________________
હોતું, પરંતુ જ્યારે વ્યક્તિ અર્થ-પ્રધાન કે ભોગ-પ્રધાન બની જાય છે તો તે અર્થ અને ભોગની શોધમાં દૂર-સુદૂર ક્ષેત્રોમાં ગમનાગમન કરે છે. તે વાયુયાન (વિમાન) દ્વારા આકાશને ઓળંગતો હજારો માઇલ દૂર વસેલા વિદેશોમાં જાય છે, સ્ટીમરો દ્વારા પાણીને ચીરતો દેશ-વિદેશોમાં ભ્રમણ કરે છે. રેલો, બસો કે અન્ય વાહનો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળ સુધી સુદૂરવર્તી ક્ષેત્રોમાં ભટકે છે. આખરે આટલી ઉખાડ-પછાડ કેમ ? દેશ-વિદેશમાં આટલી દોડા-દોડ કેમ ? માત્ર એટલા માટે કે વ્યક્તિએ પોતાના જીવનને અર્થ-પ્રધાન અને ભોગ-પ્રધાન બનાવી દીધું છે? શ્રાવકનું લક્ષ્ય અર્થ અને ભોગ નથી. એનું જીવન ધર્મપ્રધાન જીવન હોય છે, તેથી તે સાદું-સીધું, સંતોષી જીવન વ્યતીત કરે છે. એની પાયાની જરૂરિયાતોની પૂર્તિ સીમિત ક્ષેત્રમાં રહીને પણ થઈ શકે છે. તેથી તે શું કામ દેશ-વિદેશમાં જવાની ખટપટ અને દોડાદોડ કરે? આ જ દૃષ્ટિકોણથી શ્રાવક માટે દિશાઓમાં ગમનાગમન કરવાની મર્યાદાને નિર્ધારિત કરનાર દિશા પરિમાણ વ્રત બતાવવામાં આવ્યું છે. આ વ્રતને ગ્રહણ કરવાથી ગૃહસ્થના સાંસારિક જીવન વ્યવહારમાં કોઈ વ્યવધાન (મુસીબતઅડચણ) નથી આવતું અને ધર્મારાધન પણ વ્યવસ્થિત રૂપે થતી રહે છે. મનની શાંતિ માટે અને ધર્મની આરાધનામાં અનુકૂળતાની દૃષ્ટિએ આ દિશામાં પરિમાણ વ્રતને અંગીકાર કરવો બહુ આવશ્યક છે.
સુખ-શાંતિનો મૂળાધાર સંતોષ છે, સત્તા કે સંપત્તિ નહિ. સત્તા કે સંપત્તિની અમર્યાદિત લાલસાના કારણે સુભૂમ ચક્રવર્તી સેના સહિત સમુદ્રના ખોળામાં સમાઈ ગયો. જિનરક્ષિતની દુર્ગતિ થઈ. આ જ અમર્યાદિત લાલસાના કારણે લોકો દેશ-વિદેશોમાં પોતાનો વેપાર-ધંધો ફેલાવે છે, અનેક સત્તાપિપાસુ લોકો બીજા દેશો ઉપર આધિપત્ય જમાવે છે, દિગ્વિજય થવા નીકળે છે અને મહારંભ મહાપરિગ્રહના પાપથી ભારે બનીને અધોગતિનો માર્ગ તૈયાર કરે છે. અતિ લાલસાનું પરિણામ ભયંકર જ હોય છે. તેથી શ્રાવક માટે એ આવશ્યક થઈ જાય છે કે તે પોતાની લાલસાઓને સીમિત કરે અને એને માટે દિશા પરિમાણ વ્રત અંગીકાર કરે. આ વ્રત અંગીકાર કરવાને કારણે મર્યાદિત ક્ષેત્રથી બહારના બધા આસ્ત્રવોનો - બધાં પાપોનો સ્વયંસેવ પરિત્યાગ થઈ જાય છે. દિશા પરિમાણનું સ્વરૂપ રત્નકરંડશ્રાવકાચાર'માં દિશા પરિમાણનું સ્વરૂપ બતાવતાં કહેવામાં આવ્યું છે કે -
"दिग्वलयं परिगणितं कृत्वतोऽहं बहिर्न यास्यामि । इति संकल्पो दिग्वतमामृरवणुपापविनिवृत्यै ॥ मकराकर सरिदटवी गिरिजन पद योजनानि मर्यादाः । प्राहुर्दिशां दशानां प्रतिसंहारे प्रसिद्धानि ॥"
- રત્નકરંડ શ્રાવકાચાર - ૬૮-૬૯ અર્થાત્ દિશાઓમાં ગમનાગમન કરવા વિશે જે મર્યાદા કરવામાં આવે છે કે – “હું અમુક સ્થાન, નદી, પર્વત, વૃક્ષ, સમુદ્ર, જનપદ, ગામ કે નગરથી અમુક-અમુક દિશામાં
(૨૬) 00 0 0 0 0 0
0 0 0 0 જિણધમો )