________________
(૧) ક્ષેત્ર-વાસ્તુ પરિમાણાતિક્રમ, (૨) હિરણ્ય - સુવર્ણ પરિમાણાતિક્રમ, (૩) ધન - ધાન્ય પરિમાણાતિક્રમ, (૪) દ્વિપદ - ચતુષ્પદ પરિમાણાતિક્રમ અને (૫) કુષ્ય પરિમાણાતિક્રમ. ખેતર, ગૃહ વગે૨ે નવ પ્રકારના બાહ્ય પરિગ્રહોના વિષયમાં કરાયેલા પરિમાણનું આંશિક અને વ્રત સાપેક્ષ ઉલ્લંઘન કરવું ક્ષેત્ર, વાસ્તુ વગેરે પરિમાણનો અતિચાર છે.
પ્રશ્ન થઈ શકે છે કે ધન-ધાન્ય વગેરેના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી તો વ્રતનો સર્વથા ભંગ થવો જોઈએ, અતિચાર નહિ ? આનું સમાધાન એ છે કે કરેલા પરિમાણનું પૂર્ણતઃ ઉલ્લંઘન કરવાથી વ્રત ભંગ થાય છે. અહીં જે ઉલ્લંઘન બતાવવામાં આવ્યું છે તે વ્રત સાપેક્ષ, અર્થાત્ બંધન, ભાવ, ગર્ભ, યોજના અને દાનની અપેક્ષા હોવાથી અતિચાર રૂપ છે. તાત્પર્ય એ છે કે અહીં પાંચ અતિચારોમાં ક્રમશઃ પાંચ સાપેક્ષતાઓ છે. જેમ કોઈએ ધન-ધાન્યનું જે પરિમાણ રાખ્યું છે, તે ઋણની વસૂલી કરવાથી એનાથી વધુ થઈ જાય છે, તેથી દેણદારથી કહેવું : “આ ધન-ધાન્ય હજુ પોતાની પાસે રહેવા દો, પછી લઈ લઈશ.’ આમ, બંધન કરવાથી અતિચાર લાગે છે, કારણ કે એ ધન્ય-ધાન્ય ઉપર તે પોતાનું સ્વામિત્વ સ્થાપિત કરી ચૂક્યો છે છતાંય સાક્ષાત્ ન લઈને સમજે છે કે મારું વ્રત ભંગ નથી થયું. વાસણ મર્યાદાથી વધુ થઈ જવાથી નાનાં વાસણોને તોડાવીને મોટાં બનાવી લેવાં અને સંખ્યાને બરાબર કરી લેવી ભાવ સાપેક્ષ અતિચાર છે. પશુઓની સંખ્યા મર્યાદાથી વધુ થઈ જવાથી એમના ગર્ભની કે નાના વાછરડા વગેરેની અમુક સમય સુધી ગણતરી ન કરવી, ગર્ભ સાપેક્ષ અતિચાર છે. ખેતરોની સંખ્યા વધુ થઈ જવાથી વચ્ચેનો શેઢો (પાળ) તોડીને બે ખેતરોને એક બનાવી લેવાની યોજના સાપેક્ષ અતિચાર છે. આ જ રીતે સોના-ચાંદીનું પરિમાણ વધુ થઈ જવાથી થોડો ભાગ બીજાઓને રાખવા માટે આપી દેવો, દાન સાપેક્ષ અતિચાર છે.
અથવા અતિચારનું એક રૂપ એ પણ થઈ શકે છે કે જે મર્યાદાની છે, એનું વિસ્મરણ થઈ જવાથી કે અજાણતામાં એ મર્યાદાથી વધુ પદાર્થો થઈ જવાથી પણ એ સમજવું કે જે પદાર્થ મારા અધિકારમાં છે, તે મર્યાદામાં જ છે. એ પણ એક પ્રકારનો અતિચાર છે. પાંચ વિક્ષેપ :
આચાર્ય સમંતભદ્રે રત્નકરેંડ શ્રાવકાચારમાં આ પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ વિક્ષેપ બતાવ્યા છે -
"अतिवाहनातिसंग्रह - विस्मय लोभातिभार वहनानि । परिमित परिग्रहस्य च विक्षेपाः पंच लक्ष्यन्ते ॥"
ગાથા-દર
અર્થાત્ “અતિવાહન, અતિસંગ્રહ, વિસ્મય, લોભ અને અતિભાર વહન એ પાંચ પરિગ્રહ પરિમાણના વિક્ષેપ છે - અંતરાય છે.
જે પુરુષની પાસે વાહનો બહુ હોય, તે એમને છોડવા કે મર્યાદિત કરવામાં ગભરાય છે. એ જ રીતે અતિસંગ્રહ પણ વ્રતમાં વિક્ષેપ નાખે છે. અતિસંગ્રહના કારણે મનુષ્ય ત્યાગની જિણધમ્મો
૦૨૨