીર ધારણ માટે આવશ્યક છે. ઉક્ત ૨૬ વાતોની સૂચી એટલા માટે બતાવી છે કે સર્વ સાધારણથી લઈને રાજા-મહારાજા સુધી આ વ્રતને આસાનીથી ધારણ કરી શકે. શાસ્ત્રકારે પોતાની તરફથી બધી વાતોનો સંકેત કરી દીધો છે, જે વ્યક્તિને જે પદાર્થની જરૂર ન હોય તે એનો સર્વથા ત્યાગ કરી શકે છે. શ્રાવકને પોતાની શક્તિ, પરિસ્થિતિ તથા યોગ્યતા વગેરે જોઈને યથાવિધિ ઉપભોગ્યપરિભોગ્ય પદાર્થોનો ત્યાગ કે મર્યાદા કરી લેવી જોઈએ.
મર્યાદાની મર્યાદા ઃ
શ્રાવક પોતાના જીવનમાં સપ્તમ્ વ્રત ગ્રહણ કરીને જ્યારે ઉપભોગ્ય-પરિભોગ્ય વસ્તુઓની મર્યાદા કરે છે, ત્યારે જ એને એ પદાર્થ મર્યાદાના ઔચિત્યને પાંચ કારણોની કસોટી ઉપર મૂકીને સ્પષ્ટ કરી લેવી જોઈએ. જો એના દ્વારા મર્યાદામાં રાખેલી વસ્તુ પાંચ દોષોથી યુક્ત છે, તો એ વસ્તુનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. આચાર્ય અકલંકે ગૃહસ્થ સાધક માટે ઉપભોગ-પરિભોગ્ય વસ્તુઓના ઉપયોગ કર્યા પહેલાં પાંચ કારણોની કસોટી પર એમને ચકાસવાની જરૂરિયાત બતાવી છે. ઉપભોગ-પરિભોગને પારખવાનાં પાંચ કારણો : તે પાંચ કારણો આ પ્રકાર છે - (૧) ત્રસ વધ, (૨) બહુ વધ, (૩) પ્રમાદ, (૪) અનિષ્ટ અને (૫) અનુપસેવ્ય.
જિણધર્મો
७३८