________________
શરીરરક્ષા માટે અનિવાર્ય પદાર્થોનો ઉપભોગ કરીને. બીજા પ્રકારથી જીવન જીવનારી વ્યક્તિઓ સાતમું વ્રત ગ્રહણ કરીને પોતાના જીવનના કલાકાર બને છે. તે પોતાના જીવનને મિતવ્યયી, ર્તિમાન તથા સ્વસ્થ-સશક્ત બનાવીને યથાશક્તિ તપ, ત્યાગ તથા ચારિત્ર પાલન દ્વારા પૂર્ણ આત્મિક વિકાસની તરફ લઈ જાય છે. ઓછો ઉપભોગ વધુ સુખ :
મનુષ્યજીવનની જે પ્રાથમિક અને અનિવાર્ય આવશ્યકતાઓ છે, એમની પૂર્તિ માટે વિચાર કરતા સમયે ગૃહસ્થ આ સ્વર્ણિમ સૂત્રને યાદ રાખવું જોઈએ કે - “જેટલો ઓછો ઉપભોગ, એટલું જ વધુ સુખ.” એને ચિંતન કરવું જોઈએ કે વસ્તુઓ અસીમ છે, પદાર્થોની કોઈ ગણતરી નથી, વ્યક્તિ એકલી છે, એકલી વ્યકિતને આટલી બધી ચીજોની આવશ્યકતા પણ નથી. એ વસ્તુઓ જે એના સ્વાથ્ય, ધર્મ અને નીતિને નષ્ટ કરનાર છે, દારૂ, માંસ વગેરે તો સર્વથા ત્યાજ્ય છે. એમનો ત્યાગ તો અનિવાર્ય છે અને પછી તે ચીજો, જે એના દૈનિક જીવનમાં કામ નથી આવતી, એમને પણ ઉપભોગ્ય વસ્તુઓની સૂચીમાંથી કાઢી દેવી જોઈએ. એ પછી જેટલા પ્રકારની વસ્તુઓ રહે, તે પણ બધી ઉપભોગમાં નથી આવતી. તેથી એનો પણ ત્યાગ કરીને એ ચીજોની સંખ્યા કે માત્રા નિયત (નક્કી) કરી લે. એ રીતે શ્રાવક અનેક પ્રકારની વસ્તુઓનો પ્રચુર માત્રા કે સંખ્યામાં ત્યાગ કરીને પછી નિયત વસ્તુઓનો નિશ્ચિત માત્રા કે સંખ્યામાં ઉપભોગ કરે છે, તો એના જીવનમાં જ્ઞાન તથા વિવેકનો પ્રકાશ વધતો જાય છે. એની સ્વાશ્ય તથા સુખ-શાંતિનો લાભ પણ મળે છે. બીજી વ્યક્તિ પણ એ પદાર્થોથી વંચિત નથી રહેતી.
જો ઊંડાણપૂર્વક વિચારવામાં આવે તો ભોગોથી જે સુખ મળે છે, તે વિદ્યુતની જેમ ચંચળ અને ક્ષણિક છે, જ્યારે ત્યાગનું સુખ સૂર્યના પ્રકાશની સમાન સ્થિર હોય છે. કેટલાક પદાર્થ - તો મનુષ્યને પ્રાપ્ત ન હોય ત્યાં સુધી રમણીય અને આકર્ષક લાગે છે, પ્રાપ્ત થઈ ગયા પછી એમાં ગ્લાનિ તથા અરુચિ થવા લાગે છે. ખૂજલીને ખણવાની જેમ કામજન્ય ભોગ પ્રારંભમાં સુખકર પ્રતીત થાય છે, પરંતુ એનું પરિણામ દુષ્કર હોય છે, કામ-ભોગોથી મનુષ્યને અરુચિ થવા લાગે છે અને તેને પોતાના જીવનથી રસ ઉડી જાય છે. “આગમ'માં કહેવામાં આવ્યું છે -
"खणमित्त सुक्खा बहुकाल दुक्खा, पगामदुक्खा, अणिगामसुक्खा ।। संसार-मोक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ काम भोगा ॥"
- ઉત્તરા, અ-૧૪, ગા-૧૩ ભોગ ક્ષણમાત્ર માટે જ સુખકારક છે, પરંતુ પછી તે લાંબા કાળ સુધી દુઃખદાયી હોય છે. ભોગોમાં બહુ અધિક દુઃખ છે, અલ્પ સુખ છે. ભોગ સંસારમુક્તિનો શત્રુ છે અને અનર્થની ખાણ છે.”
ભોગપૂર્ણ જીવનમાં ક્યારેય સંતોષ અને સુખ નથી હોતું. અસંતોષનું પરિણામ દુઃખ જ હોય છે. તેથી ભગવાન મહાવીરે શ્રાવકોને ઉપભોગ-પરિભોગ-પરિમાણ વ્રતનો સ્વીકાર (૩૨)
છે જે તે જિણધમો)