________________
જીવનભર માટે બધી દિશાઓમાં ગમનાગમનની સીમા કરવી જોઈએ. માત્ર દિવસ-રાત (અહોરાત્રિ) કે ઓછા સમય માટે કરવામાં આવેલી ગમનાગમનની મર્યાદાની ગણના દેશાવકાશિક વ્રતમાં થાય છે.
જે મેદાનમાં ફૂટબોલની રમત રમાય છે, એમાં ખેલાડીઓએ સાવધાની રાખવી પડે છે કે ક્યાંક ફૂટબોલ મેદાનની સીમાથી બહાર ન ચાલ્યો જાય. જો ફૂટબૉલ રમતના મેદાનથી બહાર ચાલ્યો જાય તો ફાઉલ થઈ જાય છે. એમ જ જીવનની રમતનું જે મેદાન શ્રાવકે નિશ્ચિત કર્યું છે, એમાં જ એને ખેલાડી બનીને રમવાનું છે. જેમ મેદાનથી બહાર દડો નિર્ધારિત થાંભલાઓ સિવાય અન્ય સ્થાનથી નીકળવાથી આઉટ થઈ જાય છે. એમ જ વ્રતની સીમાનું અતિક્રમણ હોવાથી અતિચાર અને અનાચાર બંને થઈ શકે છે. અર્થાત્ જેમ દડાને નિર્ધારિત સીમાથી બહાર નીકળી જવાથી આઉટ અને ગોલ બંને થઈ શકે છે. તાત્પર્ય એ છે કે જીવન ક્ષેત્રના ખેલાડી શ્રાવકને પોતાના મન, વચન, કાયાના દડાને સ્વેચ્છાથી નિશ્ચિત કરેલી સીમાથી બહાર ન જવા દેવો જોઈએ.
દિશા પરિમાણ વ્રત એક પ્રકારની લક્ષ્મણ રેખા છે. જેમ સીતાએ (રાવણના સાધુ વેશથી પ્રભાવિત થઈને) લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું તો એના માટે મુસીબત પેદા થઈ ગઈ, એ જ રીતે શ્રાવક જો પોતાની જ ખેંચેલી દિશા મર્યાદા રૂપ લક્ષ્મણ રેખાનું અતિક્રમણ કરશે તો એના જીવનમાં ખતરો પેદા થઈ શકે છે. તેથી વ્રતધારી શ્રાવકને આ વાતની સાવધાની રાખવી જોઈએ કે એ સીમા રેખાનું અતિક્રમણ ન થાય.
આ દિશા વ્રત બે કરણ, ત્રણ યોગથી ગ્રહણ કરવામાં આવે છે. અર્થાતુ પ્રત્યેક દિશામાં ગમનની જે મર્યાદા નિશ્ચિત કરી છે, એનાથી આગળ સ્વયં ગમન ન કરવું અને બીજાઓને પણ મર્યાદિત અંતરથી આગળ ન મોકલવું. મન, વચન, કાયાથી આ વ્રતના આચરણથી વૃત્તિ સંકોચ અને મમત્વનો ત્યાગ સહજ બની જાય છે. સાથે ઉત્તરોત્તર વધુ ત્યાગ કરવાની ક્ષમતા વધી જાય છે. દિવ્રતનાં અન્ય વ્રતોનો પ્રભાવ:
દિશા પરિમાણ વ્રતના ધારણ કરવા અને સાવધાનીપૂર્વક એનું પાલન કરવાથી શ્રાવકનું આત્મબળ અને ત્યાગબળ વધી જાય છે. સાથે એની દ્વારા ગ્રહીત પાંચેય અણુવ્રતોમાં વધુ તેજસ્વિતા અને ચમક આવી જાય છે. આચાર્ય સમતભદ્ર કહે છે -
"अवधेर्बहिरणपापं प्रतिविरतेर्दिग्व्रतानि धारयताम् । पंच महाव्रत परिणतिमणुव्रतानि प्रपद्यन्ते ॥"
- - રત્નકરં શ્રાવકાચાર, શ્લો-૭૦ અર્થાત્ “દિશા પરિમાણ વ્રત ધારણ કરનાર શ્રાવકો દ્વારા પ્રત્યેક દિશામાં મર્યાદિત ભૂમિની બહાર સૂક્ષ્મ-સૂક્ષ્મ બધાં પાપોથી નિવૃત્તિ થઈ જવાના કારણે એના પાંચ અણુવ્રત પણ પંચ મહાવ્રતના રૂપમાં પરિણત થઈ જાય છે.”
(૨૮)
00000000000 જિણધમો)