________________
"परिधय इव नगराणि व्रतानि किल पालयन्ति शीलानि ।"
- પુરુષાર્થ સિદ્ધયુપાય મોક્ષમાર્ગનો પથિક શ્રાવક પાંચ અણુવ્રતોનો અંગીકાર કરીને જ રોકાઈ ન જાય, આગળના ધ્યેય પર ચાલવાની શક્તિ એમાં પેદા થાય. આ દૃષ્ટિએ શાસ્ત્રકારોએ અણુવ્રતોની સાથે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોની યોજના કરી. આ ગુણવ્રતો તથા શિક્ષાવ્રતોને અપનાવવાથી ગૃહસ્થ શ્રાવક પણ મહાવ્રતી સાધુની જેમ જીવન જીવવાનો ક્યારેક-ક્યારેક અભ્યાસ કરીને સંપૂર્ણ ત્યાગની દિશામાં આગળ વધી શકે છે.
સાગારધર્મામૃતમાં કહેવાયું છે કે –
"गुणार्थमणुव्रतानामुपकारार्थं व्रतं-गुणव्रतम्, दिग्विरत्यादीन नणुव्रताननुबंहणार्थत्वात्। तथा भवति शिक्षाव्रतम् । शिक्षायै अभ्यासाय व्रतं देशावकाशादीनां प्रतिदिवसाभ्यसनीयत्वात् । अतएव गुणव्रतादस्य भेदः । गुणवतं हि प्रायोयावज्जीविकमाहु ।"
- સાગાર ધર્મામૃત ટીકા - ૪-૪ અર્થાત્ “અણુવ્રતો માટે ઉપકારી હોવાથી દિગ્વિરતિ વગેરેને ગુણવ્રત કહેવામાં આવે છે. જે વ્રત પ્રતિદિન અભ્યાસ કરવા યોગ્ય છે, તેને શિક્ષાવ્રત કહેવામાં આવે છે. ગુણવ્રત પ્રાયઃ ચાવજીવ માટે હોય છે, જ્યારે શિક્ષાવ્રત પ્રતિદિવસીય હોય છે.
અણુવ્રતોની પુષ્ટિ-હેતુ ત્રણ ગુણવ્રત બતાવવામાં આવ્યા છે - (૧) દિશા પરિમાણ વ્રત, (૨) ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત અને (૩) અનર્થદંડ વિરમણ વ્રત.
આ ત્રણેય ગુણવ્રતો દ્વારા અણુવ્રતોની મર્યાદામાં વધુ સંકોચ કરવામાં આવે છે. અણુવ્રતોમાં કરવામાં આવેલી મર્યાદાથી બહાર જે હિંસા વગેરે આસ્ત્રવોના બહુલાશ ખુલ્લા રહી જાય છે, એમને અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી બંધ કરવામાં એ ગુણવ્રત સહાયક હોય છે. જેમ દિશા પરિમાણ વ્રતમાં “છએ દિશાઓમાં ગમનાગમનની મર્યાદા કરી લીધા પહેલાં જે સર્વત્ર હિંસા, અસત્ય વગેરે અમુક અંશમાં ખુલ્લા હતા, તે આ છએ દિશાઓમાં ગમન-મર્યાદા કરવાથી ઉક્ત મર્યાદા બહાર ગમન ન કરવાથી તે દ્વાર બંધ થઈ જાય છે. આ જ રીતે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં પણ ઉપભોગ્ય-પરિભોગ્ય વસ્તુઓના ઉપભોગ-પરિભોગની સીમા થઈ જાય છે. ઉક્ત સીમાના બહારની સમસ્ત વસ્તુઓનો ઉપભોગ-પરિભોગ બંધ થઈ જાય છે. આ જ રીતે અનર્થ દંડ વિરમણ વ્રતમાં જે સાર્થક દંડ અમુક સીમા સુધી છે, એમના સિવાય જેટલા પણ અનર્થ (નિરર્થક) દંડ છે, એમના પાપથી શ્રાવક બચી જાય છે.”
તાત્પર્ય એ છે કે એ ત્રણ ગુણવ્રત, અણુવ્રતોમાં વધુ શક્તિનો સંચાર કરી દે છે. આ ગુણવ્રતોની આરાધનાથી વૃત્તિમાં સંકોચ આવી જાય છે. વૃત્તિમાં સંકોચ આવવાથી ચિત્તની શાંતિ વધે છે અને નિરાકુળતામાં વૃદ્ધિ થાય છે. જ્યાં સુધી વૃત્તિનો સંકોચ નથી થતો ત્યાં સુધી ચિત્તમાં વ્યગ્રતા અને વ્યાકુળતા રહે છે. આ પ્રકારની આકુળતા અને અશાંતિને મટાડવા માટે વૃત્તિનો સંકોચ આવશ્યક છે. ગુણવ્રતોના પાલનથી આ પ્રકારની વૃત્તિનો સંકોચ સહજ (૨) છે અને તે છે
જિણધમો)